સુરત : કેસ પતાવવા 50 લાખ રૂપિયાની ઑફર મળ્યાનો મહિલા પોલીસકર્મી સુનિતા યાદવનો દાવો


Updated: July 15, 2020, 11:11 AM IST
સુરત : કેસ પતાવવા 50 લાખ રૂપિયાની ઑફર મળ્યાનો મહિલા પોલીસકર્મી સુનિતા યાદવનો દાવો
સુનિતા યાદવ.

સુનિતા યાદવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હજી તો 10% બહાર આવ્યું છે, ખાતાકીય કામ પૂર્ણ થયા બાદ આખી ફિલ્મ મીડિયા સમક્ષ મૂકીશ.

  • Share this:
સુરત : આરોગ્ય મંત્રી (Kumar Kanani)ના દીકરા સાથે ઘર્ષણ મામલે સુરત પોલીસની મહિલા કર્મચારી સુનિતા યાદવ (Woman cop Sunit Yadav) વિવાદમાં સપડાઇ છે. આ મામલે દરરોજ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ગતરોજ સુનિતાને આ મામલાને લઇને તેને સતત ધમકી મળી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ આ મામલો પૂરો કરવા માટે તેને 50 લાખ રૂપિયા (50 Lakh rupees Offer)ની ઓફર મળી હોવાનો ઘટસ્ફોટ સુનિતાએ કર્યો છે. હાલમાં ખાતાકીય તપાસ ચાલતી હોવાથી તપાસ બાદ આ મામલે મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના છે. સાથે જ સુનિતાએ એવું પણ કહ્યું હતું કે હજુ 10 ટકા બહાર આવ્યું છે, ખાતાકીય કામ પતિ ગયા બાદ આખી ફિલ્મ હું મીડિયા સામે મૂકીશ.

સુરતમાં વરાછા વિસ્તારમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી દ્વારા ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનણીના દીકરા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આ મામલે રાતોરાત 'સિંઘમ' બની ગયેલી સુનિતા યાદવ પહેલા ઓડિયો ક્લિપને લઈને ચર્ચામાં આવી હતી. બીજા દિવસે વીડિયો સામે આવતા આ મહિલા કર્મચારી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મંત્રીના દીકરાને ધમકાવી MLA લખેલી પ્લેટ ઉતારવા પર મજબૂર કરતી જોવા મળી હતી. ત્યાર બાદ આરોગ્ય મંત્રી સાથે પણ ફોન પર વાત કરી ગેરવર્તન કર્યું હતું.

આ પણ વાંચો : સુરત સિવિલમાં 70-80 લાશ પડી હોવાનો ઓડિયો વાયરલ કરનાર ડ્રાઇવરની ધરપકડ

આ મામલે આરોગ્ય મંત્રીના દીકરા વિરુદ્ધ કર્ફ્યૂ ભંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આ મહિલા પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી છે. મીડિયામાં સતત રહેવા અને ચર્ચામાં આવેલી આ મહિલા કર્મચારી એક પછી એક ભૂલ સાથે અનેક નિવેદન કરી રહી છે. એટલું જ નહીં આ પોલીસકર્મી સોશિયલ મીડિયામાં પણ પોતાને સાચી સાબિત કરવા માટે અનેક પ્રયાસ કરી રહી છે.

સુનિતા યાદવ ખાતાકીય તપાસ અર્થે ગતરોજ પોલીસ મથકે પહોંચી હતી. અહીં તેણે એક મોટો ધડાકો કર્યો હતો. અનિતાએ કહ્યું હતું કે આ મામલે તેણીને સતત ધમકી મળી રહી છે. એટલું જ નહીં આ મામલો પતાવવા માટે રૂપિયા 50 લાખની ઓફર મળી હોવાનું જણાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે ખાતાકીય તપાસ પૂરી થયા બાદ તેણી મોટા ધડાકા કરશે.

નીચે વીડિયોમાં જુઓ : આખરે શું સાબિત કરવા માંગે છે  સુનિતા?

હાલમાં જે વીડિયો વાયરલ થયો છે તેને સુનિતા ફક્ત ટ્રેલર ગણાવે છે. આ મામલે તેણી આખી ફિલ્મ રજૂ કરવાની છે. સુનિતા રાતોરાત સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે અને અનેક લોકો તેને સમર્થન પણ આપી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે સુનિતા આગામી દિવસોમાં કેવાં કેવાં ધડાકા કરે છે કે પછી પોતે પોતાની જ જાળમાં ફસાય છે.
Published by: Vinod Zankhaliya
First published: July 15, 2020, 11:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading