સુરતમાં ખાનગી સ્કૂલની દાદાગીરી, ફી ભર્યા બાદ પણ LC ન આપી, વાલીઓ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા


Updated: September 3, 2020, 5:10 PM IST
સુરતમાં ખાનગી સ્કૂલની દાદાગીરી, ફી ભર્યા બાદ પણ LC ન આપી, વાલીઓ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા
પોલીસ ફરિયાદ કરવા પહોંચેલા વાલીઓ.

સુરત જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ વાલીઓની રજૂઆત, સ્કૂલો તરફથી ફી માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન ફી મુદ્દે સરકાર અને કોર્ટની સૂચના છતાં ખાનગી સ્કૂલ સંચાલકો ફી માટે વાલીઓને સતત દબાણ કરી રહ્યા છે. બાળકો ફી ન ભરે તો તેમને લિવિંગ સર્ટિફિકેટ (Leaving Certificate) પકડાવી દેવામાં આવે છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીઓને પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. સુરતમાં ગતરોજ જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસ બહાર ફી અને એલસી મુદ્દે દેખાવ કર્યા બાદ કેટલાક વાલી સ્કૂલ સામે ફરિયાદ આપવા માટે પોલીસ મથક પહોંચ્યાં હતાં.

શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલ અને એલ.પી. સવાણી સ્કૂલના વાલીઓએ ફી મુદ્દે ગતરોજ જિલ્લા શિક્ષણ કચેરીએ રજૂઆત કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલ તરફથી એક્ટિવિટીના નામે ફી ઉઘરાવાતી હોવાનું અને બાકીની ફી માટે દબાણ કરવામાં આવતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં ફી ભર્યા બાદ પણ 6 જેટલા વિદ્યાર્થીઓને LC ન આપવામાં આવતાં વાલીઓએ ઉમરા પોલીસ મથકે પહોંચીને ફરિયાદની આપી છે. એલ.પી. સવાણી સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ બંધ કરાયા હોવાથી ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત : માતાના ઠપકા બાદ ગુમ થયેલી બાળકીને 250 પોલીસકર્મીઓએ મોડી રાત્રે શોધી કાઢી

ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ફી માટે સતત દબાણ કરાતા વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સ્કૂલની પ્રતિ માસની ફી સાત હજારથી પણ વધુ છે. બાકીની ફી અલગ એક્ટિવિટીના નામે લેવાય છે. હાલ ઓનલાઈન અભ્યાસના નામે ફી માટે દબાણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં છેલ્લા ત્રણ દિવસથી ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીઓને સ્કૂલે પરેશાન કરવાનું શરૂ કર્યું છે. આ મામલે વાલીઓએ ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરી હતી.



ઉમરા પોલીસ મથકે ફરિયાદ આપવા માટે પહોંચેલા છ વાલીઓનું કહેવું છે કે તેમણે FRCના નિયમ પ્રમાણે ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફી ભરી છે. હવે તેઓ તેમના સંતાનોને આ સ્કૂલમાં અભ્યાસ કરાવવા નથી માંગતા, આથી એલસીની માંગ કરી છે. જોકે, સ્કૂલ તરફથી એલસી ન આપતા ફીની માંગણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્કૂલે ચીમકી આપી છે કે ફી નહીં આપો તો એલસી પણ નહીં મળે.

જ્યારે એલ.પી. સવાણી સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ બંધ થવા અંગે બુધવારે વાલીઓએ રજૂઆત કરી હતી. જે બાદમાં વાલીઓ ગુરુવારે ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે રજૂઆત પછી પણ સ્કૂલ દ્વારા ફી ન ભરવામાં આવી હોય તેવા બાળકોનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું છે. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને શિક્ષણ ફરીથી શરૂ કરાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
Published by: Vinod Zankhaliya
First published: September 3, 2020, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading