Home /News /south-gujarat /સુરત: બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં નવો વળાંક

સુરત: બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં નવો વળાંક

આરોપી હર્ષસાઇ ગુર્જર

    સુરતનાં પાડેસરમાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવેલા હર્ષસાઈ ગુર્જરે હવે તેના પિતરાઈ પર બાળકી અને તેની માતાની હત્યા કર્યાનો આરોપ લગાવ્યો છે. હર્ષસાઈનો પિતરાઈ હરિઓમ હાલમાં પોલીસ પકડથી દૂર છે. પોલીસે હર્ષસાઈના આરોપ બાદ તેના પિતરાઈ હરિઓમની ધરપકડ અને પૂછપરછ કરવાની ગતિવિધી તેજ કરી છે. પોલીસે આ કેસમાં હાલ બે લોકો હરિઓમ ગુર્જર અને કુલદીપ નામના વ્યક્તિની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

    મહિલા બાળકીની માતા હોવાનું DNA રિપોર્ટમાં ખુલાસો

    સુરતમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી તેની સાથે બાળકીનો ડીએનએ રિપોર્ટ મેચ થઈ ગયો છે. આથી જે બંને માતા-પુત્રી હોવાનું સાબિત થયું છે. જોકે, હજી સુધી બાળકી અને તેની માતા કયા રાજ્યની છે, તેમજ સુરત કેવી રીતે પહોંચી તે અંગે તપાસ ચાલી રહી છે. આ કેસમાં પોલીસે હરસાઈની પત્નીની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ એવું માની રહી છે કે તેની પત્ની રમાદેવી બાળકી તેમજ તેની માતાની હત્યા અંગે તમામ હકીકતથી વાકેફ હતી.

    બાળકીએ માતાની હત્યા કર્યાનું પાડોશીઓને કહેતા હત્યા

    પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીની માતાની હત્યા બાદ આશરે 14 દિવસ સુધી બાળકી હરસાઈના ઘરે જ રહી હતી. આ દરમિયાન બાળકીએ પાડોશીએ સહિત લોકોને તેની માતાની હત્યાની વાત કરતા ગુસ્સેભરાયેલા હસસાઈએ તેની હત્યા કરી નાખી હતી.

    લગ્નની જીદના કારણે કરી હતી માતાની હત્યા

    સુરત રેપ કેસમાં ક્રાઇમ બ્રાંચે આરોપીની પૂછપરછ કરતા તેણએ કબૂલ્યું હતું કે માતાએ લગ્નની જીદ કરી હતી તેના કારણે તેની હત્યા કરી હતી. માતાની હત્યા પછી બાળકી પર અનેકવાર દુષ્કર્મ કર્યું હતું.

    કોણ છે મુખ્ય આરોપી?

    મુખ્ય આરોપી હર્ષ ગુર્જર મૂળ રાજસ્થાનનો વતની છે. સુરતમાં તે પોતાના ભાઈ સાથે કન્ટ્રક્શનનું કામ કરતો હતો. 27 વર્ષીય હર્ષ પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. હર્ષ બાળકી તેમજ તેની માતાને રાજસ્થાનથી પોતાની સાથે લાવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા બાળકીની માતા ગુમ થઈ જતાં તે બાળકીને પોતાની સાથે ઘરે લઈ ગયો હતો. જ્યારે પોતાની હવસનો શિકાર બનાવીને તેની હત્યા કરીને ફેંકી દીધી હતી. આ કેસમાં પોલીસે જીણવટભરી તપાસ શરૂ કરતા તે પોતાના પરિવાર સાથે રાજસ્થાન જતો રહ્યો હતો.

    કેવી રીતે ઝડપાયો?

    પાંડેસરાની બાળકીનો કેસ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ સુરત પોલીસની મદદે આવી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચે કેસને ઉકેલવા માટે પાંડેસરામાં ઘટનાસ્થળની આસપાસના વિસ્તારના 250 જેટલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાં પોલીસે શંકાસ્પદ લાગતી કાર્સની એક યાદી તૈયારી કરી હતી. પોલીસને એક ફૂટેજમાં એક કાળા કલરની શેવરેલોટ સ્પાર્ક કારને ટ્રેક કરી હતી. બાદમાં કારના માલિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન કારના માલિકે પોતાની કાર તેના મકાન હરિસિંહનો ભાઈ હર્ષ ગુર્જર લઈ ગયાનો ખુલાસો થયો હતો. બાદમાં ક્રાઇમબ્રાંચે રાજસ્થાન પોલીસને જાણ કરતા હર્ષની ગુર્જરની ધરપકડ કરવામાં આવી હતી.

    શું છે આખો બનાવ?

    6 એપ્રિલના રોજ પોલીસને પાંડેસરા વિસ્તારમાંથી એક 11 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસમાં માલુમ પડ્યું હતું કે આ બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારાઓને શોધવા માટે 100થી વધારે પોલીસકર્મીઓ તેમજ અલગ અલગ એજન્સીઓને કામ લગાડવામાં આવી હતી. આ કેસને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ સુરત પહોંચી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन