સુરતઃમાંગુકીયાને ભાજપ કાર્યકરોએ ફટકાર્યો હવે પોલીસે પકડ્યો!

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 4, 2017, 3:43 PM IST
સુરતઃમાંગુકીયાને ભાજપ કાર્યકરોએ ફટકાર્યો હવે પોલીસે પકડ્યો!
સુરતઃ સુરતમાં ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષ ઋત્વીજ પટેલની રેલી સમયે ઇડા ફેકી વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં ભાજપી કાર્યકરો અને પાસ કાર્યકરો સામસામી આવી ગયા હતા. ભાજપી કાર્યકરોએ પાસ કાર્યકર વિજય માંગુકીયાને મારમારતા હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે આજે પોલીસે વહેલી સવારે સ્મીમેર હોસ્પીટલમાંથી જ વિજય માંગુકીયાની અટકાયત કરી લેતા પાસ કાર્યકરો રોષે ભરાયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 4, 2017, 3:43 PM IST
સુરતઃ સુરતમાં ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષ ઋત્વીજ પટેલની રેલી સમયે ઇડા ફેકી વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં ભાજપી કાર્યકરો અને પાસ કાર્યકરો સામસામી આવી ગયા હતા. ભાજપી કાર્યકરોએ પાસ કાર્યકર વિજય માંગુકીયાને મારમારતા હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે આજે પોલીસે વહેલી સવારે સ્મીમેર હોસ્પીટલમાંથી જ વિજય માંગુકીયાની અટકાયત કરી લેતા પાસ કાર્યકરો રોષે ભરાયા છે.

સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલ ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષ ઋુ્ત્વીજ પટેલની રેલી દરમિયાન પાટીદાર કન્વીનર વિજય માંગુકીયા દ્વારા ઇંડા ફેકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમા ભાજપના કાર્યકરોએ વિજય માંગુકીયાને બરોબારનો મેથીપાક ચખાડતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ સરથામા પોલીસે વિરોધ કરનાર વિજય માંગુકીયા વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પરંતુ આજે વહેલી સવારે સરથાણા પોલીસ મથકના પીએસઆઇ ખાટ તથા ડીસ્ટાફના માણસોએ સ્મીમેર હોસ્પિટલમાં જઇ સારવાર લઇ રહેલા વિજય માંગુકીયાની અટકાયત કરી તેને ઉમરા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જ પાટીદાર કાર્યકરો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો. વિજય માંગુકીયાને ગેરકાયદે અટકાયત થઇ હોવાની કેફિયત રજુ કરી પાસના કાર્યકરોએ ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.

First published: February 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर