Home /News /south-gujarat /

સુરત : રાત્રે અઢી વાગ્યે મહિલાને તેનો પ્રેમી મળવા આવ્યો, પતિ જોઈ જતાં પત્નીનું ઢીમ ઢાળી દીધું

સુરત : રાત્રે અઢી વાગ્યે મહિલાને તેનો પ્રેમી મળવા આવ્યો, પતિ જોઈ જતાં પત્નીનું ઢીમ ઢાળી દીધું

સુરતમાં પતિએ પત્નીને પતાવી દીધી હતી.

રાત્રે પ્રેમી મળવા આવ્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, પત્નીએ દીકરાને મારી નાખવાની ચીમકી આપતા પતિ ગુસ્સે ભરાયો હતો.

    સુરત : શહેરના અડાજણ વિસ્તારમાં એક મહિલાની હત્યાનો કેસ પોલીસે ગણતરીની કલાકોમાં સુલટાવી નાખ્યો છે. આ બનાવમાં મહિલાના પતિએ જ તેની હત્યા કરી નાખી હોવાનું માલુમ પડ્યું છે. હત્યા પહેલા પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. એવી પણ માહિતી મળી છે કે મહિલાનો પ્રેમી તેને રાત્રે મળવા આવ્યો હતો. પતિને આ અંગે ખબર પડી જતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદમાં પત્નીએ તેના બે વર્ષના પુત્રને મારી નાખવાની ધમકી આપતા પતિએ પિત્તો ગુમાવ્યો હતો અને પત્નીની હત્યા કરીને લાશ ફેંકી દીધી હતી.

    પોલીસે મહિલાના પતિની અટકાયત કરી હતી

    આ બનાવ અડાજણના ગૌરવ પથ ખાતે આવેલી એક કંસ્ટ્રક્શન સાઇટ પર બન્યો હતો. અહીં એક 30 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદમાં પોલીસે તેના પતિની શંકાના આધારે અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને એવી પણ માહિતી મળી હતી કે મહિલાને કોઈ અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હતો. પોલીસે આ દિશામાં પણ તપાસ આદરી હતી.

    પ્રેમી મળવા આવ્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો

    પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આરોપી પતિ રામગોપાલ અને માયા બાઘરીએ પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્ન જીવનથી બંનેને બે વર્ષનો દીકરો પણ છે. બીજી તરફ માયાના એક યુવક સાથે અનૈતિક સંબંધો પણ હતા. માયા અનેક વખત ફોન પર આ યુવક સાથે વાતચીત કરતી હતી. બનાવના દિવસે માયાનો પ્રેમી રાત્રે 2:30 વાગ્યે તેને મળવા માટે આવ્યો હતો. આ વાત માયાના પતિને માલુમ પડી ગઈ હતી. આ અંગે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.



    દીકરાને મારી નાખવાની વાત કરતા પતિનો પિત્તો ગયો

    પતિ-પત્નીના ઝઘડા દરમિયાન માયાએ તેના બે વર્ષના દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદમાં રામગોપાલે પિત્તો ગુમાવ્યો હતો. વહેલી સવારે પત્ની ટોઇલેટ ગઈ હતી ત્યારે તેણે ગળેટૂપો આપીને તેની હત્યા કરી નાખી હતી અને લાશને દીવાલ પરથી બહાર ફેંકી દીધી હતી.

    મજૂરી કામ કરતી હતી મહિલા

    માયા બાઘરી અડાજણના ગૌરવ પથ પર આવેલી એક બિલ્ડિંગ બાંધકામ સાઇટ પર પોતાના પતિ સાથે મજૂરી કામ કરતી હતી. માયા 30મી નવેમ્બરના રોજ જ પોતાના વતન મધ્ય પ્રદેશમાંથી સુરત આવી હતી. માયા જે જગ્યાએ પતિ સાથે મજૂરીકામ કરતી હતી ત્યાં જ સુરક્ષા દીવાલની બીજી તરફથી તેનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે. માયા બાધરીના ગળા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Couple, Extramarital Affair, Love, પોલીસ, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन