Home /News /south-gujarat /

સુરત : RTOમાં 8156 RC બુક ધૂળ ખાઈ રહી છે, શું આ બેદરકારી છે? સામે આવી હકિકત!

સુરત : RTOમાં 8156 RC બુક ધૂળ ખાઈ રહી છે, શું આ બેદરકારી છે? સામે આવી હકિકત!

વાહન માલિકોને SMS દ્વારા જાણ કરવામાં આવી છતાં લેવા ન આવતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું

Surat News : આનો બીજો અર્થ એવો પણ થયો કે સુરત આરટીઓના તાબા હેઠળની 8156 ગાડીઓ આરસીબુક વગર રસ્તા પર ફરી રહી છે, જાણો શા માટે થઈ રહ્યુ છે આવું

હાલમાં મોટરવેહીકલ એક્ટ (Motor Vehicle Act) મુજબ વાહન ચાલકે પોતાની ગાડી સાથે  પાસીંગ બુક એટલે કે આરસીબુક (RC Book) રાખવાની હોય છે. ત્યારે સુરત આરટીઓમાં ગાડીઓના પાસીંગ કરાવ્યા બાદ 8 હજાર કરતાં વધુ લોકો આ બુક લેવા જતા નથી જેને લઈને આ આર.સીબુક હાલમાં આર.ટી.ઓમાં (Surat RTO) ધૂળ ખાઈ રહી છે.  સુરતમાં રજીસ્ટર થતા વાહનોની આરસી બુક ડીસ્પેચનું કામ અમદાવાદની એજન્સી કરે છે. એજન્સી વાહન માલિકના સરનામે આરસી બુક પોસ્ટથી મોકલે છે. પણ જે તે સરનામે સ્વીકારનાર ન હોય આરસી બુક સ્થાનિક આરટીઓને મોકલી અપાઈ છે જેને લઈને સુરતના આરટીઓની ચિંતા વધી છે.

સુરત આરટીઓમાં સૌથી વધુ ગાડી પાસીંગ થતી હોય સરકારને સૌથી વધુ રૂપિયા કમાવી આપતી કચેરી છે. જોકે આ કચેરીના અધિકારીઓની ચિંતા વધી છે કાપણ કે સુરતમાં 8 હજાર કરતાં વધુ વાહન ચાલકો પોતાની ગાડી પાસીંગ કરાવી રજીસ્ટ્રેશન નંબર તો મેળવી લીધો છે પણ આ પાસીંગ બાદ દસ્તાવેજમાં સરકાર તરફથી આપવામાં આવતી આરસીબુક લેવા આવ્યા નથી. જેને લઈને 8 હજાર આરસીબુક  હાલમાં સુરતમાં આરટીઓ કચેરી ખાતે ધૂળ ખાઈ રહી છે.

આ પણ વાંચો : સુરત : ઘરેથી કાઢી મૂકેલા યુવકની થઈ હત્યા, જે મિત્રના ભરોસે હતો તેણે જ મારી નાખ્યો!

આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

જોકે હાલમાં અમલમાં આવેલા મોટર વ્હીકલ એક્ટ મુજબ આ આરસીબુક ગાડી ચાલકે પોતાની પાસે રાખવાની છે ત્યારે અહીંયા તો 8 હજાર કરતા વધુ ગાડી ચાલાક આ બુક લેવા પણ નથી આવતા, આરસી બૂક વગર વાહનો ફરી રહ્યા છે. જોકે સુરતમાં રજીસ્ટર થતા વાહનોની આરસી બુક ડીસ્પેચનું કામ અમદાવાદની એજન્સી કરે છે. એજન્સી વાહન માલિકના સરનામે આરસી બુક પોસ્ટથી મોકલે છે. પણ જે તે સરનામે સ્વીકારનાર ન હોય આરસી બુક સ્થાનિક આરટીઓને મોકલી અપાઈ છે.

કેટલી આરસીબુક ક્યા વર્ષની

હાલ વર્ષ 2018-19ની 2156, 2019-20ની 2356, 2020-21ની 2485 અને 2021-22ની 1159 મળી કુલ 8156 આરસી બુક ધૂળ ખાય છે આરટીઓમાં ઢગલો થયેલી આરસી બુક પાછળ એવા કારણો જાણવા મળ્યા છે કે, જે તે વાહનમાલિકે સરનામું બદલ્યું હોય, મોબાઈલ નંબર ખોટો આપ્યો હોય અથવા બંધ થઇ હોય,લોન ભરપાઈ ન થતા વાહન ખેંચાઈ ગયું હોય. કયારેક પોસ્ટ કર્મીને સરનામું મળતું ન હોય તો આરસી બુક રિર્ટન થાય છે .

આ પણ વાંચો : સુરત : વરાછામાં હીરાની ચોરીનો CCTV Video, નોકરીના ચોથા દિવસે માલ ઉપાડી રત્નકલાકાર રફૂચક્કર

આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

જોકે આ બુક માલિક સુધી પહોંચે તે માટે સુરત આરટીઓના અધિકારી આરસી બુક લઈ જવા અમે જે તે વાહન માલિક દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર વારંવાર એસએમએસ કરી આરસી બુક લઈ જવા જણાવીએ છીએ.જોકે રોજ માંડ 5થી 7 લોકો જ આરસી બુક લેવા આવતા હોય છે જોકે ગાડીના મલિક નહિ આવતા આ બુક સાચવી રાખવામાં ઘણી મુશ્કેલી સર્જાય છે. તેને લઈને સુરત ના આરટીઓ કચેરીમાં આ મોટી સમસ્યા ઉભી થી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Motor vehicle act, RC Book, Surat news, આરટીઓ, ગાડી, ગુજરાતી ન્યૂઝ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन