સુરત : મંજૂરી છતાં શહેરની હૉટલો 15 દિવસ સુધી નહીં ખુલે તેવી શક્યતા

સુરત : મંજૂરી છતાં શહેરની હૉટલો 15 દિવસ સુધી નહીં ખુલે તેવી શક્યતા
રેસ્ટોરન્ટ્સ હજુ બંધ જ રહે તેવી શક્યતા.

ગુજરાતી રેસ્ટોરન્ટમાં રાજસ્થાની અને બંગાળી જ્યારે પંજાબી રેસ્ટોરન્ટમાં યુપી, બિહાર અને નેપાળના કારીગરો કામ કરે છે.

  • Share this:
સુરત : કોરોના લૉકડાઉન (Coronavirus Lockdown) વચ્ચે અનલોક 1.0માં આજથી ગુજરાતમાં મૉલ (Malls), ધાર્મિક સ્થળો (Religion Places) અને હૉટલો (Hotels) ખોલવાની સરકારે મંજૂરી આપી છે. ત્યારે સુરતનો રેસ્ટોરન્ટ ઉદ્યોગ (Surat Restaurant Business) આગામી 15 દિવસ સુધી શરૂ થઇ શકે તેમ નથી. આ પાછળ મુખ્ય કારણ સ્ટાફ પોતાના વતન ગયા બાદ આવવા તૈયાર નથી તેવું છે. આ કારણે રેસ્ટોરન્ટ ઉદ્યોગ ફટાફટ પાટા પર ચડે તેવી શક્યતા દેખાતી નથી.

કોરોના વાયરસને લઈને 70 દિવસના લૉકડાઉન બાદ આજથી અનલોક 1.0માં હોટલ સાથે રેસ્ટોરાં ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે ગાઇડલાઇન પણ નક્કી કરવામાં આવી છે. જોકે, સુરતનો આ ઉદ્યોગ શરુ થાય તેમ નથી લાગી રહ્યું. આ પાછળ કારણ છે કે કર્મચારી પોતાના વતન જતા રહ્યા છે. ગુજરાતી રેસ્ટોરન્ટમાં રાજસ્થાની, ગુજરાતી અને બંગાળી કારીગરો કામ કરતા હોય છે. જ્યારે પંજાબી રેસ્ટોરન્ટમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ સાથે બિહાર અને નેપાળના કારીગરો કામ કરે છે.આ પણ વાંચો : મર્સિડિઝ ચાલકે કાર રિવર્સમાં લેતા 10 મહિનાની બાળકીને કચડી, સારવાર પહેલાં જ મોત

લૉકડાઉનને લઈને  પોતાના વતન જતા રહેલા આ કર્મચારી પરત પણ આવવું છે પરંતુ આ માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. એમાં પણ પરત આવ્યા બાદ અહીં ગાઈડલાઇન પ્રમાણે 14 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવું પડે છે. આ જ કારણે કારીગરો પરત આવતા પણ ડરી રહ્યા છે.આ ઉદ્યોગ છેલ્લા બે મહિનાથી મરણ પથારીએ પહોંચી ગયો છે. એવામાં આગામી 15 દિવસ સુધી તે ફરીથી ચાલુ થાય તેવું નથી લાગી રહ્યું. સરકાર જો આ લોકોની મદદે આવીને સ્ટાફને લાવવા સાથે ગાઈડલાઇન ફેરફાર કરે તો આ ઉદ્યોગ ફરી એકવાર ધમધમતો થઈ શકે છે, નહીં તો આ ઉદ્યોગ ફટાફટ શરૂ નહીં થાય તેવી ચિંતા આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : લૉકડાઉન ખુલતા જ સૈફ-કરીનાએ કર્યું એવી કામ કે લોકોએ ઊઠાવ્યાં સવાલ!
Published by:News18 Gujarati
First published:June 08, 2020, 14:06 pm