અજબ દસ્તાવેજઃસબ રજીસ્ટ્રારમાં પહેલીવાર તામ્રપત્ર પર લખેલા દસ્તાવેજની નોધણી

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 27, 2017, 5:17 PM IST
અજબ દસ્તાવેજઃસબ રજીસ્ટ્રારમાં પહેલીવાર તામ્રપત્ર પર લખેલા દસ્તાવેજની નોધણી
સુરતઃ:મિલ્કતનાં દસ્તાવેજ અત્યારસુધી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર થતાં હતાં.પણ સુરતમાં આજે સબ રજીસ્ટ્રાર કચેરીમાં તામ્રપત્ર પર તૈયાર કરાયેલાં દસ્તાવેજ નોંધાયા હતાં.જે અનોખી બાબત બની રહી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 27, 2017, 5:17 PM IST
સુરતઃ:મિલ્કતનાં દસ્તાવેજ અત્યારસુધી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર થતાં હતાં.પણ સુરતમાં આજે સબ રજીસ્ટ્રાર કચેરીમાં તામ્રપત્ર પર તૈયાર કરાયેલાં દસ્તાવેજ નોંધાયા હતાં.જે અનોખી બાબત બની રહી હતી.

અત્યારસુધી ગુજરાતમાં સબરજીસ્ટ્રાર કચેરીમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં દસ્તાવેજોની નોંધણી થતી હતી.પરંતુ સુરતમાં પહેલીવાર એક એડવોકેટે તામ્રપત્ર પર લખેલાં દસ્તાવેજ નોંધાવ્યા હતાં.પહેલાનાં સમયમાં સંકેતોનાં માધ્યમથી વાતચીત કરવામાં આવતી હતી.અને તે બાદ સંપર્ક વધતાં વાતચીત માટે પામ લીપીનો ઉપયોગ શરૂ થયો હતો.

tamra patra1

તાડપત્ર પર લખવામાં આવેલાં લખાણોને વર્ષોનાં વર્ષો સુધી કોઇ અસર થતી નથી.ત્યારે ભારતીય સંસ્કૃતિ અને કલાને જીવીત રાખવા માટે તેમજ ઉજાગર કરવા માટે તામ્રપત્ર પર દસ્તાવેજ લખવાનો વિચાર સુરતનાં એક એડવોકેટને આવ્યો.ઓરિસ્સાનાં એક પરિવારની 8 મહિનાની મહેનત બાદ આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે.આ દસ્તાવેજ હાલ હનુમાન પ્રસાદ રાઠીનાં નામે થયો છે.જેઓ પોતે પ્રાચીન ચીજોનાં સંગ્રહનાં શોખીન છે.

સબ રજીસ્ટાર કચેરીમાં નોંધણી નિરિક્ષકે પણ આ દસ્તાવેજ જોઇને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.જોકે કાયદાની રીતે આ દસ્તાવેજમાં ફોટો પણ હોવાથી તેને કાયદેસર માનવામાં આવ્યું છે.તામ્રપત્રનાં આ દસ્તાવેજને સ્કેન કરીને તેને અન્ય દસ્તાવેજની જેમ જ નોંધણી થશે.આ પ્રકારનો દસ્તાવેજ સુરત કે ગુજરાતમાં નહિં પણ દુનિયામાં પહેલો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

આ પહેલાં પણ આ જ એડવોકેટ અરૂણ લાહોટી દ્રારા દેવભાષા સંસ્કૃત,રાષ્ટ્રભાષા હિન્દી,આતંરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં દસ્તાવેજ કરીને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન નોંધાવી ચુક્યા છે.જ્યારે હવે તામ્રપત્રમાં લખેલો દસ્તાવેજ પણ યુનિક બની રહેતાં તે પણ રેકોર્ડમાં સ્થાન મેળવશે તે નક્કી છે.
First published: January 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर