Home /News /south-gujarat /

સુરતમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ: ગત વર્ષે કોરોનાના કાળ દરમિયાન પણ આટલા કેસ નહોતા નોંધાયા

સુરતમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ: ગત વર્ષે કોરોનાના કાળ દરમિયાન પણ આટલા કેસ નહોતા નોંધાયા

સુરતમાં કોરોનાના કેસમાં રેકોર્ડ ઉછાળો.

સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યાં છે. ગત વર્ષે કોરોનાની મહામારી દરમિયાન પણ  સુરતમાં જેટલા કેસ નહોતાં એટલા કેસ આ વખતે નોંધાઈ રહ્યાં છે.

સુરત: સુરતમાં ગત 24 ક્લાકમાં રેકોર્ડ બ્રેક 353 પોઝિટિવ કેસ (Surat coronavirus cases) નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસોનો આંકડો વધીને 56,426 થયો છે. મૃત્યુઆંક વધીને 1,141 પર પહોંચ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 54,038 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1247 એક્ટિવ કેસ (Active cases)છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાના કેસોમાં શરૂ થયેલો વધારો હવે ઓલટાઈમ હાઈ (All time high) સુધી પહોંચી ગયો છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યાં છે. ગત વર્ષે કોરોનાની મહામારી દરમિયાન પણ  સુરતમાં જેટલા કેસ નહોતાં એટલા કેસ આ વખતે નોંધાઈ રહ્યાં છે.

ગત વર્ષે 27મી નવેમ્બરના રોજ કોરોનાના સુરતમાં ઓલટાઈમ હાઈ 238 કેસ નોંધાયા હતાં. ત્યારબાદ ગત વર્ષે આનાથી વધારે કેસ નોંધાયા નહોતાં. ત્યારબાદ કેસમાં સતત ઘટાડો જ જોવા મળ્યો હતો. જોકે, હવે ફરી ત્રણ દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં રોજ નવા વિક્રમ નોંધાઈ રહ્યાં છે. ગત તા.15મી માર્ચના રોજ સુરતમાં કોરોનાના ઓલટાઈમ હાઈ 240 કેસ નોંધાયા હતા. ત્યારબાદ ગઈકાલે તા.16મી માર્ચના રોજ કોરોનાના કેસનો નવો વિક્રમ થયો હતો અને 263 કેસ નોંધાયા હતાં. જ્યારે આજે બુધવારે તા.17મી માર્ચના રોજ સુરતમાં કોરોનાના કેસનો આંક નવો વિક્રમ સર્જી પ્રથમ વખત 300ને પાર કરી ઓલટાઈમ હાઈ 315નો નોંધાયો છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંક 43,294 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: ભાવનગર: ઉનાળાની શરૂઆતમાં જ રસ્તા પરનો ડામર ઓગળી ગયો, વાહન ચાલકો નીચે પટકાયા



અગાઉ શહેરમાં જુન-જુલાઈ માસમાં કોરોનાના સંક્રમણમાં ઉછાળો આવ્યો હતો. સાજા થનારા દર્દીઓની સંખ્યા સામે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં એક જ દિવસમાં રેકર્ડબ્રેક 315 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અઠવામાં 87 જ્યારે રાંદેરમાં 52 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: વિધાનસભા ગૃહમાં કૉંગ્રેસના ધારાસભ્યો આકરાપાણીએ, અમિત ચાવડા અને નીતિન પટેલ વચ્ચે તડાફડી

સુરતમાં હાલ 1,562 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 221 દર્દીઓ દાખલ છે. શહેરમાં બુધવારે કાપડના વેપારીઓ, રત્નકલાકાર, હીરા વેપારી, કાપડ દલાલ સહિત અનેક સંક્રમિત થયાં છે. જેમાં ખાસ કરીને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 24 અને ડાયમંડ સાથે સંકળાયેલ 11 વ્યકિતઓ સંક્રમિત થયા છે. અગાઉ ગત વર્ષે જુલાઈ માસના શરૂઆતના દિવસોમાં પ્રતિદિન 250થી વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતા. પરંતુ 300 કેસનો આંક ક્યારેય પાર થયો નહોતો.



આ પણ વાંચો: ગુજરાતમાં રસીકરણ વધારીશું, લોકો બિનજરૂરી બહાર ન નીકળે: વિજય રૂપાણી

આ મામલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, નવો સ્ટ્રેઈન વાયરસ ખૂબ જ ચેપી છે. જે ઝડપથી ફેલાય છે. જેથી શહેરીજનોએ ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે.

સુરતમાં આટલી વસ્તુઓ બંધ રહેશે

સુરતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે જેને લઈને તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાનું શરૂ કરવાનું છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા બીઆરટીએસ અને સિટી બસના તમામ રુટો બંધ કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત શહેરમાં આવેલ શાળા-કોલેજો કરુણાની એપી સેન્ટર બની છે ત્યારે સુરતમાં શાળા કોલેજો તેમજ ટ્યુશન ક્લાસ બંધ કરી શિક્ષણ ફરી online કરી દેવાયું છે. આ ઉપરાંત ગુરુવારથી ગેમ ઝોન, જીમ, ક્લબ સહિત હોટલના બેન્ક્વેટ હોલ વગેરે બંધ રાખવાનું પાલિકા દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ ઉપરાંત સાંજે સાત વાગ્યાથી શહેરમાં પાનના ગલ્લા, ચાની લારીઓ, સ્ટ્રીટ વેન્ડરોને પણ લારીઓ બંધ કરી દેવા પાલિકા દ્વારા સૂચના અપાઇ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, આરોગ્ય, સુરત, હોસ્પિટલ

આગામી સમાચાર