Home /News /south-gujarat /સુરત પોલીસ કમિશ્નરની મીડિયા પર 'તરાપ', મંજૂરી વગર પોલીસ સ્ટેશનમાં પ્રવેશ નહીં

સુરત પોલીસ કમિશ્નરની મીડિયા પર 'તરાપ', મંજૂરી વગર પોલીસ સ્ટેશનમાં પ્રવેશ નહીં

સૂરતના નિવૃત પોલીસ કમિશનર સતિશ શર્માની ફાઇલ તસવીર

    સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ મીડિયા પર નિયંત્રણ મૂકતું એક ફરમાન જાહેર કર્યું છે. સુરત શહેર પોલીસ કમિશ્નરે મીડિયાના અધિકારી પર તરાપ મારતો હોય તેવો એક સર્ક્યુલર જાહેર કર્યો છે. તમામ પોલીસ કચેરીઓને રવાના કરવામાં આવેલા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે મીડિયાકર્મીઓને મંજૂરી વગર પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરવા દેવામાં ન આવે. પોલીસ કમિશ્નરના આવા ફતવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે ફેક ન્યૂઝ મામલે પત્રકારની માન્યતા રદ કરવાની ગાઇડલાઇન્સ બહાર પાડી હતી તે મોદીના આદેશ બાદ પરત ખેંચવામાં આવી હતી.

    એટલું જ નહીં કમિશ્નરે આદેશ કર્યો છે કે સરકારી કચેરીઓમાં મીડિયાકર્મી એટલે કે રિપોર્ટ્સ કે કેમેરામેનને પરવાનગી વગર પ્રવેશ આપવો નહીં. આ માટે કચેરીના વડાની મંજૂરી લેવી જરૂરી બનશે. એટલું જ નહીં કોઈ ગુનાના સ્થળે મીડિયાકર્મીઓને પ્રવેશતા રોકવા માટે પુરતા પોલીસ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે. તેમજ શરતોને આધીન જ ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા દેવાની પરમિશન આપવી. પોલીસ કમિશ્નરે દલીલ કરી છે કે આરોપીની વીડિયોગ્રાફી ચેનલો પર પ્રસારિત કરવાથી ઓળખ પરેડના પુરાવા તરીકેના ઉપયોગ ઉપર પ્રશ્ન ઉભા થાય છે.

    મોદીનો આદેશઃ ફેક ન્યૂઝની માર્ગદર્શિકા પરત લેવામાં આવે

    સરકાર દ્વારા નકલી કે ફેક ન્યૂઝ મામલા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદીના નિર્દેશ બાદ આ માર્ગદર્શિકા પરત લેવામાં આવશે. હવે આ બાબતે માત્ર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જ નિર્ણય કરશે. એટલે કે પ્રેસ કાઉન્સિલ જ વિવિધ મામલાને સુનાવણી કરશે. આ અંગે સોમવારે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી, જે પ્રમાણે ફેક ન્યૂઝના કેસમાં પત્રકારની માન્યતા આજીવન રદ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

    મોદીએ સ્પષ્ટ કર્યું છે કે આવો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે. કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે પ્રેસ રિલિઝ જાહેર કરી હતી કે ફેક ન્યૂઝ ચલાવનાર પત્રકારની માન્યતા હંમેશા માટે ખતમ કરી દેવામાં આવશે.

    તમને જણાવી દઈએ કે સોમવારે સરકારે પત્રકારોની માન્યતા સંબધિત નવા બદલાવ કર્યા છે. જેમાં ખોટા સમાચાર ચલાવનાર પત્રકારની માન્યતા રદ કરવાની જોગવાઈ છે. પ્રથમ વખત ફેક ન્યૂઝ સાબિત થયાના કેસમાં છ મહિના સુધી પત્રકારની માન્યતા રદ કરામાં આવશે, બીજી વખત એક વર્ષ અને ત્રીજી વખત ફરિયાદ મળ્યા બાદ હંમેશ માટે તેની માન્યતા રદ કરી દેવામાં આવશે.

    ફેક ન્યૂઝની તપાસ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવશે. પ્રિન્ટ મીડિયા સંબંધિત કેસની તપાસ પીસીઆઈ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સંબંધિત તપાસ એનબીએ કરશે. સરકારનું માનનું છે કે આવું કરવાથી ફેક ન્યૂઝને ફેલાવતા રોકી શકાશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Media, Surat police commissioner, પ્રતિબંધ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन