Home /News /south-gujarat /

ક્લાસ સંચાલક અને મુખ્ય આરોપી ભાર્ગવ ભૂટાનીની ધરપકડ: સુરત પોલીસ કમિશ્નર

ક્લાસ સંચાલક અને મુખ્ય આરોપી ભાર્ગવ ભૂટાનીની ધરપકડ: સુરત પોલીસ કમિશ્નર

ક્લાસ સંચાલક અને મુખ્ય આરોપી ભાર્ગવ ભૂટાનીની ધરપકડ: સુરત પોલીસ કમિશ્નર

પોલીસ કમિશ્નરે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર ઘટનાક્રમમાં થયેલી તપાસ કામગીરી અને અન્ય બાબતો અંગેની સત્તાવાર જાણકારી આપી હતી

    ન્યૂઝ18 ગુજરાતી : ગત રોજ સુરતમાં થયેલી ભીષણ આગની દુર્ઘટનામાં 20 લોકોના અકાળ મૃત્યુ થયા બાદ આજે સુરત પોલીસ કમિશ્નરે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર ઘટનાક્રમમાં થયેલી તપાસ કામગીરી અને અન્ય બાબતો અંગેની સત્તાવાર જાણકારી આપી હતી

    સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્માએ એક પત્રકારપરિષદનું આયોજન કરીને જણાવ્યું હતું કે, 'આ દુર્ઘટના ગતરોજ તારીખ 24મૅ, 2019ના રોજ આશરે બપોરે 3.30 કલાકે સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા બિલ્ડીંગ ખાતે ઘટી હતી.

    આ ઘટનામાં 20 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે અને 20 ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે. જરૂરી બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ, ગત મોડી રાત્રે આ મામલે આઈપીસીની ધારા-304, 308 અને 108 અંતર્ગત સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જે પૈકી બે : હરસુલ વેકરીયા અને જીગ્નેશ પાડઘાર આ તક્ષશિલા બિલ્ડિંગના માલિકો છે, જયારે ભાર્ગવ  ભૂટાની આ કલાસિસનો નો મલિક છે. ભાર્ગવ મુખ્ય આરોપી છે, જેની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે

    જયારે બાકીના બે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. આ મામલાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી સરવૈયા કરી રહ્યા છે. આ મામલે ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળની મુલાકાત લઇ, આગ કઈ રીતે લાગી તેનું કારણ શોધી રહ્યા છે.'

    આ પણ વાંચો: સુરત દુર્ઘટના : વીજળીના થાંભલો આવી રીતે બન્યો 20 બાળકોના મોતનું કારણ

    ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ એક ક્લિક કરીને જાણો...



    જયારે બાકીના બે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. આ મામલાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી સરવૈયા કરી રહ્યા છે. આ મામલે ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળની મુલાકાત લઇ, આગ કઈ રીતે લાગી તેનું કારણ શોધી રહ્યા છે.'

    આ દુઃખદ ઘટના મામલે લોકોને શાંતિ રાખી કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે વિનંતી કરી હતી.

    આ પણ વાંચો: સુરત દુર્ઘટના અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું, રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Sarthana, Surat Fire, Surat fire in coaching center, Surat fire tragedy, Surat police commissioner, Surat tragedy, સુરત, સુરત આગ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन