સુરત : મુસાફર ટ્રેન શરૂ થયાના પ્રથમ દિવસે રેલવેએ ક્ષમતા કરતા વધારે ટિકિટ આપી, અનેક શ્રમિકોને પાછા કાઢ્યાં


Updated: June 1, 2020, 3:11 PM IST
સુરત : મુસાફર ટ્રેન શરૂ થયાના પ્રથમ દિવસે રેલવેએ ક્ષમતા કરતા વધારે ટિકિટ આપી, અનેક શ્રમિકોને પાછા કાઢ્યાં
ક્ષમતા કરતા વધારે ટિકિટ આપી મુસાફરોને પરત મોકલાયા.

ટિકિટ સાથે રેલવે સ્ટેશન પહોંચેલા અને શ્રમિકોને રેલવે સ્ટેશન પરથી પરત મોકલાયા, ટિકિટ પર વેઇટિંગ લખી દેવાયું.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઇને ચાર તબક્કાના લૉકડાઉન (Lockdown)બાદ આજથી અનલોક 1.0 (Unlock 1.0) લાગૂ કરવામાં આવ્યું છે. જેમાં બસ-ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. સુરત આજે પહેલી ટ્રેન માટે મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી. જોકે, અહીં પહોંચેલા અમુક મુસાફરોને રેલવે તંત્રનો કડવો અનુભવ થયો હતો. આ લોકોને ટિકિટ છતાં કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે મુસાફરોની સંખ્યા થઈ ગઈ છે. આથી તેમની ટિકિટ પર વેઇટિંગ લખીને તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ રીતે ઘણા લાંબા સમયથી ઘરે જવાની રાહ જોઈ રહેલા શ્રમિકો અટવાયા હતા.

ટ્રેનમાં જગ્યા નક્કી હોવા છતાં વેઇટિંગ ટિકિટ આપી દેવામાં આવી

જે લોકો ટિકિટ લઈને રેલવે સ્ટેશન પહોંચ્યા હતા તેમની પાસે વેઇટિંગની ટિકિટ હતી. સરકારે જ્યારે આદેશ કર્યો છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ ટ્રેન દોડાવવી. તેમજ ટ્રેનમાં ક્ષમતા કરતા વધારે ટિકિટ ન આવતી છતાં અનેક લોકોને વેઇટિંગ ટિકિટ આપી દેવામાં આવી હતી. આ તમામ લોકો ટિકિટ મળ્યાની ખુશીમાં રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા.કોરોના વાયરસને લઇને ચાલી રહેલા લૉકડાઉન બાદ આજે અનલોક 1.0માં દેશભરમાં ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. સુરત આજે પહેલી એક્સપ્રેસ ઉત્તર પ્રદેશ જવાની હોવાથી લોકોએ ટિકિટ બુક કરાવી હતી. આ ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પાંડેસરા વિસ્તારમાં રહેતા કેટલાક શ્રમિકો ટિકિટ બુક કરાવી પોતાનું ભાડાનું મકાન ખાલી કરીને સમાન સાથે સ્ટ્રેશન આવ્યા હતા. જોકે, ટ્રેનમાં મુસાફરો ભરાઈ જતાં આ તમામ શ્રમિકોને તેમની ટિકિટ પર વેઈટિંગ લખીને સ્ટેશન પરથી બહાર કાઠી મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : "સારી દુનિયા કા બોઝ હમ ઉઠાતે હૈ" પરંતુ અમારો બોઝ કોણ હળવો કરશે?તંત્ર દ્વારા બેઠક પ્રમાણે ટિકિટ આપવામાં આવી હતી તો આ લોકોને વેઇટિંગ ટિકિટ કેમ આપવામાં આવી તે મોટો સવાલ છે. આ રીતે રેલવે તંત્રની લાલીયાવાડી સામે આવી છે. હવે આ શ્રમિકોએ અટાવાઈ જવાનો વારો આવ્યો છે.બેઠક પ્રમાણે ટિકિટ આપવાની સરકાર દ્વારા સૂચના હોવા છતાંય રેલવે તંત્ર દ્વારા કેમ વધુ ટિકિટ આપવામાં આવી તેને લઇને અનેક સવાલ ઊભા થવા પામ્યા છે. એટલું જ નહીં રેલવે તંત્ર દ્વારા તેમને ટિકિટના રૂપિયા રિફંડ આપવાની પણ ના પાડી દેતામાં આવી છે. આથી શ્રમિકોની હાલત વધારે કફોડી બની છે. કારણ કે આ પહેલા તેમને શ્રમિક ટ્રેનોમાં જવાનો મોકો મળ્યો ન હતો. હવે જ્યારે રેલવે તરફથી મુસાફર ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે પણ તેમને વતન જવાનો મોકો મળ્યો નથી.
First published: June 1, 2020, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading