121 કરોડ રૂ.નાં ઇમેમો સામે સુરતીલાલાઓએ ભર્યો માત્ર 10.50 કરોડ રૂ.નો દંડ

News18 Gujarati
Updated: November 14, 2019, 10:21 AM IST
121 કરોડ રૂ.નાં ઇમેમો સામે સુરતીલાલાઓએ ભર્યો માત્ર 10.50 કરોડ રૂ.નો દંડ
પ્રતિકાત્મક તસવીર

110 કરોડ રુપિયાનો દંડની ઉઘરાણી કરવા માટે વાહનચાલકોને નોટિસ આપી ટ્રાફિકની સ્પેશિયલ સ્ક્વોડ બનાવીને ઉઘરાવવાનું શરૂ કર્યું છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનાં ભાગરૂપે રીકવરી ટીમે 110 કરોડ રૂપિયાનાં ઈમેમો આપવામાં આવ્યાં છે. આ સામે વાહન ચાલકોએ 10.50 કરોડ રૂપિયાનો દંડ હજુ ભરાયો નથી. જેના માટે 110 કરોડનો દંડ ઉઘરાણી કરવા માટે વાહનચાલકોને નોટિસ આપી ટ્રાફિકની સ્પેશિયલ સ્ક્વોડ બનાવીને ઉઘરાવવાનું શરૂ કર્યું છે. જેમાં મોટાભાગે ઓટોરિક્ષા ચાલકો છે. જેમાં મોટો ભાગે રિક્ષા ચાલકો ડ્રાઇવર સીટ પર પેસેન્જરને બેસાડીને લઈ જતા દંડાયા છે. હવે ટ્રાફિક પોલીસે પહેલા 100થી વધુ ચલણ હોય તેવા વાહનોના ચાલકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

સુરત શહેરમાં લોકોની મદદથી ગુનાખોરી ડામવા સાથે ટ્રાફિકનાં નિયમ પાલન કરવા માટે સુરતમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક પાથરવામાં આવ્યુ છે. 600 કરતા વધુ કેમેરા સુરત પર બાજ નજર રાખે છે. ત્યારે આ કેમેરા ટ્રાફિકનાં નિયમનો ભંગ કરે તેવા લોકોને દંડ પણ કરાતો હોય છે. વાહનચાલકોની સામે પોલીસ કંટ્રોલરૂમમાંથી બેઠા-બેઠા પોલીસ ઈ-ચલણ ઇશ્યુ કરે છે. છેલ્લા પોણા સાત વર્ષમાં પોલીસે વાહનચાલકોને 46.76 લાખના ઈ-મેમો આપીને 121 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેની સામે વાહનચાલકોએ અત્યાર સુધીમાં માત્ર 10.50 કરોડનો દંડ ભર્યો છે. જોકે, 110 કરોડનો દંડ હજુ ભરાયો નથી. જેને લઈને ટ્રાફિક પોલીસે 110 કરોડનો દંડ ઉઘરાણી કરવા માટે વાહનચાલકોને નોટિસ આપી ટ્રાફિકની સ્પેશિયલ સ્ક્વોડ બનાવી ઉઘરાવવાનું શરૂ કર્યુ છે અને ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ : ટ્રાફિક દંડથી બચવા પોલીસની બનાવટી ઓળખ આપવી યુવકને ભારે પડી

100થી વધુ ઈ-ચલણો ઇશ્યુ થયા હોય એવા 1700 વાહનોની દંડની રકમ 30 હજારથી વધુની છે. ત્યારે તેમના પર હવે કડક કાર્યવાહી કરવાની તૈયારી પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
First published: November 14, 2019, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading