સુરત: તાપી નદીમાં આપઘાત માટે કૂદકો મારનાર મહિલાને પોલીસ માત્ર છ મિનિટમાં પહોંચીને બચાવી લીધી

સુરત: તાપી નદીમાં આપઘાત માટે કૂદકો મારનાર મહિલાને પોલીસ માત્ર છ મિનિટમાં પહોંચીને બચાવી લીધી
પ્રતીકાત્મક તસવીર

Surat tapi river: ઘટનાને નજરે જોનારા લોકોએ તાત્કાલિક પોલીસને જાણકારી આપતા ઉમરા પોલીસની પીસીઆર વાન માત્ર છ મિનિટમાં ત્યાં પહોંચી હતી.

  • Share this:
સુરત: શહેરમાં સતત આપઘાત (Surat suicide cases)ના બનાવો બની રહ્યો છે. આ દરમિયાન આર્થિક તંગીને લઈને તાપી નદીમાં આપઘાત માટે ભૂસકો મારનાર એક મહિલાને પોલીસે (Surat police) માત્ર છ મિનિટમાં જગ્યા પર પહોંચીને બચાવી લીધી હતી. પોલીસની આ કામગીરીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. સુરત સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને આર્થિક સંકડામણને લઈને આપઘાતની ઘટના સૌથી વધુ બને છે. લોકો ઝેરી દવા પીને કે ગળેફાંસો ખાઈને આપઘાત કરતા હોય છે. સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદી (Tapi river) પર આવેલા બ્રિજ (Tapi river over bridge) પરથી પણ લોકો મોતની છલાંગ લગાવી લેતા હોય છે.

ગતરોજ આવી જ એક ઘટના બની હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતીના પરિવારમાં હાલ કોઈ નથી. મહિલાના લગ્ન થઈ ગયા છે પરંતુ પતિ સાથે મનમેળ ન હોવાથી પિતા સાથે રહેતી હતી. જોકે, પિતાનું પણ અવસાન થઈ ગયું છે. આથી તેણી આર્થિક તંગીમાં જીવન વ્યતિત કરતી હતી. હાલમાં એકલી રહેતી હોવાની સાથે આર્થિક તંગીને કારણે મહિલા પરેશાન થઈ ગઈ હતી. મહિલા માનસિક તાણ પણ અનુભવતી હતી.આ પણ વાંચો: સુરત: યુવતીને લગ્ન બાદ બહેનપણીના ભાઈ સાથે ઓળખાણ રાખવી ભારે પડી!

આ બાબતે આવેશમાં આવી જઈને ગતરોજ સુરતની તાપી નદી પર આવેલા કેબલ બ્રિજ પરથી મહિલાએ મોતની છલાંગ મારી હતી. આ ઘટનાને નજરે જોનારા લોકોએ તાત્કાલિક પોલીસને જાણકારી આપતા ઉમરા પોલીસની પીસીઆર વાન માત્ર છ મિનિટમાં ત્યાં પહોંચી હતી.

આ પણ વાંચો: માનવતાની મિસાલ બની મહિલા PSI, બિનવારસી લાશને ખભે ઊંચકીને બે કિલોમીટર સુધી ચાલી

પોલીસે યુવતીને બચાવી લીધી હતી અને બાદમાં તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા એક જિંદગી બચી ગઈ છે. આ મામલે પોલીસની પ્રશંસા કરવામાં આવી રહી છે. પોલીસે યુવતીને બચાવવા માટે ત્રણ સ્થાનિક યુવકોની મદદથી લીધી હતી.

આ પણ વાંચો: અકસ્માતમાં બંને પગ કપાયા, આપઘાતનો પણ વિચાર કર્યો, આજે 35 KMનો પ્રવાસ ખેડીને નોકરી કરે છે જવાન

યુવતીએ સગાઇ પસંદ ન હોવાથી ફાંસો ખાધો

શહેરના બીજા એક બનાવમાં સગાઈ પસંદ ન હોવાથી એક યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. ઉમરા પોલીસની તપાસમાં મંગેતર પસંદ ન હોવાથી યુવતીએ આપઘાત કરી લીધાની શંકા જન્મી છે. મળતી માહિતી પ્રમાણે સિટીલાઈટ ધરમ પેલેસ-1માં રહેતા રમેશભાઈ બ્રાહ્મણની દીકરી સંગીતાએ ખાલી પડેલા ફ્લેટમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
Published by:Vinod Zankhaliya
First published:February 03, 2021, 08:35 am

ટૉપ ન્યૂઝ