ઠગ્સ ઑફ સુરત : તાળું ન તૂટતા તસ્કરો આખી તિજોરી જ ઉઠાવી ગયા!

News18 Gujarati
Updated: November 16, 2019, 3:36 PM IST
ઠગ્સ ઑફ સુરત : તાળું ન તૂટતા તસ્કરો આખી તિજોરી જ ઉઠાવી ગયા!
પ્રતિકાત્મક તસવીર

તિજોરીમાં રોકડ સાથે દાગીના અને વિદેશી ચલણ પણ હોવાના કારણે તસ્કરોને લોટરી લાગી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરત (Surat) કતારગામ (Katargam) ખાતે આવલે એક મકાનને નિશાન બનાવી મકાનમાં રહેલ તિજોરીની (Locker) ચોરી (Theft) કરી ફરાર થઇ ગયા છે. જોકે, આ તિજોરીમાં રોકડ સાથે વિદેશી ચલણ હોવાને લઈને મકાન મલિક દ્વારા આ મામલે પોલીસ માં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે તપાસ કરતા ચોરી કરવા આવેલા ચોર સી.સી.ટી.વીમાં કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા છે. હાલ તો પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે. આ વિચિત્ર ચોરીની ચકચારી મચાવતી બાબત એ છે કે ચોરોથી તિજોરીનું તાળું ન તૂટ્યું તો તેઓ આખી તિજોરી જ ઉઠાવી ગયા હતા.

સુરત શહેરમાં દિવાળીને લઈને મોટા ભાગના લોકો ક્યાં પોતાના વતન બાજુ ગયા હતા તો ક્યાંક લોકો પરિવાર સાથે ફરવા ગયા હતા ત્યારે બંધ મકાન હોવાને લઈને તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હતું. ત્યારે આવીજ એક ચોરીની ઘટના સામે આવી છે કતારગામ ખાતે આવેલ સર્જન સોસાયટીમાં રહેતો જીતેન્દ્રભાઈ પાનસૂરિયા દિવાળીની રજાને લઇ પરિવાર સાથે વતન ગયા હતા. તસ્કરોએ બંધ મકાનનો લાભ લઈ રાત્રી દરમિયાન ઘરમાં પ્રવેશ કરીકરી ચોરી કરી હતી. જોકે ઘરમાં રહેલ તિજોરી નહિ ખુલતા તસ્કરો આખી તિજોરીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો :  નિત્યાનંદ આશ્રમ : 'પિતાજી, અમે સ્વામીજી સાથે વિશ્વની સૌથી શ્રેષ્ઠ જિંદગી જીવી રહ્યા છીએ'

જોકે, આ ઘટના ની જાણકારી મળતા મકાન મલિક આ મામલે ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયા હતા જ્યાં તિજોરીમાં રહેલ સમાન માં રોકડ રકમ 60,000 હજાર થતા રૂપિયા 6,300ની રકમની સોનાની પેન્ડલ બુટી અને વિદેશી ચલણ જેમાં 1500થીવધુ યુરો તેમજ યુએસ,ડૉલર,હોંગકોંગ ડૉલર,દિરામ,રેન્ડનું અલગ અલગ છૂટક ચલણ તેમજ રૂપિયા 66,300ની મત્તાની રકમ હોવાની વિગત પોલીસને આપી હતી.

આ પણ વાંચો :  જીવતાજીવ સમાધિ લેવાની વાત કરતો કાંતિલાલ માનસિક બીમાર છે : વિજ્ઞાનજાથા

ફરિયાદ બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે તપાસ શરુ કરી હતી જેમાં નજીક માં રહેલ સીસીટીવી ચેક કરતા ચોરી કરવા આવેલ ચોર કેમેરામાં કેદ થયા હતા જેને લઈને પોલીસે સીસીટીવી કબજે કરી સીસીટીવીમાં દેખાતા બંનેવ ચોરની ગુનો નોંધી તપાસ શરુ કરી છે. 
First published: November 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading