સુરત: પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો લગાવી આપઘાતનો કર્યો પ્રયાસ, પત્નીએ આ રીતે બચાવ્યો જીવ

સુરત: પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો લગાવી આપઘાતનો કર્યો પ્રયાસ, પત્નીએ આ રીતે બચાવ્યો જીવ
સુરતમાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાતનો પ્રયાસ

કોન્સ્ટેબલ પંકજની હાલત હજુ ગંભીર છે. હાલમાં તેમને હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરી સારવાર ચાલી રહી છે. હજુ પણ તે અર્ધ બેભાન અવસ્થામાં છે.

  • Share this:
સુરત : શહેરમાં આપઘાતનો સિલસિલો યથાવત છે, ત્યારે શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા પોલીસ ક્વાર્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલે આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. પોલીસ કોન્સ્ટેબલે કેમ આપઘાતનો પ્રયાસ કર્યો? આ મામલે પોલીસ બેડામાં સમાચાર ફેલાતા જ અનેક ચર્ચા શરૂ થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં અઠવાલાઈન્સ પોલીસ હેડક્વાર્ટસમાં રહેતા પંકજ માનસિંગ ડામોર નામના પોલીસ કોન્સ્ટેબલે ક્વાર્ટસમાં પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાતની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ પત્નીને થતા પત્નીએ તુરંત પતિને હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, હાલમાં ડોક્ટરો તેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.આ પણ વાંચો - સુરતમાં કમકમાટી ભરી ઘટના: ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું કરૂણ મોત - Video

વિગતે ઘટનાની વાત કરીએ તો, શુક્રવાર સવારે લગભગ 7.30 કલાકે કોઈ અગમ્ય કારણોસર પોલીસ કોન્સ્ટેબલ પંકજ માનસિંગ ડામોરે (35) અઠવાલાઈન્સ પોલીસ હેડ ક્વાર્ટર બ્લોક નંબર પાંચમાં પોતાના ઘરે નાયલોનની દોરી છત પર લગાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી રહ્યા હતા. આ સમયે અચાનક તેમની પત્ની જોઈ જતા તેણે તુરંત દોરી કાપી મહામુસીબતે નીચે ઉતાર્યા હતા, અને જીવ બચાવવા તુરંત પાડોશીઓની મદદથી હોસ્પિટલ લઈ ગઈ હતી.

આ પણ વાંચો - સુરત : ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનો Live Video, પોલીસે ફિલ્મી ઢબે બચાવ્યો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પંકજની હાલત હજુ ગંભીર છે. હાલમાં તેમને હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરી સારવાર ચાલી રહી છે. હજુ પણ તે અર્ધ બેભાન અવસ્થામાં છે. ડોક્ટરો સારવાર કરી રહ્યા છે. જોકે, આપઘાતનો પ્રયાસ કરવા પાછળનું કારણ હજુ સ્રપષ્ટ નથી થયું. હવે પોલીસ કોન્સ્ટેબલ નિવેદન આપવાની હાલતમાં આવ્યા બાદ જ ખુલાસો થશે કે કેમ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો. આ વાત વાયુવેગે પોલીસ બેડામાં ફેલાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો - સુરત: સિગ્નલ પર બાઈક ચાલકે મહિલા પોલીસની છેડતી કરી તમાચો મારી દીધો, કરી મારા મારી

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ શહેરમાં એક મહિલા પીએસઆઈએ આપઘાત કર્યો હતો. આ ઘટનાના પુરા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, ત્યારે વધુ એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા ફરી પીએસઆઈ અમિતા જોષી આપઘાત કેસ તાજો થઈ ગયો છે.
Published by:kiran mehta
First published:January 22, 2021, 18:57 pm

ટૉપ ન્યૂઝ