સુરત : રેલવે પોલીસની દાદાગીરી! ટિકિટની કાળાબજારીમાં RPFની મિલિભગતનો આક્ષેપ


Updated: May 22, 2020, 8:01 PM IST
સુરત : રેલવે પોલીસની દાદાગીરી! ટિકિટની કાળાબજારીમાં RPFની મિલિભગતનો આક્ષેપ
સુરત રેલવે પોલીસની દાદાગીરી!

આજથી દેશ ભરમાં રિઝર્વેશન સેન્ટરો શરૂ થયા છે ત્યારે, રેલવે પોલીસ કેમ કોઈને રેલવે સ્ટેશન નથી આવવા દેતી તે જાણવાનો પ્રયાસ કરતા રેલવે અધિકારીઓ ભડકી ઉઠ્યા

  • Share this:
સુરત : કોરોના વાઇરસને લઈને એક બાજુ લોકડાઉન ચાલે છે ત્યારે સુરતમાં રહેતા શ્રમિકોને વતનમાં મોકલવાને લઇને કળા બજારી સામે આવતા રેલવે RPF પોલીસે પોતાની બદમાની અને કૌભાંડ બહાર આવતાની સાથે જ પોતાની દાદાગીરી પર ઉતરી આવી હોવાનું સામે આવ્યુ છે. આજથી દેશભરમાં રિઝર્વેશન સેન્ટર લોકો માટે ખુલ્લા કરવામાં આવ્યા છે ત્યારે, સુરતમાં લોકોને કોરોનાની ગાઈડ લાઇન બતાવી અંદર આવતા પોલીસે અટકાવ્યા હતા અને જયારે આ મામલે ન્યૂઝ 18 ગુરાતીની ટિમ દ્વારા પૂછવામાં આવતા અહીંયા કોઈ પણ વ્યક્તિને આવવા પર પ્રતિબંધ હોવાનું કહીને પોતાની મનમાની કરતા નજરે ચઢ્યા હતા.

કોરોના વાઇરસને લઇને સુરતમાં રોજી રોટી માટે સ્થાઈ થયેલા લોકોને સરકાર દ્વારા તેમના વતન મોકલવા માટે ખાસ ટ્રેન દોડવામાં આવી રહી છે ત્યારે આ શ્રમિકોને આપવામાં આવતી ટિકિટમાં કાળાબજારી થતી હોવાના કિસ્સા સામે આવતા સુરત રેલવે પોલીસ અને સુરત રેલવે RPF પોલીસ પણ કાળાબજારીમાં સાથે મળીને કૌભાંડ કરતી હોય તેવી વિગત સામે આવતાની સાથે આ બંને પોલીસના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાનો મનસ્વી કાયદો બનાવી દાદાગીરી શરુ કરી હતી.

તમને જણાવી દઈએ કે, આજથી દેશ ભરમાં રિઝર્વેશન સેન્ટરો શરૂ થયા છે ત્યારે સુરતમાં રહેતા અને વતન જવા માંગતા લોકો સવારથી રિઝર્વેશન કરવા માટે સુરત રેલવે સ્ટ્રેશન ખાતે પહોંચી ગયા હતા, પણ અહીંયા તો પોલીસે પોતાની દાદાગીરી કરીને કોઈને અંદર જ ન આવવા દેતા, આ બાબતે ન્યૂઝ 18 ગુજરાતીએ સાચી હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે પહેલા મીડિયા કર્મીને પણ અટકાવ્યાં અને અહીંયા મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ હોવાની જણકારી આપી હતી.

એટલું જ નહી સાચી હકીકત જણાવવાને બદલે, મીડિયાને કાયદાની બીક પણ બતાવામાં આવી. મીડિયા દ્વારા ફરજ પર રહેલા અધિકારીઓને પુછ્યું કે, આ શ્રમિકો ટિકિટ બુકિંગ માટે આવ્યા છે તેમને અંદર કેમ જવા દેવામાં આવતા નથી, તો તુરંત અધિકારીઓ ભડકી ગયા હતા, અને અમારા વિરુદ્ધ કાયદકીય પગલાં ભરવાની ચીમકો આપી હતી. ખુદ અધિકારીઓ જ સોશિયલ ડિસ્ટન્સની ગાઈડ લાઇનનો અમલ પણ નહિ કરતા અધિકારીઓ પોતાનું કૌભાંડ બહાર ન આવે તે માટે મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, સુરતથી દરરોજ 20 ટ્રેન શ્રમિકોને લઇને નીકળે છે, ત્યારે ચોક્કસ કહેવાય કે, આ શ્રમિકો વધુ રૂપિયા પડાવી ટિકિટ આપવામાં આવે છે, તેમાં રેલવે પોલીસની પણ ભૂમિકા હોવાનો થઈ રહ્યો છે આક્ષેપ.
First published: May 22, 2020, 5:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading