સુરત: રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજાર કેસમાં ઝડપાયેલા બે ડૉક્ટરને 15 દિવસ કોવિડ હૉસ્પિટલમાં સેવા આપવાની સજા

સુરત: રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજાર કેસમાં ઝડપાયેલા બે ડૉક્ટરને 15 દિવસ કોવિડ હૉસ્પિટલમાં સેવા આપવાની સજા
ફાઇલ તસવીર.

હાલ કોરોના મહામારી (Corona pandemic) વચ્ચે તબીબોની જરૂર હોવાને કોર્ટે બંને આરોપી તબીબોને કોવિડ હૉસ્પિટલ (Covid hospital)માં 15 દિવસ સેવા આપવાની શરત સાથે જામીન આપ્યા હતા.

  • Share this:
સુરત: તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat crime branch) રેમડેસિવીર ઇન્જેક્શન (Remdesivir injection)ની કાળાબજાર કરનાર છ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ચાર આરોપીને જેલ (Jail)ના હવાલે કરી દીધા હતા. હાલ કોરોના મહામારી (Corona pandemic) વચ્ચે તબીબોની જરૂર હોવાને કોર્ટે બંને આરોપી તબીબોને કોવિડ હૉસ્પિટલ (Covid hospital)માં 15 દિવસ સેવા આપવાની શરત સાથે જામીન આપ્યા હતા. જો, બંને ડૉક્ટર કોવિડ હૉસ્પિટલમાં સેવા નહીં કરે તો તેમના જામીન નામંજૂર કરવાનો આદેશ કોર્ટે કર્યો છે. રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજાર મામલે આ પ્રકારની સજા પ્રથમ વખત ફટકારવામાં આવી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે રેમડેસિવીરની કાળાબજારી કરનારા કુલ છ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં ડૉક્ટર ઉપરાંત આરોપી જેનિશ કાકડિયા, ભદ્રેશ નાકરાણી અને જૈમિશ જીકાદરાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી જૈનિશ કાકડિયા તેના સાગરિતો સાથે રેમડેસિવીર ઇન્જેકશનની કાળાબજારી કરી રહ્યો છે. આરોપી જૈનિશનો પીછો કરીને પોલીસે ત્રણ ઇન્જેક્શન કબજે લીધા હતા. આ ઇન્જેકશન ભદ્રેશ નાકરાણી પાસે 39 હજારમાં લીધા હોવાનું કબૂલ્યું હતું. આ રૂપિયા એપ્લિકેશન મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસ આગળ વધતાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.આ પણ વાંચો: સુરત: અકસ્માત બાદ 108 આવી પહોંચી પરંતુ કર્મચારીઓએ કહ્યું, 'અમે દર્દીને ક્યાં લઈને જઈએ?'

આ મામલે કોર્ટે પોતાના ચુકાદામાં ઉમેર્યું હતું કે, કોવિડ સ્થિતિમાં ડૉકટરોની અછત છે. આ સમયે જો આરોપીને જામીન પર મુક્ત કરાય તો તેઓ કોરોના દર્દીઓની સારવાર કરી શકે છે. આથી નામદાર કોર્ટે બંને ડૉક્ટરોને જેલમાં મોકલવાને બદલે સુરત હૉસ્પિટલમાં ફરજ બજાવવા માટે હુકમ કર્યો છે.

આ પણ વાંચો: રાજકોટ: ઘણા દિવસો પછી આંખો ઠરે તેવા દ્રશ્યો જોવા મળ્યા, સિવિલમાં દાખલ થવાની લાઇન ગાયબ!

ઉલ્લેખનીય છે કે હાલ કોરોના સંક્રમણના કારણે મેડિકલ સ્ટાફની પણ અછત છે. આ ડૉક્ટરોને સજાના ભાગરૂપે 15 દિવસ સુધી કોવિડ-19 હૉસ્પિટલમાં ફરજ બજાવવાની રહેશે. તેઓએ 15 દિવસ દરમિયાન કરેલી કામગીરી અંગે રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં સોંપવાનો રહેશે. આ સાથે જ કોર્ટે બંને આરોપી ડૉક્ટરોને રૂપિયા 15,000ના બોન્ડ જમા કરાવવા માટે આદેશ કર્યો છે. સાથે સાથે કેટલીક મહત્વની શરતો પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરત: માતાનું કોરોનાથી નિધન થતાં યુવાન દીકરાએ હૉસ્પિટલ પરથી પડતું મૂકીને જીવ આપ્યો


આ પણ વાંચો: સાબરકાંઠા: 'કોરોનાનું કંઈ નહીં પણ આ લોકોએ કમાવાનું કાઢ્યું છે,' પોલીસે માસ્કનો દંડ ફટકારતા આધેડ ધૂણવા લાગ્યો


કોર્ટે મૂકી શરતો

કોર્ટની શરત પ્રમાણે 15 દિવસ દરમિયાન બંને ડૉક્ટર ગુજરાતની બહાર નહીં જઈ શકે. બંનેએ એફિડેવિટમાં જે સરનામું રજૂ કર્યું છે, ત્યાં જ રહેવું પડશે. બંને સરનામું પણ બદલી નહીં શકે. આ સાથે જ રજીસ્ટર મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. કોર્ટના આદેશ બાદ બંને તબીબોએ ફક્ત 15 દિવસ જ નહીં પરંતુ જરૂર હોય ત્યાં સુધી સેવા આપવાની તૈયારી બતાવી છે.
Published by:Vinod Zankhaliya
First published:April 30, 2021, 08:41 am

ટૉપ ન્યૂઝ