સુરતમાં (Surat) હીરાની ચોરી મામલે (Dimond Theft) એક રત્નકલારને (Diamond worker) વગર ફરિયાદે હીરા કાઢવાં માટે સોપારી લઈને માર મારવાની ઘટના સામે આવી હતા જોકે રત્નકલાકાર દ્વારા આ મામલે પોલીસ કમિશનરને (Police commissioner) ફરિયાદ કર્યા બાદ પોલીસે પોતાનો બચાવ કરવા માટે હીરા ફેકટરીના માલિકની ફરિયાદ લઇને રત્નકલાકર વિરુદ્ધ રૂપિયા 12 લાખના હીરા (Theft of rupee 12 lakhs) ચોરીની ફરિયાદ કરી દાખલ
મૂળ ભાવનગરના વતની અને સુરતમાં અડાજણ પાલ આર.ટી.ઓ સામે રાજગ્રીનહીલ્સ રહેતા રાહુલભાઇ રણછોડભાઇ કળથીયા (Rahul Kalathiya) કતારગામ કેસરબા માર્કેટ ડાયમંડ હાઉસ એચ/20 માં હીરાનું કારખાનું ધરાવે છે. તેમના કારખાનામાં 44 કર્મચારી અને બે મેનેજર કામ કરે છે બે દિવસ પહેલા તેમના કારખાના માં રૂપિયા 12 લાખના હીરાની ચોરી થઈ ગયાનું સામે આવતા તેમને ચોરીની શકા કારખાના માં કામ કરતા મેનેજર ભરત મોરડીયા પર હતી.
આ પણ વાંચો : ગાંધીનગર : પોલીસ ઇન્સ્પેક્ટરે સચિવાલયના સંકુલમાં આપઘાત કર્યો, બંદૂકથી ગોળી મારી જિંદગી ટૂંકાવી
ભરત છેલ્લા બે વર્ષ થી કામ કરતો હતો જોકે કાચા હીરા તૈયાર કરી તેને બોઇલીંગ કરી બાદમાં અન્ય મેનેજર સંજયભાઈને પરત આપવાના હોય છે. બોઇલીંગ માટે રાત્રે ભરતભાઈ જ હીરા લઈ જઈ પ્રોસેસ બાદ બીજા દિવસે સવારે પરત કરે છે અને તેમના વિભાગમાં અન્ય કોઈ જઈ શકતું નથી. દરમિયાન, સંજયભાઇએ ગત 11 મી ના રોજ રાત્રે 8.30 કલાકે ભરતભાઈને રૂ.11,99,981 ની મત્તાના 83.13 કેરેટ હીરા બોઇલીંગ માટે આપ્યા હતા.
પરંતુ બીજા દિવસે સવારે ભરતભાઈએ હીરા મશીનમાં નથી અને બીકર ગુમ થઇ ગયું છે તેવી વાત કરતા રાહુલભાઈએ કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો કોઈ અન્ય વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ નજરે ચઢી ન હતી. જોકે બોઇલર રૂમમાં માત્ર ભરતભાઇની જ અવરજવર હોય તેમણે હીરાની ચોરી અંગે કતારગામ પોલીસમાં સારા સંભંધ હોવાને લઈને કોઈ પર પ્રકારની ફરિયાદ વગર પોલીસે ને આ હીરા કાઢવા માટે સોપારી આપી હતી.
આ પણ વાંચો : સુરત : રત્નકલાકારને લાખો રૂપિયાના હીરાની ચોરી જબરદસ્તી કબૂલ કરાવવા ઢોર માર માર્યો, પત્નીએ પોલીસ વિરુદ્ધ આપી ફરિયાદ
જોકે પોલીસ દ્વારા આ રત્નકલાકરને તેના ઘરે ઉપાડી લાવીને ઢોર માર માર્યો હતો જોકે આ રત્નકલાર દ્વારા પોલીસે તેમને ખોટી રીતે ગોંધી રાખીને માર માર્યાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને ફરિયાદ કરતા કતારગામ પોલીસે આખરે પોતે ફોલ્ટમાં આવતા પોતાનો બચાવ કરવા માટે હીરાના કારખાના માલિકની ફિરયાદ લઇને ચોરીના 12 લાખ ના હીરાની ચોરી થયાની ફરિયાદ દાખલ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે