સુરત પોલીસનો મહત્વનો નિર્ણય, રાતે મહિલા ફોન કરશે તો તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ પહોંચાડશે

સુરત પોલીસનો મહત્વનો નિર્ણય, રાતે મહિલા ફોન કરશે તો તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ પહોંચાડશે
પ્રતિકાત્મક તસવીર

મહિલાનું રસ્તામાં વાહન બગડે કે વાહન નહિ મળે તો રાત્રે 12થી સવારનાં 6 કલાક સુધી પોલીસને ફોન કરતા પોલીસ વાહન મહિલાને ઘર સુધી પોંહચાડશે.

  • Share this:
સુરત : ગુજરાત સાથે દેશમાં જે રીતે બળાત્કારની ઘટના બની રહી છે ત્યારે મહિલાની સુરક્ષા અંગે અમદાવાદ બાદ સુરત પોલીસે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મહિલાને રાત્રે 12થી સવારનાં 6 કલાક સુધી ગાડી બગડે કે ઘરે જવા વાહન ન મળે તો પોલીસને ફોન કરતા પોલીસ ત્યાં પોંહચીને મહિલા કે યુવતીને તેના ઘર સુધી પોંહચાડશે.

દેશ અને રાજ્યમાં બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ મહિલા, યુવતી અને સગીરાઓ પર બળાત્કારની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસથી પ્રકાશમાં આવી રહી છે.  તેને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.આ પણ વાંચો : અમદાવાદ : ડમ્પર ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતા મહિલાનું મોત

દીકરીઓ ઘરની બહાર જાય એટલે તેમના માતા-પિતાને દીકરીની ચિંતા સતાવી રહી છે, ત્યારે અમદાવાદ બાદ સુરતમાં યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇને પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો મહિલા કે યુવતી ઘરેથી બહાર નીકળે છે અને રાત્રે 12થી સવારે 6 વાગ્યા દરમિયાન તેમના વાહન રસ્તે બગાડે અથવા ઘરે જવા વાહન ન મળે અને તેને લાગે કે પોતે અસુરક્ષિત છે. તો તેને તાતકાલિક મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર પર ફોન કરે એટલે નજીકમાં રહેલી પોલીસની ગાડી ત્યાં પોંહચીને મહિલાને તેના ઘર સુધી અથવા તેને જ્યાં જવું હોય ત્યાં સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવશે. જોકે, સુરત પોલીસ કમિશનર દ્વારા આ આદેશનો તાત્કાલિક અમલીકરણનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  રાજકોટમાં લુખ્ખાઓ બેફામ, KKV ચોકમાં કારમાં આવેલા 3 શખ્સોએ યુવતીની છેડતી કરી
Published by:News18 Gujarati
First published:December 10, 2019, 15:13 pm

ટૉપ ન્યૂઝ