સુરત : પોલીસકર્મીને પત્ની અને સાળીએ બિભત્સ ગાળો આપી, પોતાના પર મેલી વિદ્યા કરાવવાનો આક્ષેપ

સુરત : પોલીસકર્મીને પત્ની અને સાળીએ બિભત્સ ગાળો આપી, પોતાના પર મેલી વિદ્યા કરાવવાનો આક્ષેપ
પ્રતીકાત્મક તસવીર

23 વર્ષ પૂર્વ કરેલા પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, 2016થી અલગ રહેતી પત્ની સામે ખુદ પોલીસકર્મીએ જ ગંભીર આક્ષેપો કર્યા, ચોંકાવનારો કિસ્સો

  • Share this:
પાલ વિસ્તારમાં રહેતા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલે (Surat Police Constable) પત્ની અને સાળીએ તેના ઉપર મેલી વિદ્યાનો આક્ષેપ કરી બિભત્સ અને જાતી વિષયક ગાળો આપી અપમાનીત (Harassment) કરી જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ પાલ વોક વે ગાર્ડન સામે રાજહર્ષ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને શહેર પોલીસ ખાતામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મનિષભાઈ ભાણજીભાઈ બારૈયા (ઉ.વ.48)એ  ગઈકાલે તેની પત્ની અને સાળી સામે ફરિયાદ નોધાવી હતી.

જેમાં મનીષ બારૈયાએ જણાવ્યું હતું કે તેમણે પત્ની સાથે ગત તા 22 ડિસેમ્બર 1998ના રોજ અમદાવાદ ખાતે પ્રેમલગ્ન કર્યા હતા. અને લગન્જીવનમાં સંતાનમાં 19 વર્ષની પુત્રી અને 17 વર્ષનો એક પુત્ર છે. દરમિયાન સન 2016થી બંને વચ્ચે મનમેળ ન રહેતા અલગ રહે છે જેમાં પુત્ર પિતા સાથે અને પુત્રી માતા સાથે અમદાવાદ ખાતે રહે છે.આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

જાકે બંને બાળકો પોતાની ઈચ્છાથી માતા-પિતાને મળવા આવે છે. દરમિયાન હેડ કોન્સ્ટેબલની પત્નીએ તેમની સામે વર્ષ 2018માં અડાજણમાં આઈપીસી કલમ 498 (ક), 504, 506 (2)મુજબની ફરિયાદ આપી છે જે ફરિયાદ રદ કરવા માટે મનીષે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમજ ફેમીલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ કર્યો છે.

તમામ કેસો હાલમાં કોર્ટમાં પેન્ડીંગ છે મનીષે  ગત તા 14 એપ્રિલના રોજ પત્નીને ફોન કરતા તેમણે તેની સાળીને કોન્ફરન્સમાં લીધી હતી બંને બહેનોએ ભિભત્સ અને હલકી કક્ષાની ગાળો આપી અપમાનીત કરી લાગણી દુભાવી હતી. તેમજ સાળીએ તેના છોકરાએ મનીષને મેલી વિધ્યા કરી મારી નાંખ્યો હોવાનુ કહી માનસિક  પીડા આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

આ પણ વાંચો : સુરત : તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ, Video થયો Viral

બનાવ અંગે પોલીસે મનીષભાઈ બારૈયાની ફરિયાદ લઈ પત્ની અને ગાયત્રી સામે ઍટ્રોસીટીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આમ હેડકોન્સ્ટેબલના પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. લગ્નના 23 વર્ષ પછી ધમાચકડી બોલી જતા પોલીસ ફરિયાદ થઈ છે.
Published by:Jay Mishra
First published:May 10, 2021, 17:59 pm

ટૉપ ન્યૂઝ