સુરત : EDના અધિકારીની જપ્ત કરેલા ટ્રેલર વેચી મારવાના કૌભાંડમાં સંડોવણી, પોલીસે ભાંડો ફોડ્યો


Updated: October 28, 2020, 7:26 PM IST
સુરત : EDના અધિકારીની જપ્ત કરેલા ટ્રેલર વેચી મારવાના કૌભાંડમાં સંડોવણી, પોલીસે ભાંડો ફોડ્યો
પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલા ટ્રકોની ચોરી

બેંક કરપ્ટ થયેલા ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રેલરો ED દ્નારા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ટ્રેલર ચોરી અને EDના અધિકારીના ઇશારે બારોબાર વેંચી મારવાનું કૌભાંડ ઝડપાયું, કરોડો રૂપિયાના ગોટાળાની આશંકા

  • Share this:
સુરત જિલ્લા પોલીસે થોડા દિવસ પહેલા એક ગેંગ ને ઝડપી પાડી હતી જે ટ્રકનાં  ટેલરની ચોરી કરતા ઝડપાયા હતા. જોકે પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ આપેલી વિગત જઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. જોકે જે ટ્રકના ટ્રેલર ચોરી કરવામાં આવી રહ્યા હતા તે કંપનીના મલિક વિરુદ્ધ બેંક કૌભાંડમાં તમામ ગાડી કબજે કરવામાં આવી હતી. જોકે આ ગાડીને આરોપી નકલી ઇડી અધિકારી બનીને ચોરી કરવા સાથે આ ચોરી કરવા માટે ખુદ ઇડીના ઉચ્ચ અધિકારીએ કહ્યું હોવાનું સામે આવતા પોલીસે આરોપી ધરપકડ કરી ઇડીના અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ ચકચારી કૌભાંડની વિગત એવી છે કરે સુરત જિલ્લા પોલીસે થોડ દિવસ પહેલાં બે ટ્રકમાં 6 જેટલા ટેલર લઈને જતા લોકોને અટકાવી તેમની પૂછપરછ કરતા આ તમામ સમાન ચોરીનો હોવાનું સામે આવતા પોલીસે 3 લોકોની ધરપકડ કરી હતી. જોકે પકડાયેલ આરોપી માંથી એક યુવાન જેનું નામ સંતોષ હોવાનું સામે આવતા તેની પૂછપરછ શરુ કરી હતી જેમાં પોલીસને આરોપીએ વિગત આપી હતી કે સિદ્ધિવિનાયક લોજિસ્ટીક લીમીટેડ કંપનીના માલિક દ્વારા ભારતભરમાં મોટા પ્રમાણ માં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરવામાં આવે છે.

કીમના યાર્ડમાં આ ટ્રક સાચવી રાખવામાં આવી હતી.


જોકે બેન્કમાંથી મોટા પ્રમાણમાં માલિકે આ માટે લોન લીધી હતી. જોકે લોનમાં તે ડિફોલ્ડર બનતા સીબીઆઈ દ્વારા આ કંપનીના મલિક વિરુદ્ધ વર્ષ  2017-18માં ગુનો દાખલ કર્યા બાદ તેમની તમામ ગાડી કબજે કરી હતી. જોકે આ તપાસમાં ઇડી વિભાગ પણ જોડાય હતું.

આ પણ વાંચો :  સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલ

ત્યારે સુરત ખાતે 208 જેટલી ગાડી કબજે કરી ઇડી દ્વારા સુરત જિલ્લાના કીમ નજીક એક પ્લોટમાં રાખવામાં આવી હતી. જોકે થોડા દિવસ પહેલા ઇડીના અધિકારીના કહેવા પ્રમાણે સંતોષ અહીંયા આવ્યા બાદ ગાડી ચોરી કરી જતા પોલીસે તેને ઝડપી પડ્યો હતો.

જોકે આ ગાડી જમા કર્યા બાદ અને તે ઇડીના કબ્જામાં હતી જેથી ઇડીના બે અધિકારીનાં કહેવા પ્રમાણે તે ચોરી કરવા આવ્યા હતા અને તેના કહેવા મુતાબિક ચોરી કરી બારોબર વેચાણ કરવાનું કહેવામાં આવ્યુ હતું. જોકે આરોપી આ કંપની અલગ અલગ બે ગોડાઉન માથી પણ ભૂતકાળમાં ચોરી કર્યાની કબૂલાત કરતા પોલીસે બે ટંકના ડાઇવર સાથે સંતોષની ધરપકડ કરી હતી.

જોકે તેના મોબાલઇમાંથી  ચેટ હિસ્ટ્રીના આધારે આ સમગ્ર ચોરીમાં ઇડીના અધિકારી પ્રવિણ સાળુંકે અને અન્ય એક અધિકારીની સંડોવણી સામે આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પાકી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :  અમરેલી : સિંહોની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થયો, શેરીઓમાં સાવજ પાછળ કાર દોડાવી

આ મામલે સુરત રૂરલના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી છેલ્લા 15 દિવસથી સુરત ખાતે આવીને રહેતો હતો અને જે જગ્યા પર ટ્રકો મુકવામાં આવી છે ત્યાંની દીવાલ તોડી ચોરી કરી હતી જોકે, પોતે પોલીસને ઇડીના અધિકારી તરીકેની ઓળખ આપી હતી પણ પોલીસે તાપસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

જોકે પોલીસ પર આ મામલે ઇડીના અધિકારીની ચોરીમાં સંડોવણની સામે આવતા સતત દબાણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે જોવાનું એ રહ્યુ કે આ કૌભાંડમાં આરોપીની પોલીસ ક્યારે અને કેવી રીતે ધરપકડ કરે તે જોવાનું રહ્યું
Published by: Jay Mishra
First published: October 28, 2020, 7:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading