Home /News /south-gujarat /સુરત: સલાબતપુરામાં અસામાજિક તત્ત્વોનો આતંક, હથિયારો સાથે દોડી આવ્યા, Live વીડિયો

સુરત: સલાબતપુરામાં અસામાજિક તત્ત્વોનો આતંક, હથિયારો સાથે દોડી આવ્યા, Live વીડિયો

બનાવ સીસીટીવીમાં કેદ થયો.

આ સામાજિક કોણ હતા? કોને મારવા માટે ઘાતક હથિયારો સાથે દોડતા હતા તે જાણી શકાયું નથી. જે રીતની ઘટના સામે આવી છે તેને લઇને લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્ત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેની પાછળ પોલીસની નિષ્ક્રિયતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને પગલે અસામાજિક તત્ત્વો બેફામ બનીને લોકોને ઘાતક હથિયારો સાથે જાહેરમાં માર મારતા હોય છે. શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા હનુમાનનગર ખાતે 25થી 30 જેટલા અસામાજિક તત્ત્વો હથિયારો સાથે સમગ્ર વિસ્તારમાં દોડધામ કરતા હતા, જેને લઇને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીના માહોલ સાથે લોકોમાં ડર ઉભો થયો હતો. આ આખી ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ જતાં હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે વણલી રહી છે. આ માટે સુરત પોલીસ જવાબદાર છે. સુરતમાં અસામાજિક તત્ત્વો પર પોલીસ લગામ લગાવી શકતી નથી. જેને લઇને આવા તત્ત્વો દિન-પ્રતિદિન કોઈને કોઈ વિસ્તારમાં આંતક મચાવતા હોય છે. શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા હનુમાનનગર ખાતે કેટલાક અસામાજીક તત્ત્વો ઘાતક હથિયારો સાથે વિસ્તારોમાં જે રીતે દોડી ગયા હતા તેને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: મહાભિયાન શરૂ થયું ત્યારથી રાજ્યમાં રસીકરણમાં સતત ઘટાડો! અમદાવાદમાં તો સરકારની પોલ જ ખુલી ગઈ 

આ સામાજિક કોણ હતા? કોને મારવા માટે ઘાતક હથિયારો સાથે દોડતા હતા તે જાણી શકાયું નથી. જે રીતની ઘટના સામે આવી છે તેને લઇને લોકોમાં દોડધામ મચી ગઇ હતી. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થતા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હાલ તો પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: સોમનાથ મંદિર બહાર આપના નેતા ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીને ધક્કે ચઢાવાયા

શહેરના સલાબતપુરાના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પોલીસ આવા અસામાજીક તત્ત્વો સામે કડક કાર્યવાહી નથી કરતી જેને લઇને તેમને છૂટો દોર મળી ગયો છે. આવા લોકો દાદાગીરી અને પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે ઘાતક હથિયારો સાથે રસ્તા ઉપર ઉતરીને આતંક મચાવતા હોય છે. આ પહેલા પણ આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. સુરત પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, વાયરલ વીડિયો, સીસીટીવી, સુરત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો