Home /News /south-gujarat /સુરત : રોજીરોટીની શોધમાં આવેલા સગીરનું પોલીસવાનની ટક્કરે મૃત્યુ, પોલીસે મૃતકને જ આરોપી બનાવી દીધો

સુરત : રોજીરોટીની શોધમાં આવેલા સગીરનું પોલીસવાનની ટક્કરે મૃત્યુ, પોલીસે મૃતકને જ આરોપી બનાવી દીધો

પોલીસ વાનની ટક્કરે સગીરનું મોત, રોજીરોટીની સોધમાં આવ્યો હતો સુરત

વિડીયોમાં પોલીસવાન રોંગ સાઈડ આવતી હોવાનું દેખાય છે, પોલીસે મૃતક સગીર વાંકીચુકી રીતે ચલાવીને પોલીસની ગાડી જોઇ ગભરાઇ જતા અકસ્માત થયો?

સુરતમાં (Surat) અકસ્માતની (Accident) ઘટનામાં પોલીસની (Police) શંકાસ્પદ કામગીરી સામે આવી છે. પોલીસવાન (Policevan) સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતકને આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઈકસવાર (Bike Rider) સગીરનું કરુણ મોત (Death) નીપજ્યું હતું. આ ઘટના બની હતી રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક. વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાન સાથે ભટકાયેલા બાઈકસવાર સગીરનું કરૂણ મોત નીપજ્યું હતું. જો કે ઘટના બાદ પોલીસે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો.

આ સમગ્ર અકસ્માતની ઘટનાનો જે વિડીયો (Video) સામે આવ્યો છે તેમાં પોલીસ વાન રોંગસાઈડ આવતી હોવાનું દેખાઈ રહ્યું છે. તેમ છતાં પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલા સગીરને આરોપી બનાવી દીધો. આ કિશોર અઠવાડિયા અગાઉ રોજીરોટીની શોધમાં આવ્યો હતો. ત્યારે પોલીસની આવી કામગીરી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લાનાં આકાશમાં દેખાયેલી ભેદી લાઈટનું શું છે રહસ્ય? Live Video થયો વાયરલ

સુરતમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક કિશોર મોતને ભેટ્યો હતો. પરંતુ આ અકસ્માત કોઈ કાર કે અન્ય બાઈક સાથે નહિ પરંતુ પોલીસની વાન સાથે સર્જાયો હતો. મુળ ઉત્તરપ્રદેશ, જેનપુરનો વતની અંકિત રામઆશરે પટેલ અઠવાડિયા અગાઉ રોજીરોટીની શોધમાં સુરત પાંડેસરામાં કાકા-કાકીના ઘરે રહેતો હતો. રવિવારે અંકિત બાઈક લઈને નીકળ્યો હતો, ત્યારે વેસુ ચાર રસ્તા નજીક તેને અકસ્માત નડ્યો હતો.



અંકિત ઉમરા પોલીસની વાન સાથે ભટકાતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સગીર પુર ઝડપ ભેર અને વાંકીચુકી રીતે હંકારી લાવી પોલીસની ગાડી જોઇ ગભરાઇ જતા પોતાની ગાડીને બ્રેક મારી ગાડી ઉપર પોતાનો કાબુ ગુમાવી ગાડી સ્લીપ ખાઇ જઇ ગાડી સાથે ઘસડાઇ આવી ઉમરા પો.સ્ટે થ્રી મોબાઇલ ગાડી સાથે અથડાઇ ગઈ હતી.

આ પણ વાંચો : વલસાડ : ફિલ્મી સીન જેવો Live Video, ગૌરક્ષકને કચડી ભાગેલો અકરમ બામ ખાડીમાં કૂદી જતા મોત

સમગ્ર મામલે આમ તો અકસ્માતમાં આવનાર ગાડી ચાલક વિરુદ્ધ સુરત પોલીસ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરતી હોય છે પણ આ સમગ્ર મામલામાં પોલીસની ગાડી હોવા છતાં અકસ્માતમાં મોતને ભેટેલા અને અકસ્માતનો મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે જો કે પોલીસ વાહન ચલાવતો વ્યક્તિ પોલીસ કર્મચારી નહીં પણ ઉપર રાખવામાં આવેલો ડ્રાઇવર હતો ત્યારે આ કેસમાં જે પ્રકારે પોલીસે ગુનો દાખલ કર્યો છે તેને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉભા થવા પામ્યા છે.

આ પણ વાંચો : સુરત : લાલબત્તીરૂપ ઘટના! ચાના વેપારી થાંભલાને અડકી જતા મોત, કરન્ટના કારણે જીવ ગયો
Published by:Jay Mishra
First published:

Tags: Crime news, Gujarati news, Surat news, Surat police, Surat Police Vehicle Bike Accident case, અકસ્માત, સુરત