સુરત : રત્નકલાકારો સહિત અન્ય કારીગરો માટે રાહત, ખાનગી લેબોરેટરીમાં Coronaનો ટેસ્ટ રાહત દરે થશે


Updated: August 12, 2020, 6:12 PM IST
સુરત : રત્નકલાકારો સહિત અન્ય કારીગરો માટે રાહત, ખાનગી લેબોરેટરીમાં Coronaનો ટેસ્ટ રાહત દરે થશે
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં ખાસ નિર્ણય કરવામાં આવ્યો, જાણો ખાનગી લેબમાં કેટલા રુપિયામાં રત્નકલાકારો અને અન્ય કારીગરોના ટેસ્ટ થશે

  • Share this:
રત્નકલાકારોનો કોરોના ટેસ્ટ નહી કરવાના મામલે આરોગ્યમંત્રી કુમાર કાણાંની અધ્યક્ષતા માં.મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગ માં પાલિકા કમિશ્નર,, મેયર, સુરતના હીરા ઉદ્યોગકારો અને ધારાસભ્યો મોજુદ હતા.  જેમાં બેઠકમાં સુખદ નિરાકરણ આવ્યું હોવાનું ઉદ્યોગકારો આગેવાનો જણાવ્યું હતું. સુરતના રત્નકલાકારોના કોરોના ટેસ્ટ નહિ કરવા મામલે વિવાદ છેડાયો હતો. રત્નકલાકારો ના કોરોના ટેસ્ટ ના થવાને કારણે રત્નકલાકારો માં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ સુરત મુન્સિપલ કમિશ્નર, આરોગ્ય વિભાગ અને ઉદ્યોગકારો સાથે તાબડતોબ એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રત્નકલાકારો નો કોરોના ટેસ્ટ ના ચાર્જ નહીં વસૂલવા આરોગ્યમંત્રી એ ભલામણ કરી હતી.

જેમાં રેપીડ ટેસ્ટ ખાનગી લેબ કરાવી શકશે તેમજ આ અંગે ની ખર્ચ માત્ર100 રૂપિયા થી ઓછો મિનિમમ  થશે તેમ જણાવ્યું હતું. તેમજ ટેસ્ટિંગ કીટ મહા નગર પાલિકા ફ્રી માં  આપશે તેમ આરોગ મંત્રી કુમાર કાનાણી એ જણાવ્યું હતું.

આ પણ વાંચો :   સુરેન્દ્રનગરના આ ગામમાં Coronaનો ડર કોરાણે મૂકી ધામધૂમથી મટકી ફૂટી

આરોગ્ય મંત્રી એ વધુ માં જણાવ્યું હતું કે રેપીડ ટેસ્ટ વધારવા માટે જે પણ કોઈ લેબ આ માટે રજીસ્ટ્રેશન કરાવશે એટલે એક ટેસ્ટિંગ માટેની એક ઝડપી અને મોટી વ્યવસ્થા ઉભી થશે. અને લેબ મિનિમમ ખર્ચ લેશે.

આ પણ વાંચો :   સુરત : “મેરી મરને કી વજહ મેરી પત્ની સરીતા હે”, વેપારીના આપઘાત બાદ પત્નીની ધરપકડસુરત શહેરમાં રત્નકલાકારો માં કોરોના નું સંક્રમણ ખૂબ વધ્યું છે. આ અંગે મનપા કમિશ્નર બંછા નિધિ પાની એ સુરત માં કોરોના નું સંક્રમણ વધે નહીં તે માટે જે રત્નકલાકારો પોતાના વતન થી સુરત પરત ફરી રહ્યા છે. તેઓ પોતે વતન થી આવતા ની સાથે જાતેજ ઘરે 7 દિવસ થી હોમ કોરોન્ટાઇન રહે અને ત્યાર બાદ પોતે અને જે લોકો કામ જાય છે તેઓનો ટેસ્ટ થયા બાદ તેઓ કામે તેમ અપીલ કરી હતી.
Published by: Jay Mishra
First published: August 12, 2020, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading