સુરતઃ પોસ વિસ્તારમાં યુવકની હત્યા કરી લાશ ઝાડીમાં ફેંકી, ઓળખ છૂપાવવા એસિડ નાંખ્યું


Updated: February 10, 2020, 10:40 PM IST
સુરતઃ પોસ વિસ્તારમાં યુવકની હત્યા કરી લાશ ઝાડીમાં ફેંકી, ઓળખ છૂપાવવા એસિડ નાંખ્યું
ઘટના સ્થળે પહોંચેલી પોલીસની તસવીર

સુરત શહેરના પોસ વિસ્તારમાં આવેલા હાઈટેક બિલ્ડીંગની સામે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા યુવકની હત્યાનો કોલ ઉમરા પોલીસને મળ્યો હતો ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

  • Share this:
સુરતઃ વેસુ વિસ્તારમાં આવેલી હાઈટેક બિલ્ડીંગની સામે યુવકની હત્યા (murder) કરવામાં આવી હતી. બાદમાં યુવકના મૃતદેહને (dead body) હાઈ વે નજીક આવેલી ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતદેહ અંગે સ્થાનિકોને જાણ થતાં તેમણે પોલીસને (police) જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના મગદલ્લા હજીરા રોડ પર આવેલા ભીમરાડ ગામની ઝાડીમાં યુવકની હત્યા કરેલી લાશ ફેંકી દીધી હોવાની માહિતી મળતા ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને તપાસ કરતા સ્થળ પરથી આશરે 30 વર્ષીય યુવકની સળેલી હાલતમાં લાશ મળી આવી હતી ઉમરા પોલીસે લાશનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી.

સુરત શહેરના પોસ વિસ્તારમાં આવેલા હાઈટેક બિલ્ડીંગની સામે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા યુવકની હત્યાનો કોલ ઉમરા પોલીસને મળ્યો હતો ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તપાસ કરતા બોડી ગાર્ડ તરીકે કામ કરતા ઉમાકાન્ત તિવારી હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચોઃ-નારોલ: નંદન ડેનિમ આગમાં એંગલથી નીચે ઉતરી જીવ બચાવ્યો, અમિતની વાત સાંભળી રડી જશો

હત્યારાઓએ યુવકને કોઈ બોથડ પદાર્થથી મારી તેનું મોત નિપજાવી ખટોદરા પોલિસ મથકમાં વિસ્તારમાં આવેલા હાઇવે નજીક ભીમરાડની ઝાડી જંગલમાં ફેંકી દેવનું બહાર આવ્યુ હતું. જ્યાં લાશ ડી કમ્પોઝ હાલતમાં હતી એટલું જ નહીં હત્યારાઓ એ લાશની ઓળખ છુપાવ તેની પર એસિડ પણ રેડયું હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો ઉમરા પોલીસએ સમગ્ર મામલે હત્યાનો ગુંનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ-તમારે ૩૦૦૦ રૂપિયા સુધીના E-memoથી બચવું હોય તો અપનાવો આ ઉપાયસૂત્રો મુજબ હાલ સુરત ઉમરા પોલીસ એ આ બાબતે માહિતી આપનાર અને અન્ય બે શકમંદની કુલ ત્રણ  લોકો અટકાયત કરી લીધી છે સમગ્ર મામલેઆ ત્રણ યુવકની પૂછ પરછ હાથ ધરવામાં આવી છે કે આ યુવકની હત્યા કેમ અને ક્યાં કારણો સર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટનો દૂધવાળો બૂટેલગર! દૂધના કેનમાં કરતો હતો દારુની ડિલિવરી

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતક ઉમાકાંત રામરાજ તિવારે (ઉ.વ.આ.35) રહે મનીરા ગાર્ડનના કંપાઉન્ડમાં હાઈટેક એવન્યુ સામે વેસુની હત્યા ચાર દિવસ અગાઉ કરાઈ હોવાનું તારણ સામે આવ્યું છે. હાલ પોલીસે શા માટે અને કોણે હત્યા કરી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
First published: February 10, 2020, 10:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading