બળાત્કારનો ભોગ બનેલી દીકરી માટે વકીલ બની 'મા', કરાવી સારવાર

બળાત્કારનો ભોગ બનેલી દીકરી માટે વકીલ બની 'મા', કરાવી સારવાર
વકીલ પ્રતિભા દેસાઇ

ચાર વર્ષીય બાળકી પર તેનાજ પડોશી દ્વારા ફોસલાવીને ચોકલેટ આપવાની લાલચ સાથે ઘરેથી લઇ ગયો હતો. અને માસુમને હેવાનની જેમ પીંખી નાખી હતી. આજે આ ઘટનાને આટલો સમય થઇ ગયો પણ તેમ છતાં બાળકી હોસ્પિટલમાં જ છે.

 • Share this:
  આજે જ્યાં દેશભરમાં બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે ત્યારે તે પણ એક હકીકત છે કે બળાત્કારનો ભોગ બનેલી આ માસૂમ દીકરોને આ ઘટના થયા પછી પણ જીવનભર અનેક શારિરિક અને માનસિક મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. અને આવી જ કંઇ ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં પણ બની છે. ત્યારે સુરતના એક વકીલે આ બાળકીની દિકરીની જેમ સેવા કરી છે એનાથી આજે એ દિકરીએ વકીલની 'મોટી મા' કહેતી થઇ ગઇ છે.

  સુરતના ડિંડોલી વિસ્તારમાં 1 ઓકટોબર 2018ના રોજ એક ચાર વર્ષીય બાળકી પર તેનાજ પડોશી દ્વારા ફોસલાવીને ચોકલેટ આપવાની લાલચ સાથે ઘરેથી લઇ ગયો હતો. અને માસુમને હેવાનની જેમ પીંખી નાખી હતી. આજે આ ઘટનાને આટલો સમય થઇ ગયો પણ તેમ છતાં બાળકીની સ્થિતિ ગંભીર છે. બાળકીને નરાધામે એટલી ખરાબ રીતે પીખી છે આ વાત જાણીને તમારી પણ આંખમાં આંસુ આવી જાય. આજે આ ઘટનાને બે વર્ષ વિતી ગયા છે તેમ છતા પણ એ બાળકી હોસ્પિટલમાં છે. બાળકીની એવી હાલત થઇ હતી કે તેના અત્યાર સુધીમાં તેના છ જેટલા ઓપરેશન થઇ ચુકયા છે.  એક સમય તેવો હતો કે બાળકીના પરિવારે હાર માની લીધી હતી અને તેમણે આપઘાત કરવાની પણ ઇચ્છા વ્યકત કરી હતી. પરંતુ આખરે સુરતની એક મહિલા વકીલ પ્રતિભા દેસાઇ દ્વારા આ બાળકીના સારવરની જવાબદારી લેવામાં આવી હતી. માસુમના પરિવારને હાથ પકડી આ મહિલા વકીલે તેની સાર સંભાળ લેવાની શરૂઆત કરી હતી. બાળકી આજે 6 વર્ષની થઇ ગઇ છે. ત્યારે આ બાળકીને પ્રતિભાના રૂપમાં એક મા મળી છે બાળકી પ્રતિભા દેસાઇને મોટી મા કહીને સંબોધે છે.
  b\
  બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. અને રાજય સરકાર દ્વારા આ કેસને પ્રાયોરેટી આપી સ્પેશયલ ટ્રાયલ પુર્ણ કરી આરોપી રોશન ભુમીહારને 21 નવેમ્બર 2019ના રોજ જયાં સુધી શ્વાસ બંધ ના થાય ત્યાં સુધી કારાવાસની સજા આપી હતી.

  વધુ વાંચો : Corona Virus: વેક્સિનને જોઇએ છે -70 ડિગ્રી તાપમાન, સરકાર સામે કોલ્ડ સ્ટોરેજનો પડકાર

  પરંતુ આ સજા પણ બાળકીની હાલત જોઇને ઓછી લાગે તેવી છે. બાળકી હાલમાં સારવાર કરનાર ડોકટર દિપ્તી પટેલે જણાવ્યું હતું કે બાળકીના ત્રણ ઓપરેશન સ્મિમેર હોસ્પિટલ જયારે એક ઓપરેશન અમદાવાદ ખાતે થયું જયારે અન્ય બે મેજર ઓપરેશન દિપ્તી પટેલે કર્યા હતા.

  હજી બાળકીના બે ઓપરેશન બાકી છે. જેમાં એક થોડા સમય બાદ કરવામાં આવશે અને બીજું 14 વર્ષની ઉમરમાં કરવામાં આવશે. બાળકીને લઇને પ્રતિભા દેસાઇ જ દિપ્તી પટેલ પાસે ગયા હતા અને બાળકીની હાલત જોઇ તેમણે સારવારની ફી લેવાનું પણ માંડી વાળ્યું હતું. બાળકીને રજા આપવાની તૈયારી છે પરંતુ હાલમાં પણ શરીરમાં તકલીફની સાથે જ થોડા સમય તેને જીવવું પડશે.
  Published by:Chaitali Shukla
  First published:November 12, 2020, 13:38 pm