Home /News /south-gujarat /નારાયણ સાંઇને આજીવન કેદ, ગંગા, જમના અને હનુમાનને 10 વર્ષની કેદની સજા

નારાયણ સાંઇને આજીવન કેદ, ગંગા, જમના અને હનુમાનને 10 વર્ષની કેદની સજા

દુષ્કર્મ કેસમાં દોષિત નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે તેની સાધવી ગંગા જમનાને 10 વર્ષની સજા ફટકારી છે.

દુષ્કર્મ કેસમાં દોષિત નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે તેની સાધવી ગંગા જમનાને 10 વર્ષની સજા ફટકારી છે.

કિર્તેશ પટેલ, સુરત  : દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, સાથે જ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ નહીં ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારવામાં આવશે.  તો સાધ્વી ગંગા, જમુના અને સાધક હનુમાનને 10 વર્ષની સજા જ્યારે રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા ફટકારવામાં આવી છે. પીડિતાને પાંચ લાખનું વળતળ ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.

જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર વર્ષ 2002માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ 11 વર્ષ બાદ એટલે કે 2013માં થઈ હતી. ફરિયાદ બાદ નારાયણની 58 દિવસ બાદ કુરુક્ષેત્રથી ધરપકડ કરવામાં આવી હતી. નારાયણ સતત 58 દિવસ સુધી ભાગતો રહ્યો હતો. હાલ સાડા પાંચ વર્ષથી જેલમાં બંધ નારાયણ સામે ટ્રાયલ ચાલી હતી, શુકવાર તા. 26મી એપ્રિલના રોજ નારાયણ સહિત પાંચને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા અને પાંચને નિર્દોષ છોડતો હુકમ કરાયો હતો. જેમાં આજે સેશન્સ કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. નારાયણ સાંઈને આજીવન, ગંગા,જમુના અને હનુમાનને 10 વર્ષ અને રમેશને 6 માસની સજા ફટકારવામાં આવી છે. જ્યારે નારાયણ સાંઈને 1 લાખ અને ગંગા,જમુના અને હનુમાનને 5000 હજાર અને રમેશને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ નારાયણ સાંઇને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જે બાદમાં કોર્ટ રૂમમાં સરકારી અને નારાયણ સાંઇના વકીલો વચ્ચે સજા માટે દલીલો શરૂ થઈ હતી.

કોર્ટ રૂમમાંથી અપડેટ્સ :

  • નારાયણ સાંઇ ઉપરાંત કોર્ટમાં સાંઇની સેવિકા ગંગા અને જમુના, સેવક હનુમાન અને રમેશ મલ્હોત્રા પણ હાજર છે.

  • નારાયણ સાંઇના વકીલે કોર્ટમાં દલીલ કરી કે સાધિકાને પૂરી રાખવામાં આવી ન હતી, તે આશ્રમમાં ક્યાક પણ જવા મુક્ત હતી.

  • વકીલોની દલીલ વચ્ચે નારાયણ સાંઇને લખવા માટે પેન અને કાગળ અપાયા હતા.

  • બચાવ પક્ષે કોર્ટમાં જૂના જજમેન્ટ રજૂ કર્યા. દલીલ કરી કે પીડિતા નારાયણ સાંઇની કસ્ટડીમાં ન હતી.

  • સાંઇ પાંચ વર્ષથી જેલમાં હોવાથી તેને ઓછામાં ઓછી સજા થાય : નારાયણ સાંઇના વકીલની દલીલ

  • ઘટના બની ત્યારે આરોપી પરિપક્વ હતો, તે ધર્મના નામે ઉપદેશ આપતા હતા. - સરકારી વકીલની દલીલ

  • સરકારી વકીલે સાંઇને વધારે સજા થાય તે માટે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ટાંક્યા

  • ગુનાની ગંભીરતા અને સમાજ પર તેની અસરને જોતા વધારેમાં વધારે સજા થાય - સરકારી વકીલની દલીલ


