Home /News /south-gujarat /

Surat News: માર્ચ મહિનામાં સુરત આરટીઓએ દરરોજ કરી 15 લાખની આવક, જાણો કઇ રીતે

Surat News: માર્ચ મહિનામાં સુરત આરટીઓએ દરરોજ કરી 15 લાખની આવક, જાણો કઇ રીતે

ટેકસ નહી ભરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

Surat RTO: માર્ચ મહિનો સુરત આરટીઓને ફાયદાકારક રહ્યો છે. અધધ આવકને લઈને સુરત આરટીઓ નંબર વન પર આવે તેવી શક્યતા.

Surat News: સુરત: હાલમાં કોરોના વેવ પૂરી થતાં નવા વાહનો ખરીદીમાં પણ વધારો થયો છે ત્યારે સુરત આર.ટી.ઓની (Surat RTO) આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. માર્ચ મહિનામાં  સુરત આર.ટી.ઓ દ્વારા સ્પેશિયલ ગાડીઓ દોડવામાં આવી હતી. જેમાં ટેકસ નહી ભરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. દરરોજની સુરત આર.ટી.ઓની આવક 15 લાખ છે.

મહત્વની વાત એ છે કે, માર્ચ એન્ડીંગને પગલે અત્યાર સુધીમાં સુરત આર.ટીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્પેશિયલ ટીમે કામે લગાડી હતી અને ટેકસ નહી ભરનારને સ્થળ ટેકસ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ઠેર ઠેર સુરત આર.ટી.ઓ દ્વારા  ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર સામે પણ દંડ ઉઘરાવીને કમાણી થઇ રહી છે. ત્યારે અત્યારે દરરોજ સુરત આર.ટી.ઓ ને કુલ 15 લાખથી વધુની રકમની આવક થઈ રહી છે.

સુરત આર.ટી.ઓ અધિકારી હાર્દિક પટેલે આ મામલે જણાવ્યું હતું કે, કોરોના સમયમાં બે વર્ષથી આર ટી.ઓ ની આવક ખાડે ગઈ હતી. પણ હાલમાં કોરોના સમય જતાં રહેતા હવે આર.ટી.ઓની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ નવા વાહનોની ખરીદીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે દરરોજના 15 લાખથી વધુની આવક થઈ રહી હોવાની વાત કરી હતી.

આ પણ વાંચો - સુરત: બહેનપણીએ જ યુવતીનું બનાવ્યું ફેક આઇડી, વાત ન માની તો અશ્લીલ ફોટા વાયરલ કરવાની આપી ધમકી

છેલ્લા બે વર્ષથી, કોરોનાને કારણે સુરત આરટીઓની આવક સતત ઘટી રહી હતી. ત્યારે આ વર્ષે વાહનોનું રજીસ્ટ્રેશન સાથે સાથે પેનલ્ટી અને દંડની રકમ જે સરકારની બાકી છે તેમની કડકપણે ઊઘરાણી કરવામાં આવી રહી છે.

આજ પ્રકારની કામગીરી આગામી દિવસમાં ચાલે તો સુરત આરટીઓ કદાચ ગુજરાતમાં ટેક્ષની વસૂલાતમાં રાજ્યભરમાં પ્રથમ આવે તો નવાઈની વાત નથી. ત્યારે કનેક્શન કરવા માટે સુરત આરટીઓ દ્વારા જુદી જુદી ટીમો બનાવી સતત કામગીરી કરવામાં આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: આરટીઓ, ગુજરાત, સુરત

આગામી સમાચાર