સુરત: રૂ. 64 કરોડની ટેક્સ ચોરી કરનારાને GST વિભાગે દબોચ્યો, બ્યૂટી પ્રોડક્ટ્સ વેંચી કરે છે કરોડોની કમાણી
સુરત: રૂ. 64 કરોડની ટેક્સ ચોરી કરનારાને GST વિભાગે દબોચ્યો, બ્યૂટી પ્રોડક્ટ્સ વેંચી કરે છે કરોડોની કમાણી
રૂ. 64 કરોડની ટેક્સ ચોરી કરનારો ઝડપાયો
Surat Crime: 64 કરોડનાં જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા ભાગાતળાવનાં એન.આર ગ્રુપના માલિક મુન્નવર મેમણનીએસજીએસટી વિભાગે માર્કેટ ઇન્ટેલિજન્સ સિસ્ટમ બેઇઝ એનાલિસિસનાં આધારે એન આર ગ્રુપ પર તપાસ કરી હતી. બે ત્રણ દિવસ ચાલેલી તપાસ કાર્યવાહીમાં એન આર ગ્રુપના હિસાબોમાં મોટાપાયે ગેરરીતિ મળી આવી હતી. ગ્રુપ દ્વારા જરૂરી ટેક્સ ભરવામાં આવતો ન હતો અને મોટાભાગનો કારભાર ચિઠ્ઠી પર ચાલતો હતો.
સુરત: GST વિભાગ દ્વારા શહેરમાં અવાર નવાર દરોડા પાડી ટેક્સ ચોરી કરતા હોય તેવા લોકોને ઝડપી પાડવામાં આવે છે. કોઇપણ જગ્યાએ રેડ પાડતાં પહેલાં તેમને નોટિસ આપવામાં આવતી હોય છે ત્યારે સુરતનાં ભાગા તળાવના એન આર ગ્રુપનાં માલિક મુન્નવર મેમણની કરોડની ટેકસ ચોરીનો કેસ કરવામાં આવ્યો હતો. જે બાદ GST વિભાગે તપાસ કરી હતી જેમાં 10 કરોડ રૂપિયાનો ટેક્સ ચોરી થયો હોવાની વાત સામે આવી છે. બાદ આરોપી અને તેની કંપનીની સખત તપાસ કરાતાં આ આંકડો 10 કરોડ નહીં પણ 64 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે આરોપીને વારંવાર ટેક્સ ભરવા બાબતે જીએસટી વિભાગે અવારનવાર નોટિસ આપી હતી. રૂ. 64 કરોડનાં જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ આખરે જીએસટી વિભાગે તેની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી તેમને આરોપીનાં ચાર દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે
64 કરોડનાં જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા ભાગાતળાવનાં એન.આર ગ્રુપના માલિક મુન્નવર મેમણનીએસજીએસટી વિભાગે માર્કેટ ઇન્ટેલિજન્સ સિસ્ટમ બેઇઝ એનાલિસિસનાં આધારે એન આર ગ્રુપ પર તપાસ કરી હતી. બે ત્રણ દિવસ ચાલેલી તપાસ કાર્યવાહીમાં એન આર ગ્રુપના હિસાબોમાં મોટાપાયે ગેરરીતિ મળી આવી હતી. ગ્રુપ દ્વારા જરૂરી ટેક્સ ભરવામાં આવતો ન હતો અને મોટાભાગનો કારભાર ચિઠ્ઠી પર ચાલતો હતો.
બે નંબરમાં માલ આવતો હતો અને તેને બારોબાર વેચી નાખવામાં આવતો હતો. શરૂઆતથી તપાસમાં રૂપિયા 10 કરોડની કરચોરી શોધવામાં આવી હતી બાદમાં જેમ જેમ ડોક્યુમેન્ટ મળતા ગયા તેમ તેમ કરચોરીનો આંક વધતો ગયો હતો એનઆર ગ્રુપ દ્વારા જે પ્રોડક્ટ વેચવામાં આવે છે તેની પર મહત્તમ 18 ટકા સુધીનો ટેક્સ લાગે છે. જેમાં પ્લાસ્ટિક સિવાયની બંગડી પર 3 ટકા, ઇમિટેશન જ્વેલરી પર 18 ટકા, બ્યુટી પ્રોડક્ટ પર 18 ટકા, ફુટવેર અને લેડીઝ પર્સ પર 12% ટકા ટેક્સ લાગે છે. તપાસ અધિકારીઓને બે નંબરી વ્યવહારોનું આખું સોફ્ટવેર મળી આવ્યું હતું જેમાં પાછલા ત્રણ ચાર વર્ષના હિસાબો હતા.
આઈસા ગોમાનાં વેપારી દ્વારા જીએસટી વિભાગમાં 64 કરોડનું કૌભાંડ કર્યા હોવાની વિગતો સામે આવી હતી જીએસટી વિભાગ દ્વારા આ વેપારીને દસ કરોડ રૂપિયાનાં ટેક્સ ભરવાની અવારનવાર નોટીસ આપવા છતાં પણ આ વેપારી દ્વારા ટેક્સની ભરપાઈ કરવામાં આવી ન હતી જેને લઇને આખરે જીએસટી વિભાગે આ વેપારીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યો હતો જોકે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં કંપની દ્વારા આચરવામાં આવેલા કૌભાંડને લઈને આરોપી મેમણનાં ચાર દિવસનાં રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતાં જેમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અત્યાર સુધી બોગસ બિલિંગ કૌભાંડમાં કૂલ રૂપિયા 34 હજાર કરોડની ટેક્સ ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં 89 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર