સુરત : રાત્રી કર્ફ્યૂ દરમિયાન શંકાસ્પદ કારનો પીછો કરતી વખતે PCR વાન પલટી, ત્રણ પોલીસકર્મીને ઈજા


Updated: May 28, 2020, 12:27 PM IST
સુરત : રાત્રી કર્ફ્યૂ દરમિયાન શંકાસ્પદ કારનો પીછો કરતી વખતે PCR વાન પલટી, ત્રણ પોલીસકર્મીને ઈજા
પીસીઆર વાન.

પોલીસે ઇશારો કર્યા બાદ કાર ઊભી ન રહેતા PCR વાને આ કારનો ફિલ્મી ઢબે અડધો કિલોમીટર સુધી પીછો કર્યો હતો.

  • Share this:
સુરત : કોરોના વાયરસને લઈને હાલ લૉકડાઉન 4.0 (Lockdown 4.0) ચાલી રહ્યું છે. આ દરમિયાન તંત્ર તરફથી કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ છૂટછાટ વચ્ચે પણ રાત્રે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યૂ (Night Curfew)ની જાહેરાત કરવામાં આવી છે. આ વચ્ચે કેટલાક લોકો સાંજ પડતા જ ગાડી લઇને ફરવા નીકળતા હોય છે. આવી જ એક શંકાસ્પદ કારનો પીછો કરતા સુરત પીસીઆર વાન (Surat PCR Van) પલટી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓને ઈજા થઈ હતી તેમજ વાનને પણ નુકસાન થયું હતું.

પાંડેસરા પોલીસની પીસીઆર વાન નં-42 મધરાતે 2 વાગ્યે સોનારી ગામના પાછળના રોડ તરફ પેટ્રોલિંગ હતી. દરમિયાન સોનારી ગામની નજીકમાં કિરણ હોમ સાગર બિલ્ડિંગ પાસે શંકાસ્પદ કાર નીકળી હતી. આથી પોલીસે તેને અટકાવવા માટે ઈશારો કર્યો હતો. પોલીસના ઇશારા બાદ કાર ચાલકે પૂર ઝડપે હંકારી હતી. જે બાદમાં પોલીસે વાનથી તેનો પીછો કર્યો હતો. બીજી તરફ એવી ચર્ચા જાગી છે કે પોલીસની ગાડી દારૂ ભરેલી ગાડી અટકાવવા જતાં અકસ્માત થયો હતો.

આ પણ વાંચો : કોરોનાના કહેરમાં આયુર્વેદિક દવાઓ બની જડીબુટ્ટી, રોગપ્રતિકારક શક્તિ વધારવા અક્સીર ઈલાજ

ગતરોજ પાંડેસરા વિસ્તારમાં એક શંકાસ્પદ ગાડી પસાર થતી જોઈને પોલીસની PCR વાને આ ગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાડી ઉભી ન રહેતા PCR વાને આ ગાડીનો ફિલ્મી ઢબે અડધો કિલોમીટર સુધી પીછો કર્યો હતો. પ્રિયંકા ચાર રસ્તા સર્કલ પાસે અચાનક સામેથી એક કાર આવી જતા PCR વાનના ચાલકે બ્રેક મારવા જતા વાન પલ્ટી મારી ગઈ હતી. પીસીઆર વાનના ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રમેશ પ્રેમજી, ઓપરેટર પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ બિપીન અને એસઆરપીના જમાદાર હેમજી વાઘેલાને હાથ-પગમાં ઈજાઓ થઈ હતી. જે બાદમાં ત્રણેય પોલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Lockdown 4 : 'સાહેબ, મંજૂરી આપી દો...પછી ત્રણ વર્ષ સુધી લગ્ન નહીં કરી શકીએ'!

સ્થનિક લોકોના મતે કોરોના વાયરસ વચ્ચે લૉકડાઉનામાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે બુટલેગરો દારૂની માંગ હોવાને લઇને દારૂનો જથ્થો લઇને આવતા હોય છે. આ શંકાસ્પદ ગાડીમાં દારૂનો મોટો જથ્થો હોવાને લઈને પોલીસ દ્વારા અટકાવવા છતાં ગાડી ઊભી રહી ન હતી. PCR સવાર ઇન્ચાર્જ પોલીસ કર્મચારી દ્વારા આ મામલે પોલીસ મથકમાં અજાણી ગાડી વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
First published: May 28, 2020, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading