સુરત : સગીરાનું અપહરણ કરી નેપાળમાં ગુજાર્યો હતો બળાત્કાર, કતારગામ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

સુરત : સગીરાનું અપહરણ કરી નેપાળમાં ગુજાર્યો હતો બળાત્કાર, કતારગામ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
રૂપેશ સગીરાને ભગાડી અને નેપાળ લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો

કતારગામ વિસ્તારમાં રહેતા આરોપીના પરિવાર પર પોલીસે દબાણ કરતા, યુવકે સગીરાને ભારતની હદમાં આવી સગીરાને ટ્રેનમાં બેસાડી દીધી હતી

  • Share this:
સુરતમાં ગુનાખોરીનો (Surat crime) રેશિયો સતત વધી રહ્યો છે તેવામાં કતારગામ વિસ્તારમાં રહેતી 13 વર્ષિય કિશોરીનું અપહરણ કરીને નેપાળ લઈ જઇ બળાત્કાર(Rape with minor in surat) કરનાર આરોપી યુવકની પોલીસ ધરપકડ કરી છે. આ મામલે સૌથી મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ એવો થયો છે કે યુવક સગીરાને નેપાળ લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે, સગીરાના પરિવારની પોલીસ ફરિયાદ બાદ કતારગામ પોલીસે આરોપીના પરિવારે પર દબાણ કરતા યુવકે ભારતની હદમાં આવી સગીરાને ટ્રેનમાં બેસાડી દીધી હતી. ત્યારબાદ સગીરાએ સુરત આવી અને પરિવારને આપવીતી સંભળાવી હતી.

સુરત શહેર જાણે રેપ કેસ અને હત્યામાં મોખરે આવી ગયુ હોય તેવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે ત્યારર એક બાદ એક દુષ્કર્મના કિસ્સાઓ બનતા હોય છે. તેવામાં કતારગામ વિસ્તારમાં યુવકે કિશોરી સાથે શરીર સંબંધ બાંધતા પોલીસે બળાત્કારની કલમ ઉમેરી છે.આ પણ વાંચો : સુરત : મહિલાઓને પ્રેગનન્સી રહે તેવી કીટ વેચી કરતા હતા છેતરપિંડી, જમાદારની 'હત્યા'નો કર્યો પ્રયાસ

કતારગામ પોલીસ (Katargam Police surat) હદ વિસ્તારમાં રહેતી 13 વર્ષિય કિશોરી 20 ઓક્ટોબરના રોજ ગુમ થઈ હતી. પરિવારને ખબર પડી કે કિશોરીને પારસ સોસાયટી વિસ્તારમાં રહેતો રૂપેશ ઉર્ફે વિક્રમ રામલાલ ભાદી ભગાવી ગયો છે.તેથી કિશોરીના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કતારગામ પોલીસે રૂપેશના પરિવાર પર દબાણ વધારતા રૂપેશે નેપાળથી ભારતની હદમાં આવીને કિશોરીને એકલી ટ્રેનમાં બેસાડી દીધી હતી.બાદમાં કિશકરી એકલી સુરત આવી હતી. ત્યાર બાદ પોલીસે રૂપેશને પકડવા માટે દબાણ ચાલુ રાખતા તે બે દિવસ પહેલાં સુરત આવી ગયો હતો. રૂપેશે કબૂલાત કરી હતી કે તેને કિશોરીની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી પોલીસે તેની વિરુદ્ધ બળાત્કારની કલમ ઉમેરી હતી. કતારગામ પોલીસે આરોપી રૂપેશને ઝડપી પાડયો.

આ પણ વાંચો :  સુરતમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાનું કહેતા નાસભાગ, શું નાગરિકોની કોઈ જવાબદારી જ નથી?

આ મામલે એસીપી પીએલ ચૌધરીએ જણાવ્યું હતું કે કતારગામ પોલીસમાં એક અપહરણનો ગુનો દાખલ થયો છે જેમાં રૂપેશ મોદી નામનો તહોમતદાર કિશોરીને ભગાડીને નેપાળ લઈ ગયો હતો. પોલીસે તહોમતદારના પરિવાર પર દબાણ વધારતા તે કિશોરીને નેપાળથી ટ્રેનમાં સુરત તરફ આવવા માટે બેસાડી ગયો હતો. જોકે, પોલીસે વધુ દબાણ કરતા તે સુરત આવ્યો તેવી તેની ધરપકડ કરી હતી. તહોમતદાર સામે દુષ્કર્મ અને પોસ્કોની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
Published by:Jay Mishra
First published:November 23, 2020, 18:41 pm

ટૉપ ન્યૂઝ