સુરત : મહિલા સાથે ફેસબુક પર વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરનાર ઝડપાયો

સુરત પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં નવનીત રૈયાણી નામના યુવકની ધરપકડ કરી. મહિલા સાથે મિત્રતા કેળવી ચેનચાળા કરતો હતો.

News18 Gujarati
Updated: October 18, 2019, 8:08 PM IST
સુરત : મહિલા સાથે ફેસબુક પર વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરનાર ઝડપાયો
સુરત પોલીસે આ મામલે રૈયાણીની ધરપકડ કરી છે.
News18 Gujarati
Updated: October 18, 2019, 8:08 PM IST
કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં (surat) છેલ્લા કેટલાય સમયથી સાઇબર ક્રાઇમના (Cyber crime) ગુનામાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં (surat city) વધુ એક સાઇબર ક્રાઇમનો કિસ્સો બહાર આવ્યો છે. આ કિસ્સાં એક યુવક (Man) ફેસબુક (Facebook) ઉપર વીડિયો કોલ (video call) કરી બિભત્સ ચેનચાળા કરતો હતો જેની ફરિયાદને આધારે સાઇબર ક્રાઇમની (Cyber crime) ટીમે તેને ઝડપીને જેલના હવાલે કર્યો છે.

સુરત શહેરમાં મહિલાઓ સોશિયલ મીડિયાનો ભોગ બની રહી છે એમ કહી શકાય સાથે સાથે એમ પણ કહી શકાય કે સોશિયલ મીડિયામાં મહિલાઓને બદનામ કરવાના કિસ્સામાં સુરત ધીમે ધીમે આગળ આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં શહેરમાં શોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓને બદનામ કરવાના કિસ્સામાં વધારો નોંધાયો છે, ત્યારે સુરત શહેરમાં રહેતી એક મહિલા સાથે ફેસબુક ઉપર મિત્રતા કર્યા બાદ એક યુવક મહિલાના મેસેન્જર ઉપર વીડિયો કોલ કરીને બિભત્સ વર્તન કરી રહ્યો હતો. આ અંગે મહિલા દ્વારા સુરત સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા સાઇબર ક્રાઇમની ટીમ ઍલર્ટ બની હતી અને તપાસને અંતે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો : સુરત : રિક્ષા ચાલકને એકસાથે 257 ઇ-મેમો મળ્યા, 76,375 રૂપિયા દંડ થયો

સુરત શહેરમાં રહેતી મહિલાની સાથે વાત કરવા માટે નવનીત રૈયાણી નામના યુવકે ફેસબુક ઉપર એક ફેક આઇ.ડી બનાવ્યું હતું. આ ફેક આઇ.ડી બનાવ્યા બાદ તેના દ્વારા મહિલાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા બાદ પ્રથમ તેના દ્વારા મહિલાના મસેન્જર ઉપર ચેટ કરવા માટે મેસેજ પણ મોકલતો હતો. ધીમે ધીમે મહિલાએ તેની સાથે વાતો કરતા તેના દ્વારા મહિલા સાથે ચેટિંગમાં બિભત્સ વાતો કરવાની શરૂઆત કરાઇ હતી. પછી તો નવનીત દ્વારા હદ વટાવાઇને તેણીને વિડિયો કોલ કરવાની પણ શરૂઆત કરાઇ હતી. વીડિયો કોલ કરવાથી વાત પુરી થતી નથી તેણે મહિલા સાથે વીડિયો કોલ દરમ્યાન બિભત્સ ચેનચાળા પણ કરવાના શરૂ કર્યા હતા. આ પ્રકારના માનસિક ત્રાસથી કંટાળી મહિલા તેના વિરૂદ્ધ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપી હતી આ ફરિયાદના આધારે નવનીતને શોધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે

 
First published: October 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...