સુરત : ભાજપ કાર્યાલય ખાતે ટપલી દાવ થયો હતો જેમાં આપના કાર્યકરો પર મારામારી અને હત્યાની કોશિશ કરવામાં આવી હોવા આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલે સુરતના સર્કિટ આવાસ ખાતે આપના ગોપાલ ઇટાલિયા પ્રેસ કોંફરન્સ કરીને કરી હતું કે, બે દિવસ પહેલા ભાજપના ઈશારે આપના કોર્પોરેટરોને માર્સલ દ્વારા માર મરાયો હતો. આપના કાર્યકતા ઘનશ્યામ ભાઈનું ગળું દબાવ્યું હતું બીજા દિવસ ભાજપના કાર્યાલય ખાતે રજુઆત કરવા ગયાં હતાં ત્યારે ભાજપના ગુંડાઓ, લફંગાઓ હિંસા કરવાના ફિરાકમાં હતા. હાથાપાઈ કરવીએ વિરોધનો મતલબએ નથી.
પોલીસે ખોટી એફ.આઈ.આર અમારા પર કરવામાં આવી છે. વધુમાં કહ્યું હતું કે, ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે. જેમાં સુભાષ, દિનેશ કાટલોડિયા, ભાવિન ટોપીવાલા, પ્રવીણ પાટીલ સહિતના ભાજપના ગુંડા તત્વો આપના કાર્યકરો પર મારામારીમાં સામેલ હતા. જેથી જો પોલીસ દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો કોર્ટના દરવાજા ખખડાવશે તેવી વાત કરી હતો.
વધુમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીથી ભાજપ ડરી રહી છે. ભાજપ કાર્યાલય પર થયેલી માથાકૂટ બાદ આપના કાર્યકર્તા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવી તેમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગુંડાગર્દી મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે પણ હજુ સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં નથી.
જો કોઈના કાર્યાલય પર કોઈ વિરોધ કરવા માટે જાય તો તમારે ગુંડાગીરી કરવી તે ભૂતકાળમાં કોઈ પક્ષ કે કોઈ સરકારમાં જોવા મળ્યું નથી. પણ સત્તાના નેતાઓ ભાજપા ગુંડા, લફંગા બેફામ બન્યા છે અને ગઈકાલે અમારા કાર્યકરો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બધી જ પ્રક્રિયા ગુજરાતના લોકોએ જોઈ છે. તેમ છતાં અમારા પર ખોટી ફરિયાદ દાખલ કરી અમને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં અમે ઝુક્યા નથી અમે કમજોર પડ્યા નથી.
તેમણે વધુમાં જણાવ્યુ કે, અમે પોલીસને રજૂઆત કરવામાં આવી કે અમારા કાર્યકરો પર જીવલેણ હુમલો કર્યો તેના પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. પરંતુ પોલીસે ભાજપના ગુંડાઓ પર કોઈ પ્રકારની ફરિયાદ દાખલ કરી નથી. ત્યારબાદ અમે સુરત પોલીસ કમિશ્નરને મળ્યા બાદ ભાજપના ગુંડા અને લફંગા પર ફરિયાદ દાખલ થઈ છે પરંતુ નામ જોગ ફરિયાદ હજી પણ દાખલ કરવામાં આવી નથી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર