સુરત RTOમાં બોગસ લાઇસન્સ કૌભાંડઃ ઇન્ચાર્જ આરટીઓએ નોંધાવી ફરિયાદ

News18 Gujarati
Updated: March 28, 2019, 10:16 AM IST
સુરત RTOમાં બોગસ લાઇસન્સ કૌભાંડઃ ઇન્ચાર્જ આરટીઓએ નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

સુરત આરીટીઓના ટેસ્ટ ટ્રેકનું સોફ્ટવેર બાયપાસ કરી પાકુંડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ સુરત આરીટીઓના ટેસ્ટ ટ્રેકનું સોફ્ટવેર બાયપાસ કરી પાકુંડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. આ કેસમાં ઇન્ચાર્જ આરટીઓ પાર્થ જોષીએ ક્રાઇમ બ્રાંન્ચના સાયબર સેલમાં ગુનો દાખલ કરાવ્યો હતો. કમિશનરના આદેશ બાદ અંતે 76 દિવસ પછી ઇન્ચાર્જ આરટીઓએ ફરિયાદ દાખલ કરાવી હતી. કૌભાંડિયાઓએ મળતિયાઓના લાઇસન્સનો ડેટા સોફ્ટવેરમાં બાયપાસ કરી બારોબાર લાઇસન્સ બનાવી દીધા હતા. આરટીઓની પ્રાથમિક તપાસમાં 58 ડ્રાઇવિંગ લાઇસન્સ શંકાસ્પદ મળી આવ્યા હતા.

સુરત આરટીઓના ટેસ્ટ ટ્રેક ઉપર કાર અથવા બાઇકની ટેસ્ટ આપ્યા વિના ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ કૌંભાડમાં ઇન્ચાર્જ આરટીઓ પાર્થ જોશીએ અંગત રસ લઇને ઇન્સ્પેક્ટરને તપાસ સોંપી હતી. જેને પગલે ઇન્સ્પેક્ટરોની ટીમે ઇશ્યૂ થયેલા પાકા લાઇસન્સના ફોર્મ ટેસ્ટના વીડિયો અને ટેસ્ટમાં પાસ થયાના રિઝલ્ટ સહિતના ડેટા સાથે ડ્રાઇવિંગ લાઇસન્સનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું.

દરમિયાન તપાસમાં જે હકીકત સામે તે જોઇને ઇન્ચાર્જ આરટીઓ પાર્થ જોષી પણ ચોંકી ઉઠ્યા હતા. પાકું લાઇસન્સ માટે ટેસ્ટ ટ્રેક ઉપર કોઇપણ જાતની પ્રક્રિયા કર્યા વિના બારોબાર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-'કિસ આપ નહીં તો હું તારી સાથે નહિં બોલુ.. કિટ્ટા થઇ જઇશ'

સોફ્ટવેર બાયપાસ કરી ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ થતાં આરટીઓએ ડ્રાઇવિંગ લાઇસન્સના ફોર્મની ઉલટતપાસ કરાવી હતી. જેની પ્રાથમિક તપાસમાં 58 જેટલા લાયસન્સ શંકાસ્પદ મળી આવ્યા હતા. જેનો રિપોર્ટ ઇન્ચાર્જ આરટીઓએ ઉચ્ચ અધિકારીઓને મોકલી આપ્યો હતો. આ રિપોર્ટના આધારે વાહન વ્યવહાર કમિશનરે ગુનોનોંધાવવા આદેશ આપ્યો હતો.

કમિશનરે ખુદ આરટીઓને ફરિયાદ નોંધાવવા ફરમાન જારી કરતા ઇન્ચાર્જ આરટીઓ પાર્થ જોષીએ બુધવારે ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
First published: March 28, 2019, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading