Home /News /south-gujarat /સુરત દુષ્કર્મ કેસઃ બાળકી આંધ્રપ્રદેશની, પિતાએ સુરત આવી કરી ઓળખ

સુરત દુષ્કર્મ કેસઃ બાળકી આંધ્રપ્રદેશની, પિતાએ સુરત આવી કરી ઓળખ

પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા જણાવ્યા હતું કે, બાળકી આંધ્રપ્રદેશની હતી, જે ગત ઓક્ટોબર મહિનામાં ગુમ થઇ હતી.

પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા જણાવ્યા હતું કે, બાળકી આંધ્રપ્રદેશની હતી, જે ગત ઓક્ટોબર મહિનામાં ગુમ થઇ હતી.

    સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકીને લાશની મળી આવી હતી. જોકે આ અંગે સુરત પોલીસ કમિશ્નરે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા જણાવ્યા હતું કે, બાળકી આંધ્રપ્રદેશની હતી, જે ગત ઓક્ટોબર મહિનામાં ગુમ થઇ હતી. બાળકીને ઓળખવા માટે સમગ્ર દેશમાં પોસ્ટરો મોકલાયા હતા. જેના કારણે બાળકીના પિતા સુરત આવ્યા હતા અને પોતાની દીકરીને ઓળકી બતાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકી અને પિતાનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ બાદ જ ખરાઇ કરવામાં આવશે.

    બાળકીની ઓળખ માટે શહેરમાં લાગ્યાં 1200 પોસ્ટર્સ

    પાંડેસરા વિસ્તારમાં મળી આવેલી બાળકીની ઓળખ આઠ દિવસ બદ હજુ સુધી થઇ નથી. આ કેસમાં આોરોપી કે બાળકીનાં પરિવાર સુધી હજુ સુધી પોલીસ પહોંચી શકી નથી. તેથી જ હાલમાં સુરત દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલાં કમિશ્નર સતિશ શર્માએ કેસને ઉકેલવા માટે બાળકીનાં 1200 પોસ્ટર્સ આખા શહેરમાં લગાવવામાં આવ્યાં છે. જેથી બાળકી શહેરની છે કે પછી બહારની છે તે માલૂમ પડે.

    બાળકીને ઓળખ કરનારને રૂ.20,000નું ઇનામની થઇ હતી જાહેરાત

    આપને જણાવી દઇએ કે સુરત પોલીસે બાળકીની ઓળખ કરનારને 20,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમજ માહિતી આપવા માટે 9081991100 નંબર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે આ બાળકી રાજ્યની નથી. 8-8 દિવસ સુધી નરાધમોએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને અવાવરી જગ્યાએ ગળું દાબીને મારી નાંખી હતી. આ ઘટનાનો ભોગ બનેલી બાળકીનાં શરીર પર ઇજાનાં 86 નિશાન મળી આવ્યા હતાં.

    જીઆવ-બુડિયા રોડ પર અવાવરું જગ્યાએથી મળી હતી બાળકીની લાશ

    નોંધનીય છે કે છ એપ્રિલનાં રોજ પાંડેસરાનાં જીઆવ-બુડિયા રોડ પરની અવાવરી જગ્યાએથી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. આ આખી ઘટના બાદ ન ફક્ત સુરતની પણ દેશની જનતામાં રોષ ભભુકી ઉઠ્યો છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Surat police commissioner

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन