Home /News /south-gujarat /સુરતમાં પોલીસે મુકેલા સજેશન બોક્ષથી સિનિયર સિટીઝનને રાહત, હનીટ્રેપનો ભાંડો ફૂટ્યો

સુરતમાં પોલીસે મુકેલા સજેશન બોક્ષથી સિનિયર સિટીઝનને રાહત, હનીટ્રેપનો ભાંડો ફૂટ્યો

મને કાપડના ધંધાના કામથી બોલાવી એક લેડીઝ ઘરમાં હતી. પાછળથી એક પોલીસવાળા જમાદાર અને બીજા બે માણસો આવી મને ધમકાવી લાફો મારી પૈસાની માગણી કરી છે.

Surat News: 'મને કાપડના ધંધાના કામથી બોલાવી એક લેડીઝ ઘરમાં હતી. પાછળથી એક પોલીસવાળા જમાદાર અને બીજા બે માણસો આવી મને ધમકાવી લાફો મારી પૈસાની માગણી કરી છે.'

સુરત : શહેરમાં (Surat) ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા સજેશન બોક્ષ મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂકવામાં આવેલા સજેશન બોક્ષમાં એક સિનિયર સિટિઝન દ્વારા પોતાની સાથે બનેલી ઘટનાની ફરિયાદ નાખવામાં આવી હતી. જોકે, આ સજેશન બોક્ષના આધારે પોલીસે ફરિયાદ કરનારનો સંપર્ક કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરતાં આ સિનિયર સિટીઝન કાપડ વેપારીને હનીટ્રેપનો  શિકાર બન્યા હતા. જોકે, પોલીસે તપાસ દરમિયાન આ ગેંગના એક સાગરીતને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત પોલીસ દ્વારા સુરતમાં ગુનાખોરી ડામવા અને સરળતાથી ગુના ઉકેલવા સાથે લોકોને ઝડપથી ન્યાય મળે તે માટે સુરત પોલીસે એક નવા અભિગમ સાથે સજેશન બોક્ષ સુરતના અલગ અલગ વિસ્તારોમાં મૂકવાની શરૂઆત કર છે. ત્યારે સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જોગસ પાર્ક ખાતે એક સજેશન બોક્ષ મૂકવામાં આવ્યું હતું. જોકે, આ સજેશન બોક્ષને ગત 5 એપ્રિલ રોજ ઉમરા પોલીસે ખોલતા એક ચિઠ્ઠી મળી આવી હતી.

આ સિટીમાં મારી સાથે ખોટું થયું છે, હું એક સિનિયર સિટીજન વ્યક્તિ અને કાપડના વેપાર સાથે જોડાયેલો છું. મને કાપડના ધંધાના કામથી બોલાવી એક લેડીઝ ઘરમાં હતી. પાછળથી એક પોલીસવાળા જમાદાર અને બીજા બે માણસો આવી મને ધમકાવી લાફો મારી પૈસાની માગણી કરી છે. મને ઇજ્જતની બીક છે મને મદદ કરો. નીચે મોબાઈલ નંબર લખ્યો હતો.

જે નંબર પર સંપર્ક કરતા ભોગ બનનાર સિનિયર સિટિજન હતો. સમાજમાં પોતાની બદનામી થવાની બીકે પોલીસ મથક આવ્યા ન હતા અને સજેશન બોક્સનો ઉપયોગ કર્યો હતો. જેથી  પોલીસે તાત્કાલિક સિનિયર સિટીઝન વ્યક્તિનો સંપર્ક કરી તેમને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યો હતો અને તેની સાથે બનેલી ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી.

ત્યારબાદ પોલીસે આ સિનિયર સિટીઝનને સાથે રાખી તેની સાથે બનેલી ઘટનાની જગ્યા પર લઈ જઈને તપાસ શરૂ કરી હતી. જોકે, વેપારી સાથે બનેલી જગ્યા ઉપર પોલીસની એક વ્યક્તિ ત્યાં હાજર મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. પકડાયેલ ઇસમને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રોહિત પટેલ હોવાનું પોલીસને જાણકારી આપી હતી. પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેને પોતાનું સાચું નામ જીજ્ઞેશ જીવાવીયા હોવાનું જણાવ્યુ.

ફરિયાદમાં જણાવેલ આ ઇસમોની પુછપરછ કરતા યુનિફોર્મ પહેરેલ ઇસમ જપેરાભાઇ લાધુભાઇ યાદવ આહિર ) નોકરી પોલીસ મુખ્ય મથક સુરત શહેર તથા દેવાભાઇ જોષી હોવાનું જણાવેલ જેઓ હાલમાં પકડાયેલ. જેથી પોલીસે આ મામલે સિનિયર સિટીઝન અને કાપડના વેપારી સાથે હનીટ્રેપ કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં આરોપીઓનું નામ સરનામું { ૧ ) જીજ્ઞેશભાઇ હસમુખભાઇ જીયાવીયા રહેાલ ૧૦૨ પુંજ સેટ કોટક મહિન્દ્રા બેકની સામે ઘોડદોડ રોડ ઉમેરા સુરત શહેર તથા ૧૪૧ પંજાવા સ્ટ્રીટ નાનપુરા સુરત શહેર વોન્ટેડ આરોપી

{ ૧ ) પેશભાઈ લાધુભાઇ યાદવા આહિર ) નોકરી પોલીસ મુખ્ય મથક સુરત શહેર  ( ૨ ) દેવેન્દ્ર જોષી
( ૩ ) એક મહિલા
( ૪ ) પી.એસ.આઇ. રસિક પટેલની ઓળખ આપી ફોન પર વાત કરનારને ઝડપી પાડવા માટેની કામગીરી ઉમરા પોલીસે શરૂ કરી છે
Published by:Kaushal Pancholi
First published:

Tags: Honey trap, ક્રાઇમ સમાચાર, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन