Home /News /south-gujarat /

સુરત : ધંધાની લેતી દેતીનો બદલો! સાળા-બનેવીએ પૂર્વ ભાગીદાર દીકરીને ઉપાડી જઇ દુષ્કર્મ કર્યાની ફરિયાદ

સુરત : ધંધાની લેતી દેતીનો બદલો! સાળા-બનેવીએ પૂર્વ ભાગીદાર દીકરીને ઉપાડી જઇ દુષ્કર્મ કર્યાની ફરિયાદ

ગડોદરા પોલીસ સ્ટેશન

Surat rape Case : પીડિતાની માતાએ લિંબાયત (Limbayat Police0 અને ગોડાદરા પોલીસ (Gadodara Police) માં આ મામલે અરજી કરી હોવા છતાં કોઇ કાર્યવાહી નહી થતા આખરે કોટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોર્ટ (Surat Court) ના આદેશ બાદ પોલીસે ગુનો નોંધ્યો

વધુ જુઓ ...
સુરત : શહેરમાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાગીદારીમાં ધંધો કરતા પાર્ટનરને પૈસાની લેતી દેતીમાં વાંધો પડ્યા બાદ તેનો બદલો લેવા એક પાર્ટનરે બીજા પાર્ટનરની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. કોર્ટના આદેશ બાદ ગોડાદરાના સાળા-બનેવીએ ગત વર્ષે ગણપતિનો પ્રસાદ લેવા નીકળેલી મહિલાની પુત્રીનું અપહરણ કરી એક કારખાનામાં ગોંધી રાખી દુષ્કર્મ કર્યું હોવાનો ગુનો નોંધાયો છે.

મળતી વિગતો પ્રમાણે લિંબાયત ખાતે રહેતા ૪૦ વર્ષીય નીતાબેન (નામ બદલ્યું છે) લેસપફ્ડીનું કામ કરે છે. પંકજ સોની સાથે અગાઉ ભાગીદારીમાં લેસપફીનો ધધો કરતા હતા. બાદમાં તેઓ છૂટા પડી જતા નીતાબેનને પ લાખ રૂપિયા લેવાના બાકી નીકળતા હતા. જે લેતી-દેતી મુદ્દે તેઓનો વિખવાદ ચાલતો હતો. ત્યારબાદ નીતાબેને અન્ય વ્યક્તિ સાથે ધંધો શરૂ કરી દેતા પંકજે ધાકધમકી આપી હતી. આ દરમિયાન ગત વર્ષે ગણપતિ મહોત્સવ વખતે નીતાબેનની ૧ ૭ વર્ષીય પુત્રી ગણપતિનો પ્રસાદ લેવા નીકળ્યા બાદ ગૂમ થઈ ગઇ હતી.

દોઢેક મહિના બાદ તેમની પુત્રી નારી સંરક્ષણ ગૃહમાં હોવાની જાણ થઇ હતી. તેમએ દીકરીને ઘરે લાવી પૂછપરછ કરતા બે યુવકોએ પાછળથી આવી રૂમાલથી તેણીનું મોઢુ દબાવી અર્ધબેહોશ કરી એક કારખાનામાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચોસુરતમાં કરૂણ ઘટના : પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, દીકરા-દીકરીને મુકી નાસી છૂટયો

મહત્વની વાત એ છે કે, નીતાબેને લિંબાયત અને ગોડાદરા પોલીસમાં આ મામલે અરજી કરી હોવા છતાં કોઇ કાર્યવાહી નહી થતા આખરે કોટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોર્ટના આદેશ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. પંકજ ઉર્ફે સંદિપકુમાર મંગલપ્રસાદ સોની અને તેના સાળા રજનીશ સોની (બંને રહેકલ્પના નગર, ગોડાદરા) સહિત ચાર જણા સામે સગીન આક્ષેપો કરાયા હતા.
કોર્ટે આ મામલે ગુનો નોંધી તપાસનો આદેશ આપતા ગોડાદરા પોલીસે સાળા-બનેવી સામે ગુનો દાખલ કર્યો હતો. અને આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે આ મામલે ફરિયાદી દ્વારા અવારનવાર ફરિયાદ કરવા છતાં પોલીસે ફરિયાદ ન લેતા આખરે ફરિયાદીએ કોટમાંથી આદેશ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી, હવે જોવાનું રહ્યું આરોપી ક્યારે પોલીસ પકડવા આવે છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat crime news, Surat Latest News, Surat news, સુરત, સુરત પોલીસ, સુરત સમાચાર, સુરતના સમાચાર

આગામી સમાચાર