સુરત : મહિલાઓના આડોશ-પાડોસના સંબંઘધો દરેક સોસાયટીમાં ચર્ચાના વિષય હોય છે. જોકે, આપણા સમાજમાં તો 'પહેલો સગો તે પાડોશી' એવી કહેવત પણ છે પરંતુ આ કહેવ તમામ લોકો સમજી શકે તે જરૂરી નથી. ઘણીવાર આડોશપાડોશના સંબંધોમાં એવી ખટાશ આવી જતી હોય છે કે ઝઘડા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. દરમિયાન સુરતના યોગીચોકમાં આવી જ એક ઘટના ઘટી છે. આ ઘટના પાડોશના અદેખાઈની ઘટના પણ કહી શકાય તેવી છે જેમાં એક મહિલાએ પાડોશી મહિલાના ત્રીજી પાડોશી મહિલા સાથેના સંબંધો ન ગમતા હોવાથી એવો ઝઘડો કર્યો કે તેમાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હોવાની શક્યતા છે.
બનાવની વિગત એવી છે કે સુરત શહેરના યોગીચોકમાં આવેલા શ્રીપદ એવન્યુમાં ભારતીબેન હરેશભાઇ બોધરા રહે છે. તેમની પડોશમાં રહેતા ધર્મિષ્ઠાબેન કમલેશભાઇ ખેરડીયા સાથે સારી મિત્રતા થઇ હતી. આશરે ત્રણેક મહિના પહેલાં તેમની સામે દક્ષા નરેન્દ્ર આખજા નામની એક મહિલા રહેવા આવી હતી. દક્ષાને ભારતીબેન અને ધર્મિષ્ઠાની મિત્રતા ગમતી ન હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી ભારતીબહેનને ધર્મિષ્ઠા સાથે સંબંધ તોડી નાખવા માટે દબાણ કરતી હતી. દરમિયાન આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ કે તેની કોઈ કલ્પના પણ ન કરી શકે.
આ પણ વાંચો : સુરત : યુવકને સુતળી બૉમ્બ ચેલેન્જ ભારે પડી! મોઢા પાસે ધડાકો થતા જીવલેણ ઇજા
દરમિયાન ગત શુક્રવારે સવારે ભારતીબહેન અને દક્ષા બહેન વચ્ચે આ મામલે ફરી બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીથી ઉશ્કેરાઇ જઇને દક્ષા બહેનેએ ભારતીબહેનને ધક્કો માર્યો હતો જેમાં ભારતી બહેન ચોથા માળેથી પટકાયા હતા. આ ઘટનામાં ભારતી બહેનને ઇજા પહોંચી હતી. જોકે, મામલાની પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આ કિસ્સો તમામ પાડોશીઓ માટે ચેતવણી સમાન છે જેમાં ક્યારેક આડોશ-પાડોશના ઝઘડામાં મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો
આ પણ વાંચો : સુરત : વરાછાની પરિણીતાને નગ્ન વીડિયો મામલે બ્લેકમેઇલ કરનાર પૂર્વ પ્રેમીનો મિત્ર ઝડપાયો, ચેતવણીરૂપ ઘટના
ન ફક્ત પોલીસ મથકે મામલો પહોંચ્યો પરંતુ અદેખાઈ જેવી વાતમાં મામલો હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગયો છે. જોકે, પોલીસે હત્યાના પ્રયાસની કલમ ક્યાં સંજોગોમાં ઉમેરી હશે તે તો સંપૂર્ણ તપાસના અંતે જ બહાર આવશે પરંતુ યોગી ચોકનો આ કિસ્સો સમગ્ર રાજ્યમાં રહેતા પડોસીઓ માટે દાખલારૂપ સાબિત થઈ શકે છે.