Home /News /south-gujarat /સુરત : રહસ્યમય ફીણથી ઊભરાઈ ગઈ ખાડી! લોકોમાં ગભરાટ, Video થયો Viral

સુરત : રહસ્યમય ફીણથી ઊભરાઈ ગઈ ખાડી! લોકોમાં ગભરાટ, Video થયો Viral

અર્ચના ખાડીમાં રહસ્યમય ફીણા નીકળતા કુતુહૂલ

સુરત મહાનગરપાલિકાએ વરાછાના વિસ્તારમાં જોવા મળેલા આ રહસ્યમય ફીણ અંગે ફોડ પાડ્યો

સુરતમાં (Surat) ખાડીમાં (Drainages) ફીણનાં મોટા ઢગ જોવા મળતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. પુણા વિસ્તારમાં આવેલી અર્ચના ખાડીની (Archana Khadi Surat) બાજુમાં આવેલી સોસાયટી નજીક જ ખાડી પડતી હોવાથી ત્યાં ફીણનાં ઢગલેઢગલા જોવા મળી રહ્યા છે. લોકોમાં પાણીને કારણે રોગચાળો ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે. જો કે આ કામ ચલાઉ સમસ્યા છે અને ખાલીનું કામ પૂરું થતાં આ સમસ્યા દૂર થઈ જશેનું પાલિકા તંત્ર જણાવી રહી છે.

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલી કેટલીક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ફીણના ઢગ જોવા મળી રહ્યા છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું પાણી નો પ્રવાહ અટકતા આ પ્રકારની સમસ્યા થઈ રહી છે. ડગલે બંધ ફીણનાં કારણે લોકોમાં ગભરાટ છે.



જોકેપાલિકા તંત્ર કહે છે આ કામ ચલાઉ સમસ્યા છે અને ખાલીનું કામ પૂરું થતાં આ સમસ્યા દૂર થઈ જશે. વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં અર્ચના ખાડી ની બાજુમાં હરિધામ સોસાયટી આવી છે. આ સોસાયટી બરોબર ખાડીના કિનારે આવેલી છે.

આ પણ વાંચો :  સુરત : ફેશન ડિઝાઇનર યુવતીએ પોલીસ મથકને બાનમાં લીધું, ટીંગાટોળી કરી લઈ જવી પડી!

છેલ્લા કેટલાક દિવસથી ખાડી ની ઉપર ફીણનાં ઢગલેઢગલા જોવા મળી રહ્યા છે. આ ફીણનાં ઢગલા મોટી માત્રામાં હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઇ રહ્યો છે. લોકોમાં એવો ગભરાટ છે કે આ પાણીને કારણે રોગચાળો ફેલાઇ શકે છે. જોકે પાલિકા તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ગભરાટ ની વાત નથી.

આ પણ વાંચો :  વલસાડ : દમણથી દારૂ ઘૂસાડવાનો નવો પેતરો! દારૂ સંતાડવાની જગ્યા જોઈ પોલીસ આશ્ચર્યમાં!

મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી છે અને ટ્રિટ કરેલું પાણી છે. હાલમાં ખાડી ડેવલોપમેન્ટ નું કામ ચાલી રહ્યું છે. આ ખાડીને પેક કરીને તેના પર રોડ અને બ્યુટીફીકેશન નું કામ થશે.આ કામગીરીને પગલે ખાડીમાં માટીપુરાણ કરીને ખાડીના રસ્તાને સાંકડો અને ઊંડો કરવાની કામગીરી ચાલે છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પ્રોસેસ કરેલું પાણી છોડાય છે. ખાડી નું મુખ નાનું થતાં આ પ્રકારનું ફીણ જોવા મળે છે. જોકે આનાથી કોઈના આરોગ્યને ખતરો નથી.
First published:

Tags: Surat news, Surat Viral videos