નારાયણ સાંઇને  26મી એપ્રિલે દોષિત જાહેર કરાયો હતો

નારાયણ સાંઇ સહિત પાંચ લોકોને 26મી એપ્રિલના રોજ બળાત્કાર કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ સજા માટે 30મી એપ્રિલ તારીખ જાહેર કરવામાં આવી હતી. નારાયણને દોષિત જાહેર કરાયા બાદ તેની બેરેક બહાર સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. હાલ તેનો કેદી નંબર સી-6 છે. ઉલ્લેખનીય છે કે સજાની જાહેરાત બાદ નારાયણ સાંઇને પાકા કામનો કેદી ગણવામાં આવશે. જે બાદમાં તેને જેલના અન્ય કેદીઓની જેમ કામ આપ આપવામાં આવશે.

કેસ અંગે વિગત આપતા સરકારી વકીલ જણાવ્યું હતું કે, આ કેસમાં સાંઈ ઉપરાંત તેના મદદગાર ગંગા, જમના, હનુમાન અને રમેશ રાજકુમાર મલ્હોત્રાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સરકાર તરફથી 53 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા, જ્યારે સામે પક્ષે 43 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં હજારો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા.

નારાયણ સાંઈ સામે કઈ કઈ કલમો લગાવવામાં આવી?

સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે નારાયણ સાંઈ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 C, 377, 354, 323, 504, 506, 120 B, અને 114 લગાડવામાં આવી છે. ગંગા અને જમના સામે કલમ 120 પ્રમાણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. ગંગા-જમનાને પણ મુખ્ય આરોપી જેટલી જ સજા ફટકારવામાં આવશે. સાંઈને જે કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ ઉંમરકેદની સજાની જોગવાઈ છે.

પાંચને દોષિત જાહેર કરાયા

આ કેસમાં કુલ 11 આરોપી સામે કેસ ચાલ્યો હતો. જેમાંથી કોર્ટે પાંચને દોષિત જાહેર કર્યા હતા, તેમજ બાકીના આરોપીઓને નિર્દોષ થોડી દીધા હતા.

રમેશ રાજકુમાર મલ્હોત્રા પર શું આરોપ?

સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ સામે જ્યારે બળાત્કારની ફરિયાદ આપી હતી ત્યારે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ સમયે રમેશ રાજકુમાર મલ્હોત્રા ડ્રાઇવર તરીકે સતત તેની સાથે રહ્યો હતો.

ગંગા જમનાનો રોલ શું હતો?

ગંગા અને જમના નારાયણ સાંઈની મુખ્ય મદદગાર હતી. બંને સામે પણ મુખ્ય આરોપી સાંઈ જેટલો જ ગુનો લાગશે. નારાયણ સાંઈ જે યુવતીને પસંદ કરતો તેનું બ્રેઇનવોશ કરવાનું કામ ગંગા અને જમના કરતી હતી. એટલું જ નારાયણ સાંઈ સામે ફરિયાદ આપનારી પીડિત યુવતી જ્યારે પોતાના ઘરે જવા માંગતી હતી ત્યારે ગંગા અને જમનાએ તેને રૂમમાં પૂરી દીધી હતી, તેમજ માર માર્યો હતો.

હનુમાન સામે શું આરોપ?

હનુમાન નારાયણ સાંઈનો મુખ્ય મદદગાર હતો. બનાવના દિવસે હનુમાન પીડિતાને આશ્રમના દરવાજાથી નારાયણ સાંઈની કુટિર સુધી લઈ ગયો હતો. હનુમાન છેક સુધી નારાયણ સાંઈની સાથે હતો. તે સાંઈના મદદગાર તરીકે કામ કરતો હતો.

આ કેસમાં નેહા દિવાન અને અજય દિવાનને કોર્ટે છોડી મૂક્યા છે. નારાયણ સાંઈ જે ગાડીમાંથી મળ્યો હતો તે નેહા અને અજય દિવાનના નામે નોંધાયેલી હતી.
First published:

Tags: Asaram bapu, Rape-case, નારાયણ સાઇ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો