સુરત પોલીસ વિવાદમાં: ખરીદી કરવા નીકળેલા યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ, યુવક સારવાર હેઠળ

સુરત પોલીસ વિવાદમાં: ખરીદી કરવા નીકળેલા યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ, યુવક સારવાર હેઠળ
પોલીસે માર મારીને લોકઅપમાં પૂરી લીધાનો આક્ષેપ.

પોલીસ યુવકને ઊંચકીને પોલીસ મથકે લઈ ગઈ હતી. યુવકને રાતભર લોકઅપમાં રાખ્યો હતો. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ યુવકને છોડવામાં આવ્યો હતો.

  • Share this:
સુરત: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસ પર ગંભીર આક્ષેપ થયો છે. પોલીસ પર આક્ષેપ છે કે યુવક બજારમાં ખરીદી કરવા ગયો હતો ત્યારે તેની બાઈક ઊંચકી લીધી હતી. આ બાબતે પોલીસને પૂછતા પોલીસે તેને ત્યાં જ માર માર્યો હતો. જે બાદમાં પોલીસ યુવકને ઊંચકીને પોલીસ મથકે લઈ ગઈ હતી. યુવકને રાતભર લોકઅપમાં રાખ્યો હતો. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ યુવકને છોડવામાં આવ્યો હતો. પોલીસે યુવકને આખો દિવસ જમવાનું પણ ન આપ્યાનો આક્ષેપ કર્યો છે. જે બાદમાં યુવકને ચક્કર આવતા તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પર ગંભીર આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે.

આ કેસની વિગત જોઈએ તો ડીંડોલી સ્થિત મિલેનિયમ પાર્ક નજીક ભરાતા બજારમાં મંગળવારે ખરીદી કરવા આવેલા ગોડાદરાના યુવકની બાઈક ઊંચકવા મુદ્દે ઊભા થયેલા વિવાદમાં પોલીસે યુવાનને ઢોર માર માર્યો હતો. ડીંડોલી પોલીસ યુવાનને માર મારતાં પોલીસ મથકે લઈ ગઈ હતી. પોલીસની આ દબંગાઇને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. મારને પગલે યુવકના શરીરે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી છે.આ પણ વાંચો: હોમ લોનના વ્યાજદર 15 વર્ષના તળિયે, શું લોન લેવાનો આ યોગ્ય સમય છે કે વ્યાજદર હજુ ઘટશે?પોલીસના મારને પગલે રાજેશ વિક્રમ બોરડે (ઉં.વ. 27)ને બુધવારે સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. રાજેશના પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેને ડીંડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા આઝાદ સૂર્યભાણ સિંગ નામના પોલીસકર્મીએ ઢોરમાર માર્યો છે. રાજેશના માથા, બંને પગે અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ જોઈએ તબીબોએ તેને ઇન્ડોર પેશન્ટ તરીકે હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: સોલા વિસ્તારમાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા, લૂંટના ઈરાદે હત્યાની આશંકાસિવિલના દાખલ રાજેશના પરિવાજનોએ કહ્યું હતું કે, તે મિલેનિયમ પાર્ક પાસે ભરાતા બજારમાં ખરીદી કરવા ગયો હતો. બજાર પહોંચી રાજેશે રસની લારી નજીક બાઈક મૂકી હતી. દરમિયાન, પોલીસે બાઈક ઊંચકતા રાજેશ પોલીસ પાસે પહોંચ્યો હતો. પોતે નજીકમાં જ ઉભો હોવાનું કહી દરમિયાનગીરી કરી હતી. આ સાંભળી ઉશ્કેરાયેલા પોલીસે તેને ફટકારવાનું શરૂ કર્યું હતું. પોલીસકર્મી રીતસરનો રાજેશ ઉપર પણ તૂટી પડ્યો હતો. બજારમાંથી માર મારતા રીક્ષામાં બેસાડી પોલીસ મથકે લઈ જવાયો હતો. આખી રાત તેને લોકઅપમાં રાખી મૂકી અટકાયતી પગલા લઈ બીજા દિવસે કોર્ટમાંથી છોડાવ્યો હતો.

આ પણ વાંચો: RTOના ધક્કાઓમાંથી મુક્તિ: હવે આધાર ઑથેન્ટિકેસનથી ડ્રાઇવિંગ લાઇન્સ રિન્યૂ કરી શકાશે

આ મામલે પીઆઈ એમ. એલ. સાળુંકેએ જણાવ્યું હતું કે, રાજેશ દ્વારા સિવિલમાં દાખલ થઈ ખોટી ફરિયાદ કરાઈ છે. કોરોનાને લઈ અહીં ભરાતું બજાર બંધ કરાવાયું હતું. જેમાં રાજેશની કલમ 151 હેઠળ અટકાયત કરાઈ હતી. તેને કોર્ટમાં રજૂ કરાયો તે સમયે પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ નહોતી. ત્યારબાદ સિવિલમાં જઈ પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપ કરી રહ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:March 05, 2021, 13:47 pm

ટૉપ ન્યૂઝ