સુરતના (Surat) શહેરના સલાબતપુરા (Salabatpura) વિસ્તારમાં રહેતી એક કિશોરીને માતા-પિતાના (Parents) મૃત્યુ બાદ પડોશમાં રહેતા તેના માસાએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. તેમજ તેને ગર્ભવતી બનાવી હતી. નાદાન કિશોરીએ બાળકીને જન્મ આપ્યો હતો. કિશોરી સાથેના આ દુષ્કર્મ (Rape) કેસમાં કોર્ટે માસાને સજા ફટકારી હતી. સેશન્સ કોર્ટે આરોપી માસાને આજીવન કેદની સજા આપતો હુકમ ફરમાવ્યો છે. સાથે જ કોર્ટે માનવતા દાખવીને ભોગ બનનાર પીડિતાને 10 લાખની સહાય અને આરોપીને 7 હજારનો દંડ ફટકાર્યો છે.
એક વર્ષ અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનની (Salabatpura Police station ) હદમાં માતા-પિતાના મૃત્યુ બાદ 14 વર્ષની કિશોરી મજૂરી કરી પેટિયું રળી ખાતી કિશોરી રહેતી હતી. આ કિશોરીની એકલતાનો લાભ લઇ પાડોશમાં રહેતા માસા શૈલેષ મગનભાઈ રાઠોડએ એની ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે આખી ઘટના 7 મહિના બાદ કિશોરીનું પેટ બહાર આવતા જોઈ ગયેલા પિતરાઈએ સિવિલમાં તપાસ કરાવતા કિશોરીને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.
જેથી તાત્કાલિક પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પીડિત કિશોરીએ માસા બળજબરીથી ગંદુ કામ કરતા હોવાનું અને પોતાની વાસના સંતોષતા આવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે શૈલેષ રાઠોડની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી કિશોરીને ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો.
" isDesktop="true" id="1099525" >
દુષ્કર્મ પ્રકરણમાં પીડિત કિશોરીએ સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપતા પોલીસે DNA તપાસ કરાવી હતી. DNA રિપોર્ટ આવી ગયા બાદ આજે સુરત સેશન્સ કોર્ટેમાં આ કેસનો ચુકાદો આવ્યો હતો. સરકારી વકીલ કિશોર રેવલિયાની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓને ધ્યાનમાં લઇને કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા અને 7 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
એટલું જ નહીં પણ ભોગ બનનાર પીડિત કિશોરીને 10 લાખ આપવા જણાવ્યું હતું. નજીકના સગાઓ દ્વારા જ્યારે આવી ઘટનાને અંજામ આપવામાં આવે છે ત્યારે બળાત્કાર માત્ર શારિરિક નહીં પરંતુ માનસિક પણ હોય છે એવુ પણ કોર્ટે જણાવ્યું હતું.