કિર્તેશ પટેલ, સુરતઃ સુરત (surat) આમતો સ્વચ્છતા માટે દેશ ભરમાં જાણીતું છે ત્યારે આજ રોજ કેન્દ્ર સરકાર (Central government) દ્વારા સ્વચ્છ રૅલવે સ્ટૅશનોની (Railway station) યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સુરત રૅલવે સ્ટૅશનને નોન સબર્બનની ગ્રુપની યાદીમાં પહેલો ક્રમ આપવામાં આવ્યો હતો. તે સુરત શહેરને ફરી એક વાર ગૌરવ અપાવ્યું છે.
સુરત શહેર એક સમયે ગંદકી માટે જાણીતું હતું પણ છેલ્લા લાંબા સમયથી પોતાની સ્વચ્છતા માટે દેશ સાથે વિદેશના પણ જાણીતું છે. સુરતને સ્વ્ચ્છરાખવા માટે ખાસ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે છે. સુરતની સફાઈ જોવા દેશ અને વિદેશમાંથી અનેક લેડિકેશન સુરતની મુલાકાત લઇ ચૂકયા છે ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ ગાંધી જન્મ જ્યંતી નિમિતે દેશના સ્વચ્છ રૅલવે સ્ટૅશનની યાદી જાહેર કરવામાં આવી છે.તેમાં સુરત મેદાન મારી જઈને પ્રથમ સ્થાન મેળવ્યુ છે.
જોકે સુરત રૅલવે સ્ટૅશન 2016માં પ્રથમ ક્રમે આવ્યું હતું. બાદમાં ક્રમશઃ પાછળ ધકેલાઈ રહ્યું હતું. 2019ના સર્વેક્ષણ દરમિયાન મુસાફરોના ઓપિનિયન લેવાયા હતા સાથે જ રૅલવે સ્ટૅશનનો પણ સર્વે કરાયો હતો. જેમાં 18 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
દેશના અન્ય રૅલવે સ્ટૅશનની જેમ પોતાના કામ બાબતે ખરું ઉતરતા તેને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે. સુરતનું રૅલવે સ્ટૅશન ખુબજ વસ્ત રૅલવે સ્ટૅશન છે. અહીંયા દિવસ અને રાત્રે મુસાફરો મોટી સંખ્યામાં મુસાફરી કરવા માટે આવતા હોય છે. ત્યારે રૅલવે સ્ટૅશન ને સ્વચ્છ રાખવા દિવસ અને રાત્રે પણ અહીંયા સફાઈ કરવામાં આવે છે.
જોકે સર્વે સમયે લોકો સાથે વાત કરતા સુરત તેલવે સ્ટેશન થતી સફાઈથી લોકો ખુશ છે તે વાત સર્વેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે સ્વચ્છતાને લઈને રેલવે તંત્ર દ્વારા સતત મેહનત કરવામાં આવી હતી. દેશમાં સુરત રૅલવે સ્ટૅશનનો પ્રથમ નામ આવતા આ રેલવે સાથે સુરતના લોકો માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર