સુરત : બીડ઼ીના ઠૂંઠા બાબતે થયેલી મહિલાની હત્યામાં બેની ધડપકડ

News18 Gujarati
Updated: October 20, 2019, 7:53 PM IST
સુરત : બીડ઼ીના ઠૂંઠા બાબતે થયેલી મહિલાની હત્યામાં બેની ધડપકડ
પોલીસે મહિલાની હત્યા કરવાના આરોપ સબબ બેની ધરપકડ કરી છે.

મોડી રાત્રે થયેલી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને જેલના સળીયા પાછળ ધકેલ્યા

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરત (Surat) શહેરમાં બીડીના ઠૂંઠા ગમે ત્યાં ન નાખવા બાબતે ઠપકો આપવા ગયેલી મહિલાની (woman) બીડી પીનારે કરપીણ હત્યા (Murder) કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવેલી છે. ગત મોડી રાત્રે બનેલી ઘટનામાં પોલીસે (Police)બીડી પીનાર અને એક મહિલાની ઘડપકડ (arrested) કરી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના સૈયદપુરા ના રાની તળાવ માછીવાડ ખાતે રહેતા અનિતાબેન સરવૈયાએ પાડોશમાં રહેતા પક્કી ઉર્ફે નારાયણ નામના યુવકને બીડીનું ઠૂંઠું નાંખવા બાબતે ઠપકો આપ્યો હતો. ઠપકો આપતા અનિતાબેન અને યુવક વચ્ચે સૌ પ્રથમ સામાન્ય બોલાચાલી થઈ હતી.જે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા યુવકે પોતાના ઘરમાંથી તીક્ષ્ણ ચપ્પુ લાવી અનિતાબેન ના પેટ અને પીઠ ના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.જેના કારણે અનિતાબેન જમીન પર ઢળી પડ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : ગૃહમંત્રીની સુચનાથી પોલીસ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે : ચાવડા

ઘટના ની જાણકારી મળતા લાલગેટ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.જ્યારે મહિલાની લાશને પોસ્ટ -મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હૉસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી.હત્યા ની આ ઘટના માં વચ્ચે છોડાવવા પડેલા અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો.જેને ખાનગી હૉસ્પિટલ ખાતે સારવાર આપવાની ફરજ પડી હતી.જ્યારે હત્યારા પક્કી ઉર્ફે નારાયણ અને તેની મદદ કરનાર એક મહિલાની પોલિસે ધડપકડ કરી છે. આ સમગ્ર ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

 
First published: October 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...