સુરતની 14 વર્ષની તરુણીને અપહરણ બાદ દેહ વેપારમાં ધકેલી દીધાનો ખુલાસો


Updated: May 26, 2020, 10:27 AM IST
સુરતની 14 વર્ષની તરુણીને અપહરણ બાદ દેહ વેપારમાં ધકેલી દીધાનો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

રહસ્યમય રીતે ગુમ થયેલી કિશોરીને પોલીસે ફોન કોલ પરથી શોધી કાઢી, તરુણી પાસે દેહવેપાર કરાવાતા હોવાનો ખુલાસો.

  • Share this:
સુરત : સુરત (Surat City) શહેરના પુણા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર પુત્રી છેલ્લા ત્રણ મહિનાથી રહસ્યમય રીતે ગુમ હતી. જે બાદમાં બે દિવસ પહેલા તેણીએ અજાણ્યા ફોન નંબર ઉપરથી પિતાનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં ડીસીબી પોલીસે (DCB Police) પગેરૂ શોધીને ગુમ થયેલી સગીરાને અંકલેશ્વર ખાતેથી શોધી કાઢી છે. સગીરાએ પોલીસ સમક્ષ જણાવ્યુ છે કે, ઝાકીર નામના યુવાને તેણીને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. હાલ પોલીસે ઝાકીરની શોધખોળ શરૂ કરી છે.

પુણા પોલીસ મથક હેઠળ વિસ્તારમાં રહેતાં એક પરિવારના પતિ-પત્ની બંને ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરે છે. તેમની ત્રણ પુત્રી, એક પુત્ર સાથે જીવન ગુજારી રહ્યા હતા. દરમિયાન 14 વર્ષની દીકરી મીના (નામ બદલ્યુ છે.) ત્રણ માસ અગાઉ ઘરેથી શેમ્પુ લેવા જાઊ છું, એમ કહીને નીકળી હતી. એ પછી પરત નહીં ફરતાં પરિવારને એમ કે દાદીના ઘરે ગઇ હશે, એ પછી તેણી દાદીના ઘરે મળી આવી ન હતી. અંતે ગુમ થયેલી મીના અંગે પુણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :  'ચૂંદડીવાળા માતાજી'નું 91 વર્ષે નિધન, 28મી તારીખે તેમના આશ્રમમાં જ અપાશે સમાધી

દરમિયાન ગત તા. 21 મેના રોજ રાત્રીના સમયે ગુમ થયેલી મીનાએ પિતાના મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરીને ડૂસકા ભરતા કહ્યું હતું કે હું ફસાઇ ગઇ છું. મને કયાં રાખવામાં આવી છે, એ સ્થળ મને જાણ નથી. એ પછી ફોન કાપી નાંખ્યો હતો. એ પછી પુણા પોલીસ મથકે મીનાના પિતાએ સમગ્ર હકીકત જણાવી હતી. સગીર પુત્રીના ગુમ થવા અંગે ડીસીબી પોલીસે તપાસમાં જોડાયને મોબાઇલ ફોન નંબરના આધારે પગેરૂ શોધીને મુંબઇ અને પછી ગુમ થયેલી મીના અંકલેશ્વર ખાતે હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો :  શું ખરડાયેલી છબિ સુધરવા હવે ભાજપ આઇટી સેલ સક્રિય થયું?

ડીસીબી પોલીસે અંકલેશ્વર ખાતેથી મીનાને શોધી કાઢીને પુણા પોલીસ મથકે લઇ આવી હતી. પોલીસે તેણીને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ તપાસ અર્થે મોકલીને કયાં કયાં લઇ જવામાં આવી હતી. એ બાબતે પૂછપરછ કરતાં ઝાકીર નામનો યુવાન ઉઠાવી ગયો હતો. ઉપરાંત તેણીને અજાણ્યાઓ સાથે શરીર સબંધ બાંધવા દબાણ કરતો હતો. 

મોબાઇલ લોકેશનથી કિશોરીને શોધી કાઢી

યુવતીના પિતાએ દીકરીનો ફોન આવ્યા અંગે પોલીસને જાણ કરતા પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો હતો તેનું લોકેશન શોધી કાઢ્યું હતું, જેમાં નવસારી અને અંકલેશ્વર લોકેશન આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ગતરોજ મોડી રાત્રે પોલીસે તરુણીને અંકલેશ્વરમાંથી શોધી કાઢી હતી.
First published: May 26, 2020, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading