સુરત: PSI અમિતા જોશી આપઘાત કેસમાં પતિ, સાસુ-સસરા અને બે નણંદની ધરપકડ

સુરત: PSI અમિતા જોશી આપઘાત કેસમાં પતિ, સાસુ-સસરા અને બે નણંદની ધરપકડ
Surat PSI Amita Joshi Suicide Case: અમિતા જોશીના પિતાએ ફરિયાદ આપી હતી કે તેની દીકરીનો કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત અને પગાર માટે તેણીને ત્રાસ આપતા હતા.

Surat PSI Amita Joshi Suicide Case: અમિતા જોશીના પિતાએ ફરિયાદ આપી હતી કે તેની દીકરીનો કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત અને પગાર માટે તેણીને ત્રાસ આપતા હતા.

 • Share this:
  સુરત: થોડા દિવસો પહેલા સુરતમાં એક મહિલા પીએસઆઈ (Surat PSI Amita Joshi suicide)એ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પીએસઆઈના પિતાએ દીકરીના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે પીએસઆઈ અમિતા જોશીના પતિ વૈભવ, સાસુ હર્ષા, સસરા જીતેશ, નણંદ મનિષા અને અંકિતાની ધરપકડ કરી છે. તમામ લોકોની ગારીયાધર અને ભાવનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થયા બાદ તમામ લોકો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા તમામની ધરપકડ કરી લીધી છે.


  ઉલ્લેખનીય છે કે PSI અમિતા જોશી ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમને આત્મહત્યા માટે મજબૂર કરનાર તેના પતિ સહિતના સાસરિયાઓની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. પીએસઆઈએ ફાલસાવાડી પોલીસ લાઈનમાં પોતાના નિવાસસ્થાન ખાતે રિવોલ્વરમાંથી જાતે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. જે બાદમાં અમિતા જોશીના પિતાએ ફરિયાદ આપી હતી કે તેની દીકરીનો કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત અને પગાર માટે અમિતાને ત્રાસ આપતા હતા.
  આ પ્રકરણમાં મૃતક અમિતા જોશીના નિવૃત જમાદાર પિતા બાબુ જોશી (Babu Joshi)એમહીધરપુરા પોલીસમાં અમિતાના પતિ વૈભવ, સસરા જીતેશ, સાસુ હર્ષા, નણંદ મનિષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ તમામ આરોપી ગુમ થઈ ગયા હતા. ફરિયાદ પ્રમાણે અમિતાના પતિ વૈભવનું અન્ય મહિલા સાથે ચક્કર ચાલતું હતું. આ ઉપરાંત તે અમિતાને રૂપિયા, ફ્લેટ અનેક બાબતે વારંવાર ત્રાસ આપતો હતો.


  એવી પણ માહિતી મળી છે કે અમિતા અને વૈભવે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત પોલીસની તાલિમ વખતે થઈ હતી. બંને બ્રાહ્મણ પરિવારના હોવા ઉપરાંત એક જ ખાતામાં નોકરી હોવાના લગ્ન નક્કી થયા હતા. પતિ-પત્ની બંને કૉન્સ્ટેબલ હતા. જે બાદ અમિતાએ પીએસઆઈની પરીક્ષા આપી હતી અને તેમાં સફળ થઈ હતી. વર્ષ 2016 દંપતિને દીકરાનો જન્મ થયો હતો.


  પીએસઆઈના પિતાની ફરિયાદ પ્રમાણે, અમિતાના ભાઇ અજયની સગાઇ પ્રસંગે અમિતાએ બહેન કાજલને વૈભવના આડાસંબંધ અને ત્રાસ અંગે વાત કરી હતી. વૈભવે દીકરાની સારસંભાળ રાખવા ઘરે એક વિધવા મહિલાને નોકરીએ રાખી હતી. જેની સાથે પણ વૈભવનું અફેર હોવાનું બહાર આવ્યું હતું. વિધવા સાથે વૈભવની વાતચીતનું રેર્કોડિંગ અમિતાએ કરી લીધું હતુ. પતિના આડાસંબંધોથી અમિતા માનસિક રીતે ભાંગી પડી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:December 23, 2020, 09:59 am

  ટૉપ ન્યૂઝ