સુરત : હવે ઘર બહાર નીકળ્યા છો તો ખેર નથી, સુરત પોલીસ ડ્રોનથી રાખી રહી છે નજર

News18 Gujarati
Updated: March 26, 2020, 3:44 PM IST
સુરત : હવે ઘર બહાર નીકળ્યા છો તો ખેર નથી, સુરત પોલીસ ડ્રોનથી રાખી રહી છે નજર
ડ્રોન વિઝ્યુલ

લોકો અંદરના રસ્તાઓમાં એકઠા થઈને ક્રિકેટ રમતા હોવાની ફરિયાદ બાદ પોલીસે ડ્રોનથી સર્વે કરવાની કામગારી શરૂ કરી.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus Threat)નો ખતરો ટાળવા માટે તંત્ર ખૂબ મહેનત કરી રહ્યું છે. આ માટે જ લૉકડાઉન (21 Days Lockdown)ની પણ જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ લોકો તંત્રનો આદેશ ન માનતા અવનવા બહાના કરીને ઘર બહાર નીકળી રહ્યા છે. લોકો મુખ્ય રોડ પર ન નીકળતા અંદરના રસ્તાઓ પર એકઠા થતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જે બાદમાં સુરત પોલીસે ડ્રોન (Surat Police Starts Drone Survey)ની મદદથી આવા લોકોને પકડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

કોરોના વાયરસ ખૂબ જ ખતરનાક છે. લોકો એકબીજાના સંપર્કમાં આવતાની સાથે જ તેનો ચેપ લાગી જાય છે. જે બાદમાં સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કારણ કે વાયરસને ફેલાતો રોકવા માટે આ એકમાત્ર રસ્તો છે.

આ પણ વાંચો : કોરોનાથી રાજ્યમાં ત્રીજું મોત, ભાવનગરના 70 વર્ષીય વ્યક્તિનું મોત

બીજી તરફ સુરત પોલીસને એવી માહિતી મળી છે કે લોકો મુખ્ય રસ્તા પર ન આવવાને બદલે સોસાયટીઓની અંદર એકઠા થાય છે. અંદરને રસ્તાઓ પર એકઠા થઈને લોકો ક્રિકેટ રમે છે. જે બાદમાં પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને સર્વે શરૂ કર્યો છે.

આ પણ વાંચો : કાળાબજારીયાઓ સામે ગરીબોએ બતાવી અમીરાત! 5000 માસ્કનું નિશુલ્ક વિતરણ કર્યું

લોકો લૉકડાઉનનું સંપૂર્ણ પણે પાલન કરે તે માટે પોલીસે હવે ટેક્નિકલ સપોર્ટ પણ લીધો છે. કારણ કે કોરોનાને નાથવાનો આ એકમાત્ર ઉપાય છે. કોરોનાને પ્રસરતો અટકાવવા માટે વડાપ્રધાન મોદી તેમજ અનેક મંત્રીઓ અને રાજ્ય સરકાર પર ફરી ફરીને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું કહી રહ્યા છે
First published: March 26, 2020, 3:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading