Home /News /south-gujarat /સુરત : 'ન જાણ્યું જાનકી નાથે' ચાલુ રીક્ષાએ અચાનક ઢળી પઢ્યો ડ્રાઇવર, મોતનો કરૂણ CCTV video

સુરત : 'ન જાણ્યું જાનકી નાથે' ચાલુ રીક્ષાએ અચાનક ઢળી પઢ્યો ડ્રાઇવર, મોતનો કરૂણ CCTV video

સુરતમાં રીક્ષા ડ્રાઇવરની અચાનક મોત, ઘટના CCTV વીડિયોમાં કેદ થઈ

Surat Udhana Rickshaw Driver Death CCTV : ઉધના વિસ્તારમાં બની ઘટના. મુસાફરોથી ભરેલી રિક્ષામાંથી ચાલકનું રોડ પર ઢળી પડયા બાદ મોત, જુઓ કરૂણ Video

સુરત : 'ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું..' આ કહેવત સુરતમાં ઘટેલી ઘટનાના વીડિયોને જોતા ખૂબ સુપેરે બંધ બેસે છે. આજે સુરતમાં (Surat) એક ચાલતી રીક્ષા અચાનક (Rickshaw) અટકી ગઈ અને સીટ પરથી ડ્રાઈવર પડી (Rickshaw Driver Sudden Death) ગયો અને મૃત્યુ પામ્યો. આ વાત સાંભળીને અચંબામાં પડી જશો, પરંતુ આ વાત સાચી છે. સુરતમાં રીક્ષા ચાલકનાં મોતના સીસીટીવી વીડિયોથી (Surat Rickshaw Driver Death CCTV Video) લોકો ચોંકી ગયા છે. જેમાં એક રીક્ષા ઓટો ડ્રાઈવર પોતાની રીક્ષા રોકે છે અને અચાનક રસ્તા પરથી પડી જાય છે. તે આંખના પલકારામાં મૃત્યુ પામે છે.
સુરતના આ વીડિયોને જોતા ખરેખર એવું લાગશે કે 'જિંદગીનો ના કોઈ ભરોસો..' પેસેન્જરોને લઈને જતો આ ડ્રાઇવર ચાલુ રીક્ષાએ મોતને ભેટ્યો.

ભૂતકાળમાં દેશ અને દુનિયાના જુદા જુદા ખૂણાઓમાંથી હૃદયદ્રાવક મૃત્યુની જીવંત તસવીરો બહાર આવી રહી છે. ગુજરાતના સુરત શહેરમાંથી પણ હવે આવું જ ચિત્ર સામે આવ્યું છે. સીસીટીવીમાં કેદ થયેલા મોતની આ જીવંત તસવીરો સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સરકારી બસ સ્ટેન્ડની સામે છે.

આ પણ વાંચો : Tiktok સ્ટાર અલ્પિતા ચૌધરી ફરી વિવાદમાં, બહુચરાજી મંદિરમાં બનાવેલો video Viral

એક રીક્ષા ડ્રાઇવર પોતાની રીક્ષા સાથે અહીંથી પસાર થતો જોવા મળે છે, જેમાં મુસાફરો પણ પાછળ બેઠા છે. રીક્ષા ડ્રાઈવર અચાનક રસ્તા પર પોતાની રીક્ષા રોકી દે છે અને પછી આંખના પલકારામાં રીક્ષા ડ્રાઈવર ડ્રાઈવર સીટ પરથી રસ્તા પર નીચે પડી જાય છે. રીક્ષા ડ્રાઈવરને અચાનક રસ્તા પર પડતા જોઈને કેટલાક લોકો તેની મદદ કરવા તેની પાસે પહોંચ્યા પણ તે મૃત હાલતમાં મળી આવ્યો.



રીક્ષા ડ્રાઈવરના મૃત્યુના સમાચાર ઉધના પોલીસને આપવામાં આવે છે અને જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરે છે ત્યારે રીક્ષા ડ્રાઈવરની સીટ પાછળના સાઈનબોર્ડ પર તેનું નામ યુનુસ શેખ પ્રગટ થાય છે. 33 વર્ષીય યુનુસ શેખ રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો પરંતુ તે વાઈ અને ખાંડથી પીડાતો હતો.

આ પણ વાંચો : જૂનાગઢ : 'રબારી, ભરવાડ-ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે બલિદાન આપું છું,' આપઘાતની કરૂણ ઘટના

પરિવારે આ વાત પોલીસને જણાવી છે. મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. સુરતના યુનુસ શેખ નામના આ રીક્ષા ડ્રાઈવરનો તે વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મૃત્યુનું કારણ તો હ્યદય રોગનો હુમલો હોઈ શકે છે પરંતુ ખરી જાણકારી તો પીએમ રિપોર્ટ બાદ જ આવી શકશે.
Published by:Jay Mishra
First published:

Tags: Surat breaking news, Surat CCTV Video, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन