થાઇલેન્ડની યુવતીની હત્યા તેની મિત્રએ જ કરી હતી, નશાની હાલતમાં ગળું દબાવીને મારી નાખી હતી

News18 Gujarati
Updated: September 14, 2020, 1:05 PM IST
થાઇલેન્ડની યુવતીની હત્યા તેની મિત્રએ જ કરી હતી, નશાની હાલતમાં ગળું દબાવીને મારી નાખી હતી
મૃતક વનિડા અને જ્યાં બનાવ બન્યો હતો તે ઘર.

બનાવના દિવસ વનિડા અને તેની મિત્ર એડાએ ખૂબ દારૂ પીધો હતો, દારૂ પીધા બાદ એડાએ વનિડાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

  • Share this:
સુરત: સુરતમાં છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ થાઇલેન્ડની યુવતીના મળી આવેલા મૃતદેહનો કેસ સુરત પોલીસે ઉકેલી નાખ્યો છે. આ મામલે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે (Ajay Kumar Tomar) મીડિયાને માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે મૃતક વનિડા (Surat Thailand Girl Vanida)ની હત્યા કરવામાં આવી હતી. થાઇલેન્ડની યુવતી અને તેની મિત્ર એડા (Aida)એ જ તેની હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી. આ મામલે પોલીસે હવે એડાની અટકાયત કરીને તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો છે. કોરોના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એડાની પૂછપરછ દરમિયાન જે વિગતો સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે. આ ઉપરાંત પોલીસે અનેક એવા ઘણા પ્રશ્નો છે જેનો ઉત્તર દેવાનું પણ હાલના તબક્કે ટાળ્યું છે.

પોલીસે શું કહ્યું?

અજય કુમાર તોમરે મીડિયાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, 6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ સવારે ઉમરા પોલીસ વિસ્તારમાં એક બનાવ બન્યો હતો. જે મુજબ મૂળ થાઈલેન્ડની રહેવાશી અને હાલ ભારતમાં પ્રવાસી વિઝા આવેલી વનિડા નામની યુવતીનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. વનિડાના મિત્રો અને મળતીયાઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેની સોનાની ચેન અને બે મોબાઇલ ફોન ગાયબ હતા. બંને ફોનની કિંમત એક લાખ અને સોનાની ચેનની કિંમત 25 હજાર રૂપિયા થતી હતી. ગુનાનો ભેદ ઉકેલવા માટે આ વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. સિવિલ ડૉક્ટરસની પેનલ તરફથી પીએમ કરવામાં આવ્યું હતું. ખાસ સીટની પણ રચના કરવામાં આવી હતી. એફએસએલની ટીમ બોલાવવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં NCP નેતા રેશ્મા પટેલની અટકાયત, કોરોના દર્દીનાં પરિવારજનોને મળવા પહોંચ્યાં હતાં

કેવી રીતે ભેદ ઉકેલાયો?

પોલીસના કહેવા પ્રમાણે સીસીટીવી ફૂટેજ જોતા અને ટેક્નિલક સર્વેલન્સમાં જાણવા મળ્યું કે આ ઘરની આસપાસ વનિડાની મિત્ર એડા જોવા મળી હતી. શરૂઆતથી જ ઘટના સ્થળે તેની હાજરી શંકમંદ લાગી રહી હતી. જોકે, એડાએ ખોટી સ્ટોરી ઊભી કરી હતી અને તેની આ હત્યામાં કોઈ સંડોવણી ન હોવાનું જણાવ્યું હતું. બનાવની સ્થિતિ અને એફએસએલની મદદથી જે વસ્તુઓ મળી આવી હતી તેના આધારે 11મી સપ્ટેમ્બરે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. તમામ તપાસ બાદ અને તમામની મહેનત બાદ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે.આ પણ વાંચો: રાજકોટ: કોવિડ હૉસ્પિટલમાં વધુ એક બેદરકારી, દર્દીને લઈ જતી વખતે સ્ટ્રેચર તૂટ્યું

કેવી રીતે હત્યા કરી:

પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકના બે મોબાઇલ ફોન અને સોનાની ચેન આરોપી પાસેથી મળી આવ્યા છે. મૃતકના રૂમનું બારણું બહારથી બંધ કરાયું હતું.આ ઉપરાંત બારણાં પર તાળું મારવામાં આવ્યું હતું તેની ચાવી આરોપીના ઘરેથી મળી આવી છે. આ ખૂબ જ ચકચારી બનાવ હતો. થાઇલેન્ડ એમ્બેસીના અધિકારીઓ પણ સુરત પોલીસના સંપર્કમાં હતા. આ જ કારણે કેસની ગંભીરતા ખૂબ વધારે હતી. બનાવના દિવસે રાત્રે એડા તેના ઘરે ગઈ હતી. જે બાદમાં બંનેએ હુક્કો પીધો હતો. બંનેએ ખૂબ પ્રમાણમાં દારૂ પણ પીધો હતો. જે બાદમાં આરોપીને લાગ્યું કે પીડિત બેભાન જેવી થઈ ગઈ છે ત્યારે તેણીએ તેનું તકિયા અને ધાબળાથી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જે બાદમાં ફોન અને સોનાની ચેઇન લઇને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો: સુરત: કેબલ બ્રિજ પર રાત્રે યુવકે પોલીસ, પરિવાર અને ફાયર બ્રિગેડને ધંધે લગાડ્યાં, બે કલાક ચાલ્યું નાટક

પરત ફરીને આગચાંપી દીધી

પોલીસે જણાવ્યું હતું કે આરોપીના વિઝા પુરા થતાં હતા તેમજ તેની પાસે પૈસાની તંગી હતી. આ જ કારણે તેણીએ હત્યાને અંજાણ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અન્ય કોઈની સંડોવણી જણાતી નથી. સોનાની ચેન અને મોબાઇલ લઇને ભાગી ગયા બાદ તેણી લાશને સળગાવવા માટે ફરીથી ઘરે પરત આવી હતી. જે બાદમાં રૂમમાં લાઇટરથી ગાદલાને આગ ચાંપી દીધી હતી અને તકીયા અને ધાબળા પણ આગમાં નાખી દીધા હતા. ગાદલામાં રૂ હોવાથી તેનો મૃતદેહ ધીમેધીમે સળગી ગયો હતો. આરોપીને જ્યારે ખાતરી થઈ ગઈ હતી કે ગળું દબાવવાથી મોત થઈ ગયું છે ત્યારે જ તેણી ત્યાંથી બહાર ગઈ હતી. આરોપીએ એવું પણ જણાવ્યું હતું કે તેણે પેટ્રોલ કે કોઈ અન્ય જ્વનલશીલ પદાર્થનો પ્રયોગ કર્યો ન હતો. કારણ કે તેને જાણ હતી કે તેનાથી આગ વધારે ઝડપથી ફેલાય છે.
Published by: Vinod Zankhaliya
First published: September 14, 2020, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading