સુરતમાં ભાઈ જ ભાઈનો હત્યારો બન્યો, રાંદેરના સનસનીખેજ હત્યા કેસનો ભેદ ઉકેલાયો

News18 Gujarati
Updated: November 16, 2019, 4:24 PM IST
સુરતમાં ભાઈ જ ભાઈનો હત્યારો બન્યો, રાંદેરના સનસનીખેજ હત્યા કેસનો ભેદ ઉકેલાયો
સુરત પોલીસે હત્યા કેસના આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસે રાંદેરમાં થયેલા મર્ડર કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી, એમ.ડી. ડ્રગ્સના કેસમાં હત્યા કરાવી હોવાનું ખુલ્યું

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરત (Surat)માં હત્યાનો સીલસીલો યથવાત રહ્યો છે. શહેરના રાંદેર (Rander)માં થયેલ એક યુવકની હત્યા (Murder)ના કેસમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે (Police)વધુ પાંચ હત્યારાની (Accused) ધરપકડ કરી છે. મરનાર યુવક તેના મોટા ભાઈ એમ.ડી.ડ્રગ્સ અંગેની બાતમી પોલીસને આપતો હોવાના વહેમ રહેસી નાખ્યો હતો.

બનાવની વિગત એવી છે કે સુરતના (Surat)ના રાંદેર વિસ્તારમાં સગા મોટા ભાઈએ નાના ભાઈને મોતને ઘાટ ઉતારી અને આરોપી બન્યો છે. સગો ભાઈ પોલીસ ને બાતમી આપતો હોવાથી મૃતક આરીફને તેના જ સગા ભાઈ અને સાગરીતો મળીને ચપ્પુનાં ઘા મારીને મોત ને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના કેસમાં શરૂઆતમાં રાંદેર પોલીસે આગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે આ કેસના કેસમાં મુખ્ય આરોપી મોટો ભાઈ સહિત અન્ય ૫ સાગરીતો પકડવાના બાકી હતી ત્યારે બાતમીના આધારે આ હત્યાના કેસમાં વધું પાંચ આરોપીઓને ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

આ પણ વાંચો :  નિત્યાનંદ આશ્રમ : 'પિતાજી, અમે સ્વામીજી સાથે વિશ્વની સૌથી શ્રેષ્ઠ જિંદગી જીવી રહ્યા છીએ'

આ હત્યા કેસમાં પ્રથામિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે 15 દિવસ પહેલાં આરીફ અને અલ્તાફ વચ્ચે મોટો ઝઘડો થયો હતો. ત્યારબાદથી બંને વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા. જોકે, અલ્તાફ આરીફને મોતને ઘાટ ઉતારવાનું પગલું ભરશે તેવું તેણે વિચાર્યું ન હતું.પણ આખરે બંને ના ઝગડામાં હત્યા થઈ.સુરતના રાંદેર વિસ્તાર માં ખાનગી રાહે MD ડ્રગ્સનો વેપાર મોટા પ્રમાણ માં થઈ રહ્યો છે જે પોલીસ માટે મોટી ચેલેન્જ છે. મામલો MD ડ્રગ્સનો હોવાથી રાંદેર પોલીસે તાત્કાલિક પગલાં ભરી હત્યામાં સામેલ 4 ઇસમોની ધરપકડ કરી લીધી અને જેલ હવાલે કરી દીધા હતા.

આ પણ વાંચો :  જીવતાજીવ સમાધિ લેવાની વાત કરતો કાંતિલાલ માનસિક બીમાર છે : વિજ્ઞાનજાથા

જોકે પોલીસે આ મામલે વધુ 5 આરોપીની આજરોજ ધરપકડ કરી છે પણ સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે જે લોકો માટે અને પોલીસ માટે ગંભીર બાબત કહેવાય જે માટે પોલીસે કાંઈ અલગ થઈ પ્લાન કરવો જરૂરું દેખાય છે.ત્યાં પાછળનું મુખ કારણ MD ડ્રગ્સ જ છે જે મામલે ઘણા સમયથી બંને લોકો સાં સામસામે ઝગડા ચાલી રહ્યા હતા.પોલીસે આજરોજ ઝડપી પાડેલ આરોપી

2 રાસીદખાન ઉર્ફે તોડુ મેહબુબખાન પઠાણ,

2. અલ્લારખ્ખા ઉર્ફે લાલા

3 મોહમદ શફી બરફવાલા,

4. સાહિલ સૈયદ અલ્તાફ સૈયદ,

5 શમશેર મોહમદ અલી પઠાણ,
First published: November 16, 2019, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